હાહાકાર! ભારતમાં કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ, જાણો મોહમ્મદ હુસૈન સિદ્દિકીનો કેસ હિસ્ટ્રી

ભારતમાં કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ – જાણો મોહમ્મદ હુસૈન સિદ્દિકીનો કેસ હિસ્ટ્રી

image source

સાઉદી અરેબિયાથી ગયા મહિને આવેલા 76 વર્ષિય વ્યક્તિનું તાજેતરમાં રેસ્પીરેટરી કોમ્પીલેકશનના કારણે ગુલબર્ગામાં મૃત્યું થયું હતું. તેમનું નામ હતું મોહમ્મદ હુસૈન સિદ્દિકી, તેમના લોહી તેમજ તેમના ગળાના સ્વેબના નમૂના લેવામાં આવ્યા છે.

મેહમ્મદ હુસૈન 29મી જાન્યુઆરીના રોજ સાઉદી અરેબિયા પહોંચ્યા હતા અને ત્યાંથી 29મી ફેબ્રુઆરીના રોજ પાછા આવ્યા હતા અને ત્યાંથી તેમને બેંગલુરુ ખાતેની નેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમના રીપોર્ટ આવવાના હજુ બાકી હતા. તેમને પહેલેથી હાઇપર ટેન્શન અને અસ્થમાની પણ ફરિયાદ રહેતી હતી.

image source

જિલ્લાની હેલ્થ ઓથોરીટીએ તેમના ઘરના 30 સભ્યોને ઘરમાં જ રહેવાની ફરજ પાડી હતી જેને તમે હોમ ક્વોરેન્ટાઇન્ડ પણ કહી શકો કારણ કે તે લોકો સિદ્દિકીના નજીકના સંપર્કમાં આવ્યા હતા. કર્ણાટકને ત્યાં સુધીમાં ચાર કોરોના વાયરસના કેસ મળ્યા હ્તા જેમાંથી ત્રણ તો કન્ફર્મ થઈ ચૂક્યા હતા. અને સાઉદી અરેબિયામાં પણ કોરોનાવાયરસના કેટલાક કેસો ત્યાં સુધીમાં નોંધાઈ ચુક્યા હતા. હજુ સુધી કોરોનાવાયરસના કારણે ભારતમાં કોઈ જ મૃત્યુ નોંધાયું નહોતું.

ગુલબર્ગા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિદ્દિકીને એરપોર્ટ પરના થર્મલ રીડીંગમાંથી પસાર કરવામાં આવ્યા હતા. પણ તેનામાં બિમારીના કોઈ પણ લક્ષણો જોવા નહીં મળતાં તેમને એરપોર્ટથી ઘરે જવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.

image source

પણ ઘરે ગયા બાદ સિદ્દીકીને ઉધરસ, શરદી અને ફ્લુના અન્ય લક્ષણો પણ દેખાવાના શરૂ થયા હતા અને 6 માર્ચે તેમની તપાસ માટે એક પ્રાઇવેટ ડોક્ટર પણ ઘરે આવી ગયો હતો. ઘરેથી તેમને કાલબર્ગીની પ્રાઇવેટ હોસ્પિટલ સનરાઇઝ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર એક આઉટપેશન્ટ તરીકે કરવામાં આવી હતી. અહીં એમનું ન્યુમોનીયા, અસ્થમાના, હાઇપર ટેન્શન અને હાઇ બ્લડ પ્રેશરનું નિદાન કરવામાં આવ્યું.

9મી માર્ચના રોજ તેમને શ્વાસોચ્છ્વાસની બિમારીના કારણે હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યા. તે સમયે હોસ્પિટલે તેમના ગળાના સ્વેબ અને લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને બેંગલોર ખાતેની વાયરોલોજી ઇન્સ્ટીસ્ટુટમાં મોકલી દેવામાં આવ્યા હતા.

image source

પણ રીપોર્ટ આવવાની રાહ જોયા વગર અને દાક્તરી સલાહ વિરુદ્ધ જઈને તેમના કુટુંબીજનો તેજ દિવસે સિદ્દિકીને હોસ્પિટલમાંથી તેમને હૈદરાબાદની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે સિદ્દિકીના કુટુંબે હૈદરાબાદની હોસ્પિટલને પણ આગ્રહ કર્યો હતો કે તેમને મંગળવારે રજા આપી દેવામા આવે.

આ પહેલાં ડીસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર પણ તેમના કુટુંબીજનોને મળ્યા હતા કે જેથી કરીને તેઓ તેમને દર્દીને ગુલબર્ગા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાવવા માટે મનાવી શકે કે જ્યાં તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવે. પણ તેમના સ્નેહીઓએ તેમની એક પણ વાત સાંભળી નહીં અને ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરની જાણ બહાર તેઓ પેશન્ટને હૈદરાબાદ લઈ ગયા.

image source

ત્યાર બાદ સિદ્ગીકી અને તેમના કુટુંબીજનોએ એપોલો હોસ્પિટલ અને જ્યુબીલી હિલ્સ ખાતેની સીટી ન્યુરો સેન્ટર અને બંજારા હિલ્સ એરિયામાં આવેલી કેર હોસ્પિટલની પણ મુલાકાત લીધી. કેર હોસ્પિટલમાં દર્દીને તરત જ આઇસોલેશન રૂમમાં મોકલી દેવામાં આવ્યા. આ આઇસોલેશન રૂમ નેગેટીવ એર પ્રેશર અને HEPA એર ફિસ્ટર્સથી સજ્જ હતું જેથી કરીને વાયરસનો ફેલાવો ન થઈ શકે. અહીં જે મેડિકલ સ્ટાફે દર્દીની સંભાળ લીધી હતી તેમણે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપ્ટ) પ્રોટોકોલ પૂર્ણ કર્યો હતો.

image source

ત્યાર બાદ હોસ્પિટલે સલાહ આપી હતી કે દર્દીને ક્રીટીકલ કેર સાઇસોલેશન યુનિટમાં એડમીટ કરવામાં આવે. હોસ્પિટલને સૂચનો આપવામાં આવ્યા હતા કે દર્દીને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો તો તેને તરત જ ગાંધી હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવે. જે ગવર્નમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પ્રોટોકોલ છે.

ડોક્ટરોએ દર્દીના કુટુંબીજનોને જાણ કરી અને પેશન્ટને ગાંધી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું પણ તેઓ તે માટે તૈયાર નહોતા. તેમના કુટુંબીજનો, તેમના અનુયાયીઓ અને તેમની સંભાળ રાખનારાઓએ તેમને હોસ્પિટલ નહીં લઈ જઈને તેમના મૂળ સ્થળે 10મી માર્ચે લઈ જવાનું નક્કી કર્યું.

image source

પેશન્ટને પોતાના મૂળ સ્થળે ગુલબર્ગા ખાતે લઈ જતી વખતે રાત્રે 9.30 સમયે મૃત્યુ પામ્યા. કર્ણાટક હેલ્થ મિનિસ્ટર બી. સીરામુલુ જણાવે છે, ‘અમને હજુ તેમના મૃત્યુનું કારણ ખબર નથી. અમે તેમના બ્લડ રીપોર્ટની રાહ જોઈ રહ્યા છે.’

મૃતકની જ્યારે દફનવિધિ કરવામાં આવી ત્યારે હેલ્થ અધિકારીઓ હાજર રહ્યા હતા જેથી કરીને સામાન્ય કરતાં વધારે ઉંડાઈએ મૃતકના શરીરને દફનાવવામાં આવે. કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને આ પણ એક પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો હતો જેથી કરીને ચેપ ફેલાય નહીં.

image source

આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ફેલાવો ઉત્તરોત્તર વધી રહ્યો છે તેવા સંજોગોમાં સિદ્દીકીના પરિવારજનોએ હોસ્પિટલની વાત નહીં માનીને ઘણા લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુક્યા છે. આજે સિદ્દીકીના સમગ્ર કુટુંબને ક્વોરેન્ટાઇન્ડ કરવામાં આવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે સિંગાપોરમાં જે લોકો સેલ્ફ ક્વોરેન્ટાઇનના સખત નિયમનું ઉલંઘન કરે છે તેમનું પીઆર સ્ટેટસ પાછું લઈ લેવામાં આવે છે. અને ઇટાલીની વાત કરીએ તો જે લોકો જાણી જોઈને કોરોનાવાયરસ ફેલાવી રહ્યા છે તેમના પર હત્યાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ ખરેખર એક ગંભીર બાબત છે. લોકોને પોતાને પણ પોતાની જવાબદારીઓનું ભાન હોવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ