ફોલો કરો આ મેક અપ ટિપ્સ, અને લોકોની નજરમાં બની જાવો એકદમ સ્માર્ટ

આ મેકઅપ ટીપ્સથી તમે વાર-તહેવારે બનશો આકર્ષણનું કેન્દ્ર

image source

તમારી ત્વચા આંતરીક રીતે સ્વસ્થ અને સુંદર રહે તે તો મહત્ત્વનું છે જ પણ ઘણીવાર એવું શક્ય નથી હોતું કે તમારી ત્વચા સ્પોટલેસ દેખાય. તો તેવા સમયે તમને મેકઅપ કામ લાગે છે. આજે મેકઅપ હવે સ્ત્રીઓ અવારનવાર કરતી થઈ ગઈ છે.

ઘરની બહાર નીકળવું હોય તો પણ લીપસ્ટીક અને કાજલ તો મસ્ટ થઈ ગયા છે અને જો તમે ઓફિસમાં હોવ કે પછી કોલેજ જતાં હોવ તો તામરે હળવો મેકઅપ પણ કરવો પડતો હોય છે.

image source

પણ ઘણીવાર મેકઅપ તમારા ચહેરાને બગાડી મુકતો હોય છે અથવા તો તમારા લૂકને બોરીંગ બનાવી મૂકતો હોય છે. જો તમે અવારનવાર બ્લેક મસ્કારા કરતાં હોવ તેનો રંગ બદલીને કંઈક નવો જ એક્સપરિમેન્ટ કરો, જેમ કે બ્લૂ કે પછી ગ્રીન શેડનો યુઝ કરો તે તમારા લૂકે એક અલગ જ ઉઠાવ આપશે.

અને તેવા વખતે તમને કેટલીક ટીપ્સની જરૂર પડે છે. તો આજે અમે તમને જણાવીશું કેટલીક મેકઅપ ટીપ્સ વિષે.

image source

ઘેરી લીપસ્ટીકનો ટ્રેન્ડ – ડાર્ક લીપ કલર્સ

આ વર્ષમાં જો તમે કોઈ નવી લીપસ્ટીક ખરીદવા જઈ રહ્યા હોવ તો તેમાં કેટલાક ડાર્ક શેડ્સનો પણ ઉમેરો કરજો. જેમ કે રેડ, પર્પલ, બ્રાઉન, મરુન વિગેરે, કારણ કે 2020માં તમને આ લીપ કલર હટકે દેખાવવામાં મદદ કરશે.

image source

આ કલર્સની ખાસીયત એ છે કે તે કોઈ પણ સ્કીન ટોનની સાથે સારા લાગે છે અને તે તમને એક મોડર્ન લૂક આપે છે. તેમ છતાં તમને જો અખતરો કરવામાં બીક લાગતી હોય તો તમે બેરી રેડ રંગ પર જતાં પહેલાં ધીમે ધીમે શેડ બદલીને ઘેરા રંગ તરફ જાઓ.

બશી આઇબ્રોઝ (ઘાટી-વિખરાયેલી આઈબ્રોઝ)

image source

જે લેડીઝને આઇબ્રોઝ કરાવવાનો બહુ જ કંટાળો આવતો હોય તેમના માટે સારામાં સારા સમાચાર. જો તમને એવું લાગતું હોય કે શાર્પ આઇબ્રોઝ, વેલ શેઇપ્ડ આઇબ્રોઝ તમને આકર્ષક બનાવે છે તો 2020નો ટ્રેન્ડ કંઈક અલગ જ છે.

હવે મહિલાઓ તેમની કૂદરતી આઇબ્રોઝને ફ્લોન્ટ કરી શકશે. કુદરતી આઈબ્રો તમને એક અલગ લૂક આપે છે અને ક્યારેક ક્યારેક તે તમને ઓર વધારે યંગ દેખાવામાં પણ મદદ કરે છે.

image source

 

હવેની વાર જ્યારે તમે આઇબ્રો કરાવવા જાઓ ત્યારે તમારે એકદમ ક્લીન આઇબ્રો નહીં કરાવીને માત્ર વધારાના વાળ જ કઢાવવા. બસ થઈ ગયું. તમારી આઈબ્રોનો કૂદરતી શેઇપ અને ગ્રોથ તમને સુંદર બનાવશે.

મિસમેચ્ડ આઇશેડો

image source

તમને આ સાંભળીને કદાચ વિચિત્ર લાગે પણ જો તમને તમારા લૂક સાથે પ્રયોગો કરવા ગમતા હોય તો હાલ આ મિસમેચ્ડ ટ્રેન્ડ વાયરલ છે. તેના માટે તમારે તમારી આંખોને આકર્ષક દેખાડવા માટે કોઈ જ મેચીંગ આઇશેડો લગાવાની જરૂર નહીં પડે તમે બે અલગ કલર પણ વાપરી શકશો.

જો તમારો ડ્રેસ રેડ એન્ડ ગ્રીન હોય કે પછી યેલો એન્ડ બ્લૂ હોય તો તમે તે પ્રમાણે આઇશેડો વાપરી શકો છો.

ગ્લીટરી આઈ મેક-અપ

image source

આજકાલ ગ્લીટરનો જમાનો છે. ગયા વર્ષે પણ ગ્લીટરી લૂક હીટ રહ્યો હતો આ વર્ષે પણ તેવું જ થશે. જો તમે બહું ભડકીલો મેકઅપ ન કરવા માગતા હોવ પણ છતાં કંઈક એટ્રેક્શન ઉભું કરવા માગતા હોવ તો.

ગ્લીટરી આઇશેડોઝ અને લાઇનરનો ઉપયોગ કરી શકો છો. જો કે તેને લગાવવું ઘણું સરળ છે પણ તેને કાઢવું ઘણું મુશ્કેલ છે. માટે તેને વાપરતા પહેલાં તેના વિષે વિગતે જાણી લેવું યોગ્ય રહેશે.

સબટલ લીપ સ્ટેઇન

image source

તમારે આકર્ષક દેખાવા માટે દર વખતે બોલ્ડ લીપ કલર વાપરવાની કોઈ જ જરૂર નથી. કારણ કે આ વર્ષે સબટલ લીપ સ્ટેઇન ટ્રેન્ડમાં છે.

જે મહિલાઓને લીપસ્ટીક કરવી પસંદ ન હોય અથવા જેમને તેના રંગ ઘણા લાઉડ લાગતા હોય તેવી મહીલાઓ આ લીપ સ્ટેઇન્સ વાપરી શકે છે જે તમારા હોઠને હાઇડ્રેટ પણ રાખશે અને તમને હળવો રંગ પણ આપશે.

image source

આ ઉપરાંત આ લીપ સ્ટેઇન્સ કે ટીન્ટમાં કોઈ કેમિકલ પણ નથી આવતા માટે તે તમારા હોઠને પણ હેલ્ધી રાખે છે.

નો મેક-અપ લૂક

image source

તમને નો મેક-અપ એટલે કે મેકઅપ વગરનો લૂક અહીં વાંચીને આશ્ચર્ય થતું હશે. પણ આજકાલ આ લૂક પણ ઘણો ટ્રેન્ડીંગ છે. તમે બોલીવૂડની કેટલીક એક્ટ્રેસીસ પણ મેકઅપ વગર જાહેરમાં જોવા મળતી હશે.

આ લૂક તમને કોઈ પણ જાતનું ટેન્શન નહીં આપે કારણ કે તેમાં તમારે કશું જ કરવાનું નથી. માત્ર તમારા કુદરતી ફ્રેશ લૂકને જ બતાવવાનો છે. જે ઘણા લોકોને તમારી તરફ આકર્ષશે.

image source

એમ પણ આજકાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિગેરે પર જે પ્રકારની પ્રોફાઈલ લોકો મૂકે છે અને જ્યારે તે વ્યક્તિને વાસ્તવમાં જોવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ ઓળખાતી જ નથી હોતી તેટલી અલગ લાગે છે.

તો આવા સંજોગોમાં તમારે તમારી જાતને કે પછી લોકોને છેતર્યા વગર તમારા ઓરિજનલ નેચરલ લૂકમાં રહેવાનો એક્સપરીમેન્ટ પણ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ