બાળકના પેટમાંથી નિકળી એવી વસ્તુ કે, ખુદ ડોક્ટર પણ થઇ ગયા સ્તબ્ધ

બાળકના પેટમાંથી નીકળી એવી વસ્તુ જે જોઈને ડોક્ટર પણ રહી ગયા અવાક

ઘણીવાર ડોક્ટર્સ સામે એવા કેસ આવી જતા હોય છે જે તેમને અવાક કરી મુકે છે. આવો જ એક મામલો સામે આવ્યો છે, ઉત્તર પ્રદેશના લખનૌની આ ઘટના છે અહીં એક બાળકે 65 મોતીવાળી એક માળા ગળી લીધી હતી ત્યાર બાદ બાળકને એકધારી ઉલ્ટીઓ થતી રહેતી અને તે રોવા લાગ્યો હતો. પણ જ્યારે ડોક્ટરે તેની તપાસ કરાવડાવી ત્યારે તેમને ચુંબક એકબીજા સાથે ચોંટતા જોવા મળ્યા અને ત્યાર બાદ તેમણે બાળકનું ઓપરેશન કર્યું અને તેનો જીવ બચાવી લીધો.

image source

લખનૌમાં રહેતા દોઢ વર્ષના માસૂમ બહળકને છેલ્લા ચાર દિવસથી ઉલ્ટિઓ થઈ રહી હતી. ત્યાર બાદ તે એકધારું રડી પણ રહ્યો હતો. આ દરમિયાન તેના કુટુંબીજનોને કશી જ ખબર નહોતી પડી. છેવટે ચિંતિત થઈને તેઓ બાળખને લઈ અહીંના ગોમતીનગર વિશાલખંડમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડોક્ટરે તે બાળકનો એક્સરે કઢાવ્યો તેને ચકાસતાં ડોક્ટરને જોવા મળ્યું કે બાળકના પેટમાં મોતીની માળા છે. આ જોઈને બાળકના પરિવારજનોને પણ વિશ્વાસ ન થયો.

image source

પરિવારજનોએ જણાવ્યું કે તેમના ઘરમાં આવી કોઈ માળા હતી જ નહીં. આ બધું જાણ્યા બાદ ડોક્ટરોએ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો. જ્યારે ડોક્ટરે તે બાળકના પેટ પર ચીરો લગાવ્યો ત્યારે તેમાં કેટલાક ઉપકરણો દેખાવા લાગ્યા. આ જાણ્યા બાદ ડોક્ટરને ખબર પડી કે તે ચુંબકના મોતીઓની માળા હતી. પછી ડોક્ટરોએ લોખંડના ઉપકરણથી મોતીઓની શોધ કરવાનું સરૂ કર્યું તો તેમણે જોયું કે આંતરડામાં ચુંબકના મોતી એકબીજા સાથે ચોંટી ગયા હતા અને તે જ કારણે તેના આંતરડા યોગ્ય રીતે કામ નહોતા કરી રહ્યા.

image source

આ વિષે ડોક્ટરનું કહેવું હતું કે મોતી નાના અને મોટા આંતરડામાં પહોંચી ગયા હતા. જે એકબીજા સાથે ચોંટી ગયા હતા. નાના આંતરડામાં પાંચ અને પેટના પાછળના ભાગમાં એક કાણું પડી ગયું હતું. લગભઘ પાંચ કલાક આ બાળકનું ઓપરેશન ચાલ્યું હતું ત્યાર બાદ તેના આંતરડા તેમજ પેટમાંથી ચુંબકના મોતી કાઢવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ બાળકની સ્થિતિ સુધરી ગઈ હતી અને હાલ બાળક સ્વસ્થ છે.

image source

જ્યારે ઘરમાં નાનકડું બાળક હોય ત્યારે માતાપિતાએ તેમજ તેની સાથે રહેતા મોટા લોકોએ એ વાતનું સતત ધ્યાન રાખતું રહેવાનું હોય છે કે બાળક કોઈ પણ હાનીકારક વસ્તુ પોતાના મોઢામાં ન નાખે. ઘણીવાર આવી બેદરકારીના કારણે બાળકનો જીવ પણ જતો રહેતો હોય છે. ઘણીવાર તમારા સાંભળવામા આવ્યું હશે કે બાળકે સિક્કો ગળી લીધો હોય અને તેનો શ્વાસ રુંધાઈ ગયો હોય. માટે માતાપિતાએ તેમજ બાળકની સંભાળ લેનારાએ હંમેશા સાવચેતી રાખવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ