ઈશ્વર પાસે આપણે દીવો પ્રગટાવીએ છીએ, જાણો એનો હેતુ શું હોય છે

દીવો પ્રગટાવવાનું ધાર્મિક મહત્વ (Importance Of Burning Lamp):

હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવાને ઘણું મહત્વ છે. દીવો પ્રગટાવવાની પરંપરા હિંદુ ધર્મમાં અંદાજીત ૫ હજાર વર્ષ કરતા પણ જૂની છે. પ્રગટાવવામાં આવેલ દીવો અગ્નિનું પ્રતિક માનવામાં આવે છે. પારસી સમુદાયમાં તો અગ્નિને દેવતા માનીને તેમની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મના વેદ અને પુરાણોમાં અગ્નિને દેવતાનું રૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, હિંદુ ધર્મમાં કોઇપણ માંગલિક કાર્યમાં દીવાને પ્રગટાવવો અનિવાર્ય માનવામાં આવે છે. ચાલો જાણીએ દીવો પ્રગટાવવાનું ધાર્મિક મહત્વ શું છે?…

દીવો પ્રગટાવવાનું ધાર્મિક કારણ:

image source

પ્રગટાવવામાં આવેલ દીવાને અંધકાર દુર કરનાર પ્રકાશનો સ્ત્રોત માનવામાં આવે છે. દીવાને જ્ઞાનનું પ્રતિક પણ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ, દીવો પ્રગટાવવાથી ગરીબી દુર થાય છે અને અજ્ઞાનતાનો અંધકાર દુર થઈ જાય છે. ધર્મ શાસ્ત્રોમાં પણ ધાર્મિક આયોજનો કરવામાં આવે ત્યારે દીવો પ્રગટાવવાનું ઘણું શુભ માનવામાં આવે છે.

વિષમ સંખ્યામાં દીવા પ્રગટાવવા જોઈએ.:

image source

હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ, દીવાઓને હંમેશા વિષમ સંખ્યામાં પ્રગટાવવામાં આવવા જોઈએ જેમ કે, ૩, ૫, ૭ કે પછી ૯ એવી રીતે. ગાયના ઘીનો દીવો પ્રગટાવવો સૌથી વધારે શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી આપના ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. કેટલીક વ્યક્તિઓ ભગવાનની પૂજા કરવા દરમિયાન પૂજામાં તલના તેલનો ઉપયોગ કરતા હોય છે.

આ પણ છે માન્યતાઓ:

image source

-પૌરાણિક માન્યતાઓમાં જણાવ્યા મુજબ જો આપ ઘીનો દીવો પ્રગટાવવાના છો તો આપે રૂની દિવેટનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જો આપ તેલનો દીવો પ્રગટાવવાના છો તો આપે લાલ ધાગા માંથી બનેલ દિવેટનો ઉપયોગ કરવો જોઈએ.

image source

-જો આપ ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો આપે ઘીનો દીવો કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, ઘીનો દીવો આપના જમણા હાથ તરફ હોવો જોઈએ અને જો આપ તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો આપે ધ્યાન રાખવું જોઈએ કે, તેલનો દીવો આપના ડાબા હાથ તરફ રાખવામાં આવવો જોઈએ.

image source

-એક મુખી દીવો દરેક પૂજાપાઠમાં પ્રગટાવી શકાય છે. જયારે બે મુખી દીવો ત્યારે પ્રગટાવવો જોઈએ જયારે શત્રુ પક્ષ તરફથી આપ હેરાન થઈ રહ્યા હોવ કે પછી ઓફિસનું વાતાવરણ યોગ્ય હોય નહી. એવું માનવામાં આવે છે કે, બે મુખી દીવો પ્રગટાવવાથી શત્રુ અને વિરોધીઓ શાંત થઈ જાય છે. આ સાથે જ ત્રિમુખી દીવો પણ કેટલીક વાર પ્રગટાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, સતત ત્રણ માસ સુધી ત્રિમુખી દીવાને પ્રગટાવવાથી સંતાન સંબંધી સમસ્યાઓ દુર થઈ જાય છે. એના સિવાય એક ચૌમુખી દીવો પણ હોય છે. આ ચૌમુખી દીવાને ધન સંબંધિત બાબતો માટે ખાસ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, જો ચૌમુખી (ચાર મુખવાળા)દીવાને ઘીની દિવેટમાં રોજ સાંજના સમયે માતા લક્ષ્મીની સામે પ્રગટાવવા આવે છે તો ધન સંબંધિત મુશ્કેલીઓ દુર થઈ જાય છે. આ દીવાને લાંબા સમય સુધી પણ પ્રગટાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ