એલોવેરાનો કરો આ રીતે ઊપયોગ અને મેળવો ચમકતો ચહેરો ફક્ત થોડાક જ દિવસોમાં!

એલોવેરા એટલે કુંવારપાઠું ત્વચા માટેનું ઉત્તમ અને ગુણકારી ઔષધ

સુંદર દેખાવું કોને પસંદ નથી હોતું ?સુંદરતાને યથાવત રાખવા માટે ચેહરાની અને ત્વચાની સંભાળ રાખવાનું સૌ કોઈ પસંદ કરે છે.ક્યારેક એવું બને કે અતિ સંવેદનશીલ ત્વચા હોય તો બજારમાં મળતા મોંઘા અને કેમિકલ યુક્ત ક્સ્મેટિક્સ પ્રોડક્ટ ત્વચાને નુકશાન કરી શકે છે. આવે સમયે પ્રમાણમાં સસ્તા અને કેટલાક ઓર્ગેનિક તત્વો ત્વચાની સારી સંભાળ રાખવામાં મદદરૂપ બને છે .એટલું જ નહીં તેનાથી પ્રજાને કોઈ જ નુકસાન થતું નથી અને ચહેરાની ખૂબસુરતી પણ લાંબો સમય સુધી જળવાઈ રહે છે.

image source

ચહેરાનું સૌંદર્ય નિખારતાં કુદરતી તત્વો માં એલોવેરા એટલે કુંવારપાઠું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે .ત્વચા માટે એલોવેરા અમૃત સમાન છે કારણ કે તેમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો ત્વચાને તાજગી આપે છે. બાહય પર્યાવરણથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે.

image source

આજકાલની બદલાયેલી જીવનશૈલી, ખાણીપીણીની આદતો અને સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તેમજ વધતા જતા પ્રદુષણને કારણે ત્વચાનું સૌંદર્ય જોખમાય છે, પરંતુ જો દૈનિક એક્ટિવિટીમાં એલોવેરાને ઉમેરવામાં આવે તો તે આ તમામ સમસ્યા સામે લડીને ત્વચાને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

એલોવેરાથી થતા કેટલાક ફાયદાઓ પર નજર કરીએ.

image source

શિયાળાની ઋતુમાં સામાન્ય ત્વચા પણ સુકી પડવા માંડે છે.શિયાળાની સીઝનમાં ઠંડી અને સૂસવાટા મારતા પવન ને કારણે ચામડી નીચે આવેલી તૈલીય ગ્રંથિઓની પીએચ લેવલ ઓછું થવા લાગે છે અને ત્વચા ડ્રાય બને છે ત્યારે એલોવેરામાં ઉપસ્થિત એન્ટી ઓક્સિડેન્ટ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરી હાઇડ્રેટ રાખે છે.એલોવેરા ચામડીનું પીએચ લેવલ પણ જાળવી રાખે છે,જેને કારણે શિયાળામાં પણ ચેહરો મુલાયમ અને ચમકદાર રહે છે.

image source

એલોવેરાની સ્ટીકના ટુકડા કરી તેમાંથી એલોવેરા કાઢી અથવા તો તેનો રસ લઈને હળવા હાથથી ચામડી પર તેનો મસાજ કરવાથી એલોવેરા સીધું જ સ્કિનમાં ઉતરીને ત્વચાનું રક્ષણ કરે છે.

image source

કહેવાય છે કે મહિલાઓને તેમની ઉંમર પૂછવી જોઈએ નહીં તેનું મુખ્ય કારણ એ છે કે કોઇ પણ મહિલા હોય છે તેનાથી નાની વયની દેખાવાનો પ્રયત્ન અચૂક કરે છે અને એના માટે તે હંમેશા પોતાના સૌંદર્ય પ્રત્યે સતર્ક રહે છે .એલોવીરા વય છૂપાવવામાં મદદરૂપ બની શકે છે. એલોવેરામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો ઉપરાંત વીટામીન એ ,બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોવાને કારણે તે ત્વચાને મૂળમાં પોષણ પૂરું પાડે છે. એલોવેરમાં રહેલુ પોલિસેચ્યુરાઇઝડ તત્વ ત્વચાને રિજનરેટ કરી ત્વચાની તાજગી જાળવી રાખે છે એટલું જ નહીં ઉંમરને કારણે આવતી કરચલીઓ રોકવામાં પણ એલોવેરા મદદરૂપ બને છે.

image source

એલોવેરામાં જેતુનનું તેલ મિક્સ કરીને ચહેરા પર તેનું માસ્ક લગાવ્યા બાદ ત્રીસ મિનિટ બાદ ચહેરો હૂંફાળા પાણીથી ધોઈ લેવો જોઈએ.એલોવેરા અને જેતુનના તેલ ના મિશ્રણનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાની યુવાની લાંબો સમય સુધી જળવાઈ રહે છે.

image source

પ્રેગનેન્સી સમયે પડતા સ્ટ્રેચમાર્ક પણ એલોવેરા દૂર કરી શકે છે.સ્ટ્રેચમાર્ક ઉપર નિયમિત રીતે એલોવેરાનો રસ લગાવવાથી ત્વચા ફરી વખત તેના મૂળ રૂપમાં આવે છે .જો પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેચમાર્ક પડ્યા પહેલા જ એલોવીરા મસાજ કરવામાં આવે તો પણ સ્ટ્રેચમાર્ક પડતા રોકી શકાય છે.

image source

સ્ટ્રેચ માર્ક ઓછા કરવા માટે એલોવીરામાં ગુલાબ જળ મિક્સ કરી અને હળવે હાથે લગાવો ત્યારબાદ 15 20 મિનિટ બાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવું જોઈએ.

image source

ચહેરા પર થતા ખીલ અને ફોડલીઓની પણ એલોવેરા દૂર કરે છે. ખીલ અને ફોડલીઓની સમસ્યા ચહેરાની સુંદરતાને અવરોધે છે .એના નિવારણ માટે લોકો બજારમાં મળતા મોંઘા માં મોંઘા products નો ઉપયોગ કરે છે. પિંપલ્સ અને સ્કારને દૂર કરવા માટે સૌથી પહેલા pimples થવાનું કારણ સમજી લેવું જોઈએ. હોર્મોન્સમાં આવતો બદલાવ અને ત્વચાને અનુરૂપ નહોય તેવા અ યોગ્ય મોઇશ્ચરાઇઝર ને કારણે ચહેરા ઉપર ખીલની સમસ્યા સર્જાય છે. કારણ કોઈ પણ હોય પણ એલોવીરામાં રહેલું એન્ટીબેક્ટેરિયલ તત્વ ખીલ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાને ખતમ કરવા સક્ષમ હોય છે .એટલું જ નહીં તે ત્વચાની અંદર નવા સેલ બનાવવામાં પણ મદદરૂપ બને છે.એલોવેરા ખીલને સર્જાયેલા ખાડા અને સ્કારને ભરવામાં પણ ઉપયોગી છે॰એલોવેરામાં રહેલી એન્ટિ-ઇન્ફ્લેમેટરી properties ખીલને ઝડપથી હીલ કરવામાં મદદરૂપ બને છે.

image source

એલોવેરાનો રસ અને પલ્પ હળવા હાથે લગાડી તરફથી તેના પર મસાજ કરી ચહેરો ધોઇ નાખવાથી ખીલથી સમસ્યામાંથી છુટકારો મળે છે. ખીલથી પડેલા ડાઘ પણ ઓછા થાય છે.

image source

દાઝવાથી પડેલા ડાઘા ,પિગ્મેંટેશન અને સનબર્નમાં પણ એલોવેરાનો રસ ઉપયોગી છે.ઘરમાં હોઇએ કે બહાર હોઈએ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વંચાને નુકસાન પહોંચાડે છે જે pigmentation સ્વરૂપે ચહેરા પર નીકળી આવે છે. એલોવેરામાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ તત્વ ચામડીને ભીતરથી ઠંડી કરવામાં મદદરૂપ થાય છે અને સ્કિનને પોષણ પણ પૂરું કરે છે .જેને કારણે સૂર્યના કિરણોથી ત્વચાનું રક્ષણ થાય છે અને ત્વચા ચમકદાર ડાઘ રહિત અને સુંવાળી રહે છે.

image source

એલોવેરાનો રસ ચહેરા ઉપર લગાવી ને તેને સૂકાવા દેવું ત્યારબાદ તાજા ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરવો. એલોવેરાના રસમાં લીંબુનો રસ પણ મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ