જો આજથી જ ફોલો કરશો આ ટિપ્સ,તો હંમેશ માટે રહેશો સ્ટ્રેસ ફ્રી

આ પાંચ ફૂડને ડાયટમાં સામેલ કરશો તો આપની તાણ જલ્દી જ દૂર થઈ જશે તેની અસર જલ્દી જ દેખાશે.

તણાવ થવાના કારણો અને લક્ષણો:

સતત કામ કરવાના કારણે આપ તાણમાં આવી શકો છો. તાણના કારણે આપને માથું દુઃખવાની તકલીફ પણ થઈ શકે છે. મગજને ફ્રેશ રાખવું ખૂબ જરૂરી છે. જેથી આપ તાણ અને માથું દુઃખવાની તકલીફથી બચી શકો છો. તાણને કેવીરીતે દૂર કરવી આ પ્રશ્ન આપને પણ થતો હશે. આપણે મોટાભાગે એક એવા રૂટિનમાં બંધાઈ જઈએ છીએ જેમાં આપણે રોજ એકનું એક કામ કરવું પડે છે તેમછતાં એ કામની પચાસ ટેંશન આપણે લઈએ છીએ.

image source

આ સાથે જ ઘરની ટેંશન, પર્સનલ ટેંશન આપણને તણાવનો શિકાર બનાવી દે છે. તણાવના કારણ ઘણા બધા હોઈ શકે છે. આજકાલની વ્યસ્ત જિંદગીમાં આપ કોઈને પણ જોઈને એ અંદાજ નથી આવતો કે એ વ્યક્તિ અંદરથી કેટલી હેરાન થઈ રહી છે. પણ એ કહેવું બિલકુલ ખોટું નથી કે દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તણાવમાંથી પસાર થાય જ છે. એવાંમાં જરૂરી છે કે તણાવના લક્ષણને ઓળખવા અને તેમાંથી શક્ય તેટલી જલ્દી બહાર આવવું જ સારું રહે છે.

image source

આપણે બિનજરૂરી તણાવને દૂર કરવાની સાથે જ તેને સારી રીતે મેનેજ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહિતર તણાવ આપને અંદરથી ખોખલા કરી દે છે. આ સાથે જ આપના શરીરમાં ઘણી બીમારીઓ ઘર કરી જાય છે. દરેક વ્યક્તિને કોઈ પ્રકારના તણાવનો શિકાર હોય જ છે. પણ આ તણાવ છે શું, આમાં શુ થાય છે અને આને કેવી રીતે દૂર કરી શકાય?

તણાવના કારણો:

image source

તણાવ થવા પાછળ કોઈ ચોક્કસ કારણ જવાબદાર ના હોઈ શકે પણ એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. આ એ વાત પર આધાર રાખે છે કે આપ કોઈ ઘટનાને લઈને કેવી પ્રતિક્રિયા આપો છો. તેના પર આધાર રાખે છે. ઉપરાંત આ વસ્તુ આપના વિચારો પર આધાર રાખે છે. એક વાત એ પણ છે કે કોઈ વાત કોઈના માટે એક ચેલેન્જ હોય છે તો એજ વાત બીજી વ્યક્તિ માટે તણાવનું કારણ પણ બની શકે છે.

તણાવને દૂર કરવાના આ પાંચ ઉપાયો:

૧. ખૂબ પાણી પીવું:

image source

આપે તણાવને દૂર કરવા માટે સૌપ્રથમ પાણી પીવાની આદત પાડવી પડશે. વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ડિહાઇડ્રેશનની તકલીફ થશે નહીં. તાજેતરમાં થયેલ એક શોધમાં સામે આવ્યું કે ડિહાઇડ્રેશન વ્યક્તિની માનસિક એકાગ્રતાને ખોરવી નાખે છે.

૨.નાસ્તો ભૂલવો નહિ:

image source

સવારનો નાસ્તો શરીરમાં મેટાબોલિઝમને બનાવી રાખે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલ એક શોધમાં જણાવાયું છે કે જે લોકો સવારનો નાસ્તો ભૂલતા નથી તેમની તુલનામાં જે લોકો નાસ્તો ભૂલી જાય છે તેમનામાં તણાવની શકયતા ૩૦% વધી જાય છે. જે લોકો નાસ્તો કરે છે તેમને તણાવ થવાની શકયતા ૩૦% ઘટી જાય છે.

૩. કેફીનનું પ્રમાણ ઓછું કરવું:

image source

તણાવને દૂર કરવા માટે આપને કેફીનથી દુર રહેવું પડશે. એકદમ સાચી વાત છે કેફીન એવાં લોકોમાં પેનિક એટેકની શકયતા વધારી દે છે જેમને એગ્ઝાઇટી ડિસઓર્ડર છે.

૪.વિટામિન ડી:

image source

વિટામિન ડી દિમાગ અને શરીર એમ બંનેને પોષણ આપે છે. જેના લીધે વ્યક્તિને માનસિક તકલીફોનો સામનો કરવો પડતો નથી. વિટામિન ડી જે લોકોમાં ઓછું હોય છે તે લોકોમાં ડિપ્રેશન વધુ જોવા મળે છે. જ્યારે તેની જરૂરિયાત પ્રમાણે લેનાર લોકોમાં ડિપ્રેશન ઓછું હોય છે. વિટામિન ડીનો સૌથી સારો અને સરળ સ્ત્રોત સૂરજની કિરણો છે.

૫. ઓમેગા ૩:

image source

મૂડ લીફટિંગથી પીડાતા લોકોએ પોતાના ડાયટમાં એવું ફૂડ લેવું કે જેમાં ઓમેગા૩ ફેટી એસિડ મળી આવે છે. ઓમેગા ૩ ફેટી એસિડ થાક અને ઉદાસીને દૂર કરવામાં કારગત નીવડે છે. ઓમેગા ૩ એસિડ ફક્ત થાક જ નહીં પણ સાંધાના દુઃખાવાને અને અસ્થમા ના ઈલાજમાં પણ મદદ કરે છે. માછલી, અખરોટ, અળસીના બીજ, ઓલિવ ઓઇલ અને ઘાટા લીલા રંગની પાંદડાવાળા શાકમાં ઓમેગા ૩ એસિડ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ