…અને મલાઇકા અરોરા આની સાથે બેસી ગઇ ઓટો રિક્ષામાં, જોઇ લો તસવીરોમાં તમે પણ…

મલાઇકા અરોરા જોવા મળી રીક્ષાની સફર કરતી, પોતાની અત્યંત અંગત વ્યક્તિઓ જોડે ઓટો રીક્ષાની સફર માણતી જોવા મળી મલાઇકા અરોરા.

image source

મલાઈકા અરોરાએ ભલે બોલીવૂડમાં સફળતા ન મળેવી હોય પણ આજે તેનો બોલીવૂડમાં આઇટમ ગર્લ તરીકે ડંકો વાગે છે. આ સિવાય તેણી એક મોડેલ પણ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ પણ છે સાથે સાથે સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન સાથેના છુટ્ટા છેડા અને ત્યાર બાદ અર્જુન કપૂર સાથે ચાલી રહેલા પ્રેમસંબંધના કારણે તેણી અવારનવાર ચર્ચામાં રહે છે.

image source

પણ આ વખતે મલાઇકા અરોરા અર્જુન કપૂર કે પોતાના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં નથી પણ રીક્ષામાં મુસાફરી કરવાના કારણે ચર્ચામાં છે. સામાન્ય રીતે તેણીને જીમમાંથી બહાર આવતી કે જીમમાંથી બહાર જતી કે પછી જીમમાં કસરત કરતી તસ્વીરો જ તેના ફેન્સને જોવા મળે છે પણ આ વખતની આ તસ્વીરોએ તેના ફેન્સને અચરજમાં મુકી દીધા છે.

image source

હંમેશા મલાઇકા અરોરા પોતાની લક્ઝરિયસ કાર્સમાં જ ફરતી – મહાલતી જોવા મળે છે પણ આ વખતે તેણે રીક્ષામાં મુસાફરી કરીને સમાચાર બનાવી દીધા છે. અને આ મુસાફરી તેણીએ એકલા નથી કરી પણ તેના જીવનની સૌથી વાહલી વ્યક્તિઓ એવા તેની માતા અને પિતા સાથે કરી છે. જોકે પાપારાઝી દ્વારા પાડવામાં આવેલી તસ્વીરોમાં તેણીના પિતાની ખુબ જ ઝાંખી ઝલક જોવા મળી છે.

image source

આ વખતે તેણીએ એક લોંગ સાટીનનું શર્ટ પહેર્યું હતું. અને ગ્રે-સિલ્વર રંગનું હેન્ડબેગ લટકાવ્યું હતું. તેણીએ પેતાના આ લૂકને હેટ અને બ્રાઉન રંગના બૂટ્સથી પૂરો કર્યો હતો. આમ જોવા જઈએ તો તેણી અહીં કાઉ બોય લૂકમાં જોવા મળી હતી. 47 વર્ષિય આ અભિનેત્રી એક દીકરાની માતા પણ છે. તેણી અવારનવાર પોતાના દીકરા સાથે પણ પાપારાઝીઓ દ્વારા કચકડે કેદ થઈ જાય છે.

image source

તેણી હાલ અર્જુન કપૂર સાથે રીલેશનશીપમાં છે. તમને જણાવી દઈએ કે એક અહેવાલ પ્રમાણે અર્જુન કપૂર મલાઇકાના પૂર્વ પતિ અરબાઝ ખાનની નાની બહેન અર્પિતા ખાન સાથે પણ સંબંધો ધરાવતો હતો જે ખુબ જ ટુંકાગાળામાં ટુટી ગયો હતો જો કે તે વખતે અર્જુન અને અર્પિતા ઘણા નાના હતા.

image source

અર્જુન અને મલાઇકા અવારનવાર એક સાથે પાર્ટી કરતાં કે પછી હોટેલમાં પ્રવેશતાં કે બહાર આવતા જોવા મળ્યા છે. તેઓ વિદેશમાં રજાઓ ગાળવાનુ પણ પસંદ કરે છે અને તે દરમિયાન પણ મલાઇકા પોતાની અર્જુન સાથેની તસ્વીરો પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરે છે અને આ રીતે તેણે પણ કહ્યા વગર પોતાની અને અર્જુનની રીલેશનશીપને જાહેર કરી છે.

image source

અર્જુન પણ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર મલાઇકાની તસ્વીરો શેયર કરે છે. તાજેતરમાં મલાઇકાએ 47 વર્ષ પુરા કર્યા તે નિમિતે તેણે પોતાના અકાઉન્ટ પર મલાઇકાની તસ્વીર શેર કરી હતી અનેતેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મલાઇકા અને તેની બહેન અમ્રિતા અરોરા, કરિના કપૂર ખાન, કરિશ્મા કપૂર એકબીજાની પાક્કી બહેનપણીઓ છે. તેઓ અવારનવાર પોતાની ગર્લગેન્ગ સાથે વિદેશની ટ્રીપ મારે છે કે પછી પાર્ટી પણ આયોજીત કરે છે. થોડા સમય પહેલાં કરિશ્માના બર્થડે પર પણ તે ચારે સાથે જોવા મળી હતી. પાપારાઝીઓને પણ આ ગર્લ-ગેંગની તસ્વીરો લેવી ખુબ જ પસંદ છે.

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે મલાઇકાને બોલીવૂડમાં મુખ્ય રોલ તો વધારે ન મળી શક્યા પણ તેણી એક સારી આઇટમ ડાન્સર હોવાથી અને પોપ્યુલર શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની જજ હોવાથી પોતાનો એક અલગ જ ફેન વર્ગ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેણીના એક કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે. હાલ તેણી પોતાના યોગા ટ્રેઇનીંગ સેન્ટરના લેન્ચમાં વ્યસ્ત છે. આ સાથે તેણી ટુંક જ સમયમાં એક બિઝનેસવુમન પણ બની જશે. આશા છે કે તેણીને પોતાના આ નવા વેન્ચરમાં સફળતા મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ