નીતા અંબાણીની વહુ શ્લોકાએ પહેર્યો શોર્ટ ડ્રેસ અને લાગી એકદમ હોટ, તસવીરોમાં જોઇ લો તમે પણ…

નીતા અંબાણી લાડલી વહુ શ્લોકા મેહતા જોવા મળી રેડ શોર્ટ ડ્રેસમાં, રેડ શોર્ટ ડ્રેસમાં નીતા અંબાણીની લાડલી વહુ શ્લોકા લાગી રહી છે ગ્લેમરસ

થોડા દિવસો પહેલાં મુકેશ અંબાણીએ પોતાની બહેનની દીકરી માટે એન્ટિલિયમાં એક ભવ્ય પ્રીવેડિંગ પાર્ટી આપી હતી જેમાં જાણીતી બોલીવૂડ હસ્તીઓએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે અંબાણી કુટુંબ સંપુર્ણ ટ્રેડીશનલ લૂકમાં જોવા મળ્યું હતું જો કે તેમણે અનામિકા ખન્ના દ્વારા ડીઝાઈન કરવામાં આવેલા ઇન્ડો-વેસ્ટર્ન ટ્રેડીશનલ વસ્ત્રો પહેર્યા હતા અને તેમના વસ્ત્રોની સાથે સાથે તેમની જ્વેલરી પણ ખુબ ચર્ચામાં રહી હતી. તેમના આ લૂક્સને તેમના ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

image source

નીતા અંબાણી બાદ સૌથી વધારે જો તેમના કુટુંબમાં કોઈ ચર્ચામાં રહેતું હોય અને પાપારાઝીનું પ્રિય હોય તો તે છે તેમની વહુ શ્લોકા. શ્લોકા મેહતા અંબાણી જ્યારે ક્યારેય પણ જાહેરમાં જોવા મળે છે ત્યારે તરત જ તેની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ જાય છે અને તેણીના ફેન્સ દ્વારા તેને ખુબ જ પસંદ કરવામા આવે છે. તાજેતરમાં ફરી એકવાર શ્લોકાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે.

image source

સામાન્ય રીતે શ્લોકા સ્કર્ટ-ટોપ, જીન્સ-ટીશર્ટ કે પછી ટ્રેડીશનલ અવતારમાં જોવા મળી છે પણ આ વખતે શ્લોકા એક અલગ જ અંદાજમાં જોવા મળી છે અને તમે પણ તેણીના આ લૂકથી ચકિત થઈ જશો અને સાથે સાથે આનંદીત પણ થઈ ઉઠશો.

 

View this post on Instagram

 

A post shared by Radhika Patel (@hairbyradhika) on

શ્લોકાએ અહીં રેડ શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં તેણી અત્યંત આકર્ષક છતાં કાયમ જેવી નિર્દોશ અને લાઇટ અને સોબર લાગી રહી છે. રેડ શોર્ટ ડ્રેસ સાથે તેણીએ લાલ ચટક લીપસ્ટીક કરી છે જો કે તેણે મેકઅપને સાવ જ લાઇટ રાખ્યો છે.

વાસ્તવમાં શ્લોકાની આ તસ્વીર તેણીની મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. શ્લોકાને તેમાં પોતાની મેકઅપઆર્ટીસ્ટ સાથે જોઈ શકાય છે. ઓજસ રાજાણી એક સેલિબ્રિટી મેકઅપ આર્ટીસ્ટ છે. તેણીએ પણ આ તસ્વીર પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરતાં લખ્યું હતું કે શ્લોકા એક ખુબ જ નમ્ર અને ડાઉન ટુ અર્થ મહિલા છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Borkar (@priyanka.s.borkar) on

શ્લોકા મેહતાનો આ રેડ ફ્લોરલ શોર્ટ ડ્રેસ અનામિકા ખન્ના દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો છે. આ ઓફ શોલ્ડર રેડ ડ્રેસમાં ફ્લોરલ લેસ વાપરવામાં આવી છે અને તેની પાછળની બાજુ એક સુંદર ટ્રેઇલ પણ છે. શ્લોકાનો આ અનોખો લૂક તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ojas Rajani (@ojasrajani) on

તેણીએ પોતાના આ લૂકને ખુબ જ સિંપલ રાખ્યો છે. આ રેડ ડ્રેસ સાથે તેણીએ પોતાના હેરને સ્ટ્રેઇટ રાખવાનું પસંદ કર્યું છે જ્યારે જ્વેલરી પણ ખુબ જ ઓછી પહેરી છે. જેમાં તેણીએ ડાયમન્ડની ઇયરીંગ્સ પહેરી છે જ્યારે આંગણીમાં તેણીની મોંઘેરી એન્ગેજમેન્ટ રીંગ પહેરી છે. જ્યારે હાથમાં થ્રી લેયર્ડ બ્રેસલેટ અને ઘડિયાળ પહેરી છે. જે ખરેખર તેના પર શોભી રહ્યા છે.

image source

નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી સાથે લગ્ન થતાં જ શ્લોકા રાતોરાત પાપારાઝીઓની પ્રિય બની ગઈ અને રાતોરાત તેના ફેન્સ પેજ બનવા લાગ્યા અને આજે તેને લાખો લોકો દ્વારા ફોલો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શ્લોકા અને આકાશના લગ્ન આ વર્ષના માર્ચ મહિનામાં થયા હતા. શ્લોકાએ પોતાના લગ્નમાં બોલીવૂડની જાણીતી ડીધાઈનર જોડી અબુ જાની અ સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ચણિયાચોળી પહેર્યા હતા.

image source

આકાશ અને શ્લોકાના લગ્નીની તસ્વીરો તેમજ વિડિયોઝ પણ તે સમયે સોશિયલ મિડિયા પર ખુબ જ વાયરલ થયા હતા. અને આજે પણ તેમના લગ્નની સજાવટ તેમના સુંદર વસ્ત્રો વિગેરેથી લોકો પતોના લગ્ન માટે પણ પ્રેરણા લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ