મહિલાઓની ૭ સમસ્યાઓનો ઉકેલ છે આ રીતે બનાવેલું અજમાનું પાણી – જાણો કેમ?

અજમો અકસીર ગુણકારી ઔષધ

સાત પ્રકારની તકલીફને ભગાડતા એક ચપટી અજમાના ઔષધીય તત્વોથી ભરપૂર અજમાના ગુણધર્મો જાણીએ.

આયુર્વેદમાં કીધું છે કે ‘એકા યમાની શતમન પાચિકા ‘એટલે કે અજમાની અંદર શો પ્રકારના ખોરાકને પચાવવાની તાકાત છે. વિચાર કરો કે અજમો કેટલો બધો ગુણકારી છે.

image source

પેટના રોગમાં તો આપણે બહુ જ આસાનીથી વિપુલમાત્રામાં અજમાનૌપયોગ કરીએ છીએ. નાના બાળકને પણ ખબર છે કે એક ચમચી અજમો ફાકી જવાથી પેટનો દુખાવો પણ દૂર થશે.અજમાનો આ ઉપયોગ તો એટલો બધો આપણા દૈનિક આહારમાં વણાઈ ગયેલો છે.

આપણા રસોડામાં એક નિશ્ચિત સ્થાન પામેલો અજમો પેટનાં રોગોમાં તો ઉપયોગી છે જ પણ અન્ય રોગો માટે પણ આયુર્વેદમાં અજમાનો છૂટથી ઉપયોગ કરવામાંઆવે છે.

image source

આયુર્વેદિક નિષ્ણાતો જણાવે છે કે નયણાકોઠે અજમાનું પાણી પીવામાં આવે તો એ પૂરા શરીર માટે ફાયદાકારક છે.અજમો ફાઇબર, કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન ઉપરાંત ફોસ્ફરસ ,કેલ્શિયમ ,આયન નિકોટિનિક એસિડ જેવા મિનરલ્સ ધરાવે છે .અજમામાં રહેલું થાઇમોલ અજમાને એક અલગ સ્વાદ અને સુગંધ પ્રદાન કરે છે..વાયુ અને કફ ની પ્રકૃતિવાળા માટે અજમો અકસીર ઔષધ છે.

અજમાનું પાણી બનાવવાની પણ એક ચોક્કસ રીત છે.

image source

એક ચમચી અજમો રાત્રે પાણીમાં પલાળી તે પાણીને સવારે ઉકાળીને ગાળી લેવું.ત્યારબાદ તે પાણી ઠંડુ થાય ત્યારે ખાલી પેટે પીવાથી વાત કફ ઉપરાંત પેટના અર્જીણ ની સમસ્યા દૂર થાય છે.પાણી ગાળ્યા બાદ બચેલા અજમાને સૂકવીને તેનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. જમ્યા બાદ આ બચેલો અજમો ફાકી જવાથી ગેસ કબજિયાતની સમસ્યામાં પણ રાહત થાય છે. શરીરના સાંધાઓમાં વાયુ ભરાવવાથી સાંધાનો દુખાવો રહે છે અને હલન ચલનમાં તકલીફ પડે છે. અજમાનું પાણી સાંધામાં રહેલો વાયુ દૂર કરી સાંધાની મૂવમેન્ટને ફ્લેક્સિબલ બનાવે છે અને દુખાવો પણ દૂર કરે છે.

અજમામાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ તત્વ શરીરમાં જમા થતા ટોક્સિક ને પણ દૂર કરે છે.

image source

અજમાના પાણીથી થતા કેટલાક ફાયદાઓ પણ જોઈએ.

  • પેટની સમસ્યામાં અજમાનું પાણી અકસીર ઈલાજ છે. રોજ અજમાનું પાણી પીવાથી પેટના દર્દોમાં રાહત મળે છે.
  • ગેસની તકલીફ જેને નિયમિત પણે રહેતી હોય તેમના માટે પણ અજમાનું પાણી એ રામબાણ ઇલાજ સાબિત થાય છે.

    image source
  • માસિક ધર્મ સમયે થતો દુખાવો પણ નિયમિત અજમાનું પાણી પીવાથી દૂર થાય છે.
  • યુરીન ઇન્ફેકશન માં પણ અજમાનું પાણી ફાયદાકારક છે શરીરમાં જમા થયેલું ટોક્સિક પણ અજમાનું પાણી પીવાથી યુરીન દ્વારા દૂર થાય છે.

    image source
  • અજમાનું થોડું હૂંફાળું પાણી પીવાથી ગળામાં થતો દુખાવો દૂર થાય છે.અજમો કફનો વિકાર દૂર કરે છે .
  • પેટના અપચા અથવા તો દાંતના ઇન્ફેક્શનને કારણે મોઢામાંથી આવતી દુર્ગંધ પણ અજમો દૂર કરે છે.

અજમો ખોરાકને સુપાચ્ય બનાવે છે.એટલું જ નહીં અજમાની અંદર મેટાબોલીઝમ વધારતા તત્વો હોવાને કારણે મેદસ્વીપણું દૂર કરવામાં પણ અજમો ફાયદાકારક છે॰ખાલી પેટે અજમાનું પાણી પીવાથી વજનમાં ઘટાડો થાય છે.

image source

તો હવે એટલું જાની લીધું છે કે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે ચપટી અજમો અતિ ઉપયોગી છે.શરીરમાં રોગ નો ભરાવો થાય અને મોંઘી મોંઘી તથા નુકસાનકારક દવાઓને જીવનમાં સ્થાન આપવું પડે એના કરતા આજથી જ અજમાને નિયમિત પણ આહાર માં સ્થાન આપી અને શરીરને સ્વસ્થ રાખીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ