સાઉદી અરેબિયામાં વિશ્વાસ ના આવે તેવી જિંદગી જીવી રહી છે ત્યાંની મહિલાઓ. વાંચીને ચોંકી જશો!

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત સિવાય એક પણ દેશે મહિલાઓ ને કાયદાકીય રીતે સમાન દરરજો આપ્યો ન હતો , અમેરિકા એ પણ મહિલાઓને મત આપવાની પરવાનગી આઝાદી ના ઘણા વર્ષો પછી છેક 1920 મા આપી હતી અમેરિકા કરતા પણ મધ્ય પૂર્વ ના દેશો માં મહિલાઓ ની સ્થિતિ આનાથી પણ વધુ ખરાબ હતી

જોકે સાઉદી અરેબિયા માં મહિલાઓ ને ડ્રાઈવિંગ ની પરમીશન આપી દિધી છે, જે એક સકારાત્મક પગલું ગણવા માં આવે છે પરંતુ હજી પણ કેટલીક એવી બાબતો છે જ્યાં મહિલા ઓ ને આઝાદી આપવામાં આવી નથી તો કઈ કઈ બાબતો છે આપને આગળ જાણીએ.

image source

બધા કામ માં ઘર ના મુખ્ય વડીલ ની આજ્ઞા લેવી ફરજીયાત

જો તમારે હરવા ફરવા કે લગ્ન કરવા માટે અથવા તો તલાક લેવા માટે પણ ઘરના મુખીયા ની આજ્ઞા લેવી પડે તો કેવું થશે ઉદાહરણ તરીકે જો રક્ષક જ ભક્ષક બની જાય તો તમે ન્યાય માટે કોના દરવાજા ખટખટાવશો અને જો તમે પોલીસ પાસે ન્યાય ની આશા રાખી રહ્યા છો તો તે તમે ભુલીજ જજો કારણકે પોલીસ પાસે જવા માટે પણ તમારે ઘરના વડીલ પુરુષ ની આજ્ઞા લેવી પડે છે અને બીજો રસ્તો એ છે કે તમે ન્યાય ની આશા જ છોડી દો.

આવા ઘણા ક્રૂર મહિલા વિરોધી કાયદા ત્યાંના બંધારણ માં લખવામાં આવ્યા નથી છતાં પણ આ કાયદા નૂ પાલન સાઉદી અરેબિયામાં કઠોર રીતે કરવામાં આવે છે. સાઉદી અરેબિયામાં સ્ત્રીઓ પર પુરુષો નું રાજ ચાલે છે પછી તે ભલે કોઈ પિતા , ભાઈ , કાકા અથવા તો પતિ પણ હોઈ શકે છે પારિવારિક નિયમો પ્રમાણે મહિલા ની રક્ષા કરવાની જવાબદારી પણ ઉપર ના લોકો ની જ અહોય છે જેને ” વલી ” તરીકે ઓળખવામાં આવે છે, અને દરેક જરૂરી કામ કરતા પહેલા વલી ની પરવાનગી લેવી ફરજીયાત છે જે પાસપોર્ટ થઈ લઇ ને લગ્ન ને છુટા છેડાં કે પછી કોઈ પણ કાયદાકીય કોન્ટ્રાક્ટ પર સાઈન કરવાનું હોય શકે છે

image source

જોકે અમે તમને બતાવીશું આ ક્ષેત્રો માં કેટલોક સુધાર પણ આવ્યો છે

કારણકે સાઉદી અરેબિયા પર કિંગ સલમાન ના શાસન પછી કેટલાક સામાન્ય સુધારા કરવામાં આવ્યા હતા તેણે કેટલીક વસ્તુઓ માટે પરમિશન લેવા નું પ્રતિબંધિત કરાવી દીધું હતું જેમાં નોકરી અથવા તો યુનિવર્સિટી માં એડમિશન લેવા જેવી કેટલીક બાબતો નો સમાવેશ થાય છે

સ્ત્રીઓ માટે બુરખા વગર બહાર નીકળવું છે એક ગુનો જો સ્ત્રીઓ ને બહાર હરવા ફરવા ની સંમતિ મળી જાય તો હવે વાત આવે છે મહિલાઓના પોશાક ની જો સાઉદી અરેબિયા ની કોઈ પણ સ્ત્રી ને બહાર જવાનું થાય તો તેને લાંબો બુરખો અને મો પર સ્કાર્ફ બાંધવો ફરજિયાત છે સામાન્ય રીતે ત્યાંના લોકો આ પોશાક ને ” અબયા ” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્ત્રીઓ ને પોતાનું સંપૂર્ણ શરીર ઢાંકવાનું હોય છે, કારણકે ત્યાંના ના કેટલાક રૂઢિચુસ્ત લોકો નું એવું માનવું છે કે મો બતાવવું અને શૃંગાર કરવો એ તેને ધરમ ઇસ્લામ ની વિરુદ્ધ છે. સાઉદી અરેબિયામાં પોશાક ને ઇસ્લામ ધર્મ ઉપર થી નક્કી કરવામાં આવ્યો છે.

આ નિયમ બધા વિસ્તારો માટે અલગ અલગ છે જ્યાં મહિલાઓ ને બહાર નીકળતા પહેલા આ પોશાક પહેરવો ફરજીયાત છે

ચાલો આ વાત તો આપણા ગળે ઉતરી ગયી પણ હવે હદ તો ત્યાં થઈ ગયી કે અબયા માં કોઈ પણ પ્રકાર ની સજાવટ કે ભરતકામ કે કોઈ પણ હીરા મોટી જડેલા ના હોવા જોઈ એ અબયા ખૂબ જ ઢીલા હોય છે જેમાં કોઈ પણ ભાગ માં છિદ્ર કે કપાયેલો ભાગ હોતો નથી તેને સળંગ કાપડ માં થી બનાવામાં આવે છે

સ્ત્રી ને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વાત કરવા બદલ માફી અપાતી નથી! જ્યાં બીજી દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ છે. ત્યારે કેટલાક દેશો એવા છે કે જેને તેમના દેશની મહિલાઓના વિદેશી પુરુષો સાથે વાત કરવાનો સખત વાંધો છે. અહીં સાઉદી અરેબિયા કેવી રીતે પાછળ રહી શકે.

image source

ખરેખર, મહિલાઓને અજાણ્યા પુરુષોનો સંપર્ક કરવાનો અહીં સખત પ્રતિબંધ છે. જો કે, આ વસ્તુ પુરુષો માટે પણ લાગુ પડે છે. આ રીતે સંપર્કમાં રહેવું ગેરકાયદેસર માનવામાં આવે છે. એ પણ જાણી લો કે, જો આમાં કોઈ દોષી સાબિત થાય છે, તો આ માટે સજાની જોગવાઈ પણ છે.

જોકે સજાની જોગવાઈ બંને માટે છે. પરંતુ, તે મહિલાઓ પર વધુ કડક રીતે લાગુ પાડવામા આવે છે. અજાણ્યા પુરુષો અને સ્ત્રીઓનો સામનો ઓછો થાય તે માટે અહીં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સાર્વજનિક સ્થળોએ અને ટ્રાન્સપોર્ટ માં મહિલાઓ અને પુરૂષો બન્ને માટે જુદા જુદા પ્રવેશદ્વાર રાખેલા છે. પછી ભલે તે બગીચા ની વચ્ચે હોય ત્યારે સ્વિમિંગ પૂલ માં નહાવાની વ્યવસ્થા પણ સંપૂર્ણપણે અલગ કરવામાં આવેલી હોય છે.

image source

આ પ્રકારની ગોઠવણી આખા સાઉદી અરેબિયામાં છે.

ત્યાં, દરેક જગ્યાએ સ્ત્રી અને પુરુષો નો સંપર્ક ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે પરંતુ તેને એક દિવસ આ વિચારસરણી માંથી બહાર આવવું જ પડશે જો આવી પરિસ્થિતિઓ નો સામનો કરવો હોય તો મહિલાઓ એ બળવો કરવો જ પડશે.

image source

મહિલાઓને કોઈ પણ પર પુરૂષ સાથે વાત કરવાની મંજૂરી નથી જો તમે ભૂલથી ને પણ ફેશન મેગેઝીન વાંચી લીધી તો…

જો પૂછવામાં આવે કે વિશ્વમાં ક્યાં દેશમાં મહિલાઓ અને પુરુષો માટે સૌથી અલગ વ્યવસ્થા છે ! તો આ લિસ્ટ માં સાઉદી અરેબિયાનું નામ ટોચ પર આવશે. જ્યા મહિલાઓ ને કબ્રસ્તાનમાં જવા માટે સખત પ્રતિબંધ છે, તેમ તેમના માટે ફેશન મેગેઝિન વાંચવી એ પણ અશક્ય છે. ત્યાં ની સરકારે દરેક પ્રકારે કઈ રીતે સ્ત્રીઓ ને કાબુ મા કરવા માટે જ કાયદા ઘડ્યા જોય તેવું લાગે.

image source

હજુ આગળ અમે તમને કેટલીક વધુ બાબતો જણાવીએ …

સ્ત્રીઓને ત્યાં બિન-મુસ્લિમ સાથે લગ્ન કરવાની મંજૂરી નથી. વળી, સુન્ની મુસ્લિમ સ્ત્રી શિયા પુરુષ અને નાસ્તિક સાથે પણ લગ્ન કરી શકતી નથી. આ સિવાય તેમને સમાન સંપત્તિનો પણ અધિકાર નથી.

image source

સાઉદી માં બહેનને તેના ભાઈને મળેલી સંપત્તિ ની સામે અડધો હિસ્સો જ આપવામાં આવે છે.

ત્યાં સૌથી દયનીય પરિસ્થિતિ નો અંદાજ તો આ વાત પર થી તમને આવી જ જશે કે છુંટાછેડા પછી સાત વર્ષથી ઉપરના બાળકને મહિલાઓ સાથે પણ રાખી શકતી નથી ત્યાંનો આ કાયદો પણ માતાની લાગણી દુભાવવા માં કોઈ કસર છોડતો નથી.

image source

જો કે, એવું નથી કે હજી પણ પહેલા જેવી જ પરિસ્થિતિ છે. મહિલા ના અધિકારો માટે ત્યાની મહિલાઓ હવે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. મહિલાઓ ને ડ્રાઇવિંગ કરવાની પરવાનગી મળવી એ તેના માટે સૌથી મોટી જીત માનવા માં આવે છે.

ત્યાં ધીમે ધીમે ખરું, પરંતુ ફેરફારો આવવાનું શરૂ થયું છે .આપણે એવી આશા રાખી એ કે ટૂંક સમયમાં ત્યાં આપણને મહિલાઓની સુંદર તસવીર જોવા મળશે, અને તે ત્યારે જ શક્ય થશે કે જ્યારે ત્યાંના દરેક ઘરની મહિલાઓ પોતા ના હક ને જાણે અને તેના હક માટે લડે.

image source

તમને શુ લાગે છે કે આ સ્ત્રીઓ ની ઉપર આ હિટલરશાહી જેવા કાયદા ક્યારે દૂર થશે અને તમને લાગતું હોય કે આ કાયદાઓ અમુક અંશે સાચા છે તો તે તમે કોમેન્ટ માં તમારો અભિપ્રાય જણાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ