રોજ શિયાળામાં ખાઓ સંતરા, સ્વાસ્થ્યથી લઇને ત્વચા રહેશે એકદમ ફ્રેશ

શિયાળામાં સંતરા ખાવાનું કરી દો શરુ, ત્વચા અને સ્વાસ્થ્ય બંને રહેશે ફ્રેશ

શિયાળામાં આમ તો અનેક ફળ માર્કેટમાં મળે છે. પરંતુ સૌથી સંતરા ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. સંતરા એવું ફળ છે જે નાનાથી લઈ મોટા સુધીને સૌ કોઈને ભાવે છે. વિટામિન સી, ફાઈબર જેવા ગુણથી ભરપૂર સંતરા શરીરને ફીટ રાખવામાં મદદ કરે છે અને ત્વચાની રંગત પણ વધારે છે. તો ચાલો વિગતવાર જાણીએ કે સંતરા શિયાળામાં શા માટે ખાવા જોઈએ.

image source

વાયરલ અને શરદીથી બચાવ

સંતરામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. એક સ્ટડીમાં સાબિત થયું છે કે વિટામિન સી શરીરમાં વાઈટ સેલ્સ વધારવામાં મદદ કરે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી શરીરને વાયરલ તેમજ શરદીના બેક્ટેરિયાથી લડવામાં મદદ મળે છે.

હાડકા મજબૂત કરે છે

image source

શું તમને ખબર છે કે સંતરા કેલ્શિયમનો પણ સારો સોર્સ છે ? જો તમને હાડકા મજબૂત કરવા માટે દૂધ પીવું ન ગમતું હોય તો શિયાળામાં સંતરા ખાવાનું શરૂ કરી દો. કારણ કે તેનાથી પણ તમારા હાડકા મજબૂત થશે.

બ્લડ પ્રેશર

image source

શિયાળામાં બ્લડ પ્રેશર વધી જવા કે ઘટી જવાની શક્યતા વધારે હોય છે. આ સમસ્યાને દૂર કરવા સંતરાનું સેવન કરવું જોઈએ. આ ફળ એંટી ઓક્સિડેંટથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

હાર્ટ માટે હેલ્પફુલ

image source

સંતરા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે. આ કારણે તે ડાયાબીટીસ અને હૃદયના દર્દીઓ માટે ગુણકારી સાબિત થાય છે. કારણ કે વધારે કોલેસ્ટ્રોલ બીપીને અસર કરે છે અને તેના કારણે હાર્ટનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

પથરીની સમસ્યા કરે દૂર

image source

એક સ્ટડી અનુસાર રોજ એક સંતરુ ખાવાથી પથરી થવાની સંભાવના ઘટી જાય છે. આ સાથે જ કિડની પર જામેલી ચરબી પણ દૂર થાય છે.

પેટ રહેશે ટનાટન

image source

ઠંડીમાં એવા લોકોએ ખાસ સંતરું ખાવુ જોઈએ જેમને પેટની તકલીફો સતાવતી હોય. આ સમસ્યાને દૂર કરવા માટે પણ સંતરા મદદરૂપ સાબિત થાય છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે જેનાથી તેને પચાવવા સરળ હોય છે. તેનાથી પેટ પણ સાફ થાય છે.

સારી ઊંઘ

image source

સંતરામાં એંટી ઓક્સિડેંટ અને ફ્લેવોનોઈડ્સ હોય છે જે ખાસ ન્યૂરોટ્રાંસમીટરને રિલીઝ કરવામાં મદદ કરે છે. તેનાથી યાદશક્તિ તેજ થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. તો જેમને રાત્રે ઊંઘ ન આવતી હોય તેમણે સંતરાનું સેવન નિયમિત કરવું જોઈએ.

ત્વચા માટે લાભકારી

image source

ત્વચા ચમકતી રાખવી હોય તે પણ કોઈપણ કેમિકલ પ્રોડક્ટના ઉપયોગ વિના તો સંતરા જરૂરથી ખાઓ. સંતરામાં વિટામીન સી અને એટીંઓક્સિડેંટ હોય છે જે ડેમેજ સ્કીન સેલ્સને રીપેર કરે છે અને ત્વચા પર ગ્લો લાવે છે. સાથે જ સંતરાનું સેવન કરવાથી ખીલની તકલીફ પણ દૂર થાય છે. સંતરાનું સેવન ત્વચાની રંગત વધારે છે અને ત્વચા યુવાન દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ