ઓફ શોલ્ડર ગાઉનમાં જાન્હવીએ ફેન્સને કર્યા પાગલ, લગ્નની આવવા લાગી ઓફર્સ…

ઓફ શોલ્ડર ગાઉનમાં જાન્હવીએ ફેન્સને કર્યા પાગલ, લગ્નની આવવા લાગી ઓફર્સ

image source

જાહ્નવી કપૂરે જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે ત્યારથી દીવસેને દીવસે તેનું ફેન ફોલોઇંગ વધતું જઈ રહ્યું છે. તેણી ફિલ્મ કરી રહી હોય કે પછી કોઈ ફંક્શનમાં હાજરી આપી રહી હોય તેણીના લુકને હંમેશા પસંદ કરવામાં આવ્યો છે. આજે પણ તેણીનો બેકલેસ ગાઉનવાળો લૂક ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને તેણીના ફેન્સને પણ તેણીનો આ લૂક એટલી હદે ગમી રહ્યો છે કે તેણીને મેરેજના પ્રપોઝલ આવવા લાગ્યા છે.

image source

તાજેતરમાં જાહ્નવી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટચલીક તસ્વીરો પોતાના ફેસન્સ સાથે શેર કરી છે. અને ત્યાર બાદ તેની આ તસ્વીરો સમગ્ર સોશયિલ મિડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહી છે. તેણીની આ તસ્વીરમાં તેણીએ પર્પલ રંગનો ઓફ શોલ્ડર સ્વીટહાર્ટ નેકવાળો ગાઉન પહેર્યો છે જેમાં તેણી અત્યંત આકર્ષક લાગી રહી છે. ગાઉન પરનો થાઈ હાઇ સ્લિટ ગાઉનને ઓર વધારે હોટ બનાવી રહ્યો છે. તેણીની મેસી હેરસ્ટાઇલના કારણે તેણી ઓર વધારે ગોર્જીયસ લાગી રહી છે. આ ઉપરાંત તેણીની એસેસરીઝ પણ તેને ઓર વધારે ગ્લેમરસ બનાવી રહી છે.

image source

ઓફ શોલ્ડર ગાઉનમાં તેણીએ ગળામાં સુંદર લાંબો નેકલેસને પહેર્યો છે. અને હાથમાંનું અનાકા જ્યુલ્સનું બ્રેસલેટ અને આઉટ હાઉસ જ્વેલરી બ્રાન્ડની ફીંગર રીંગ્સ પણ તેણીના આ લૂકને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે. તેણીને મોહિત રાય દ્વારા સ્ટાઇલ કરવામાં આવી છે. જો કે તેણીએ પોતાના લૂકમાં મેકઅપ ખુબ હળવો રાખ્યો છે.

image source

તેણીની આ તસ્વીરો જોઈ ફેન્સ તેને ઉપરા ઉપરી કમેન્ટ્સ કરવા લાગ્યા, એક યુઝરે લખ્યું, ‘કોઈ આટલું સુંદર કેવી રીતે લાગી શકે !’ તો વળી કોઈ યુઝરે તેણીને હોટ જણાવી તો વળી એક યુઝરે તો તેણી સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. તમે પણ જુઓ આ આકર્ષક તસ્વીર. આ તસ્વીરને અત્યાર સુધીમાં પાંચ લાખ કરતાં પણ વધારે ફેન્સે પસંદ કરી છે.

image source

સામાન્ય રીતે જાન્હવી જાહેરમાં કુર્તા-પાઇજામા તેમજ વર્કાઉટ ક્લોથ્સમાં જ જોવા મળી છે. પણ આ વખતે તેના આ લૂકે ઘણા લોકોની આંખો પહોળી કરી દીધી છે. તેણીનો આ પર્પલ ગાઉન અલિના અનવર કુચર દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો છે. ઘણી જાણીતી હસ્તીઓ આ લેબલના વસ્ત્રો પહેરી ચુકી છે. અમને તો જાન્હવીનો આ લૂક ખુબ જ આકર્ષક લાગ્યો.

image source

તમને જણાવી દઈએ કે હાલ જાન્હવી કપૂર ધી કારગિલ ગર્લ અને રુહી અફઝા તેમજ કરણ જોહરની લોંગ ટાઇમ અવેટેડ ફિલ્મ દોસ્તાના 2માં કામ કરી રહી છે. ગયા અઠવાડિયામાં કારગિલ ગર્લના કેટલાક પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યા હતા જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મ દોસ્તાના ટુમાં દર્શકોને એક નવી જ સ્ટાર કાસ્ટ જોવા મળશે. આ ફિલ્મમાં જાન્હવી કાર્તીક આર્યાન અને ન્યુકમર લક્ષ સાથે જોવા મળશે. આશા છે કે તેની આવનારી ફિલ્મો બોક્ષ ઓફિસ પર સુંદર દેખાવ કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ