સુરતમાં એક સાથે 7 નનામી નીકળતા ગામ આખું હિબકે ચઢયું, તસવીરો છે એકદમ કરુણ

એક જ ફળિયામાંથી 7 નનામીઓ ઉઠતાં આખાએ ગામ પર ગમગીની છવાઈ

વડીલો દ્વારા હંમેશા કહેવામાં આવ્યું છે કે ભવિષ્યના ગર્ભમાં શું સમાયું છે તેનો અંદાજો ક્યારેય કોઈ આંકી નથી શક્યું. આપણે રોજ સવારે ઉઠીને આખીએ જિંદગીનું પ્લાનિંક કરીએ છે કે પાંચ વર્ષ બાદ હું આવો બંગલો લઈશ. આવતી દિવાળીએ ફલાણી ગાડી લઈશું પણ રાત્રે સુતી વખતે તમને એ પણ નથી ખબર હોતી કે બીજી સવારે તમે આંખ ઉઘાડી પણ શકશો કે નહીં ! જીવનનો કોઈ જ ભરસો નથી.

image source

સુરતના એક ગામના ફળિયામાં રહેતાં 7 નિર્દોશો સાથે પણ તેવું જ કંઈક ઘટ્યું છે. વ્યારા-ઉચ્છલના સુંદરપુરમાં પીકનીકનો આનંદ ઉઠાવવા ઉકાઈ ડેમના કિનારે ગયેલા સગાસંબંધીઓના બાળકો તેમજ મિત્રો હોડી પલટી જવાથી કાળનો કોળિયો બની ગયા હતા. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના એક જ ફળિયાના છ માસુમ બાળકો સહિત 7 વ્યક્તિઓ અકાળે ભગવાનને વહાલા થઈ ગયા છે. અને આ સાતે મૃતકોની નનામી જ્યારે એક ફળિયામાંથી ઉઠી ત્યારે સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી અને લોકો હિબકે ચડ્યા હતા.

image source

સુંદરપુરના માસુમ બાળકો સહિત 10 વ્યક્તિઓ તેમજ ભીંતખુર્દ ગામના બીજા ત્રણ વ્યક્તિઓ ભીંતખુર્દ ખાતે આવેલા ઉકાઈ જળાશય કુગારામાં વચોવચ આવેલી ટેકરી પર પીકનીક મનાવવા હોડીમાં બેસીને ગયા હતા. જ્યાં તેઓ હેમખેમ પહોંચી ગયા હતા અને ટેકરીનું સૌંદર્ય પણ માણ્યું હતું. ત્યાં જ નાશ્તા પાણી પતાવી તેઓ ઘરે જવા ફરી પાછા જળાશય પાર કરવા મટે હોડીમાં બેઠા હતા. વળતી વખતે અચાનક પવન ફુંકાતા અને મોજાઓ ઉછળતા હોડીએ સંતુલન ગુમાવ્યું હતું અને તે પલટી ગઈ હતી.

image source

આ ગમખ્વાર દુર્ઘટનામાં પાંચ વર્ષની નાની બાળકીથી માંડીને જુવાનજોથ સ્ત્રી-પુરુષોનો સમાવેશ થાય છે. બાળકોમાં એજલબેન ડેવીડભાઈ કૉંકણી (ઉં.વ.પ), અભિષેકભાઈ રાજેશભાઈ કોંકણી (ઉં.વ. 12) સંજનાબેન રાજેશભાઈ કોંકણી (ઉં.વ. 14), આરાધ્યાબેન સુક્લાલભાઈ કોંકણી (ઉં.વ.7), ઉર્મિલાબેન રતુભાઈ કોંકણી (ઉં.વ.20), રાજેશભાઈ બલીરામભાઈ કોંકણી (ઉં.વ.33), વિનોદ બુધીયાભાઈ કોંકણી (ઉ.વ.18).

image source

મૃતક રાજેશભાઈની સાથે તેમના બે બાળકો તેમજ તેમના ભાઈની દીકરી પણ મૃત્યુ પામ્યા હતા આમ એક જ કુટુંબના કુમળી ઉંમરના ત્રણ ત્રણ બાળકોને અકાળે કાળ ભરખી ગયો હતો. હવે એક જ ફળિયામાંથી 7-7 અરથી ઉઠે ત્યારે તે દ્રશ્ય પથ્થરને પણ પીગળાવી નાખે તેવું હોય છે. જ્યારે ગામમાંથી આ 7 મૃતકોની નનામી ઉઠી ત્યારે આખુંએ ગામ હીબકે ચડી ગયુ હતું. એક જ કુટુંબે પોતાના 4-4 સભ્યો ગુમાવી દીધા હતા. ભગવાન આગળ કોઈનુ કશું જ ચાલ્યું નથી. ભગવાનને માત્ર એટલી પ્રાર્થના કે તેમના આત્માને સદગતી મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ