સૂતા પહેલા ખાઓ આ વસ્તુ – કબજિયાતને કહો ગુડ બાય!

રાતે સૂવા પહેલાં એક નંગ આ ખાઈ લેશો તો કાયમ રહેશે પેટ સાફ… અંજીર ખાવાના બીજા પણ છે અનેક લાભ જાણો…

image source

પેટમાં આપણે જ્યારે હોય ત્યારે કંઈનું કંઈ પધરાવી દેતાં હોઈએ છીએ. જેમાં એ પણ નથી જોતાં કે તેની આપણાં સ્વાસ્થ્ય પર શું અસર પડશે? ઝડપથી જમી લઈને તરત જ કામી ચડી જતી યુવા પેઢીને માટે પેટની નાની મોટી તકલીફ રહેવી આજના સમયમાં ખૂબ જ સામાન્ય વાત થઈ જતી હોય છે.

image source

ક્યારેક ખાવાપીવાની અનિયમિત ટેવોને કારણે અને અવ્યવસ્થિત જીવનશૈલીને લઈને આપણે સતત બેદરકાર રહીએ છીએ. ત્યારે શરીરને અવારનવાર કોઈને કોઈ તકલીફો થતી રહે છે. તેમાં પણ સૌથી વધારે તકલીફ પેટને લગતી રહેતી હોય છે. આ સમસ્યાનું નિકારણ કરવા માટે આપણે અનેક દવાઓ અને ટ્રીટમેન્ટ્સ લઈએ છીએ. પરંતુ જો સમયસર તેની સારવાર ન થાય તો પેટની તકલીફો ધીમેધીમે ગંભીર સ્વરૂપ લઈ લે છે.

પેટને થાય છે અનેક તકલીફો…

image source

જ્યારે પેટને લગતી અનેક તકલીફો થાય છે તેમાં એ.સી.ડી.ટી. ગેસ, કબજિયાત, અજિર્ણ અને પિત્ત જેવી મુશ્કેલીઓ ઊભી થાય છે. ઉલ્ટી થવી, મોળ ચડવી, ઝાડા થવા અને ઓડકાર આવ્યા કરવાથી વારંવાર પીડાવું પડતું હોય છે. ખાધેલો ખોરાક બરાબર ન પચે તો આ તમામ સમાસ્યા થતી હોય છે. પેટની સમસ્યાઓથી બહાર નીકળવા માટે કેટલાક સરળ ઉપાય કરવાથી પણ ફાયદો થતો હોય છે. આવો એવી એક વસ્તુ વિશે જાણીએ, જેનાથી તમને કોઈ વધુ પ્રયત્નો કર્યા વિના જ તર્ત જ ફાયદો થશે.

આ એક વસ્તુ નિયમિત રાતે ખાવાથી રહેશે પેટ સાફ…

image source

પેટ સાફ આવે જેમને સવારે ઊઠીને એમનો આખો દિવસ સારો જતો હોય છે. એવું માનવામાં આવે છે કે દરેક રોગોનું મૂળ પેટમાંથી જ શરૂ થતું હોય છે. જેથી મળ નીકળી જાય તો તે મૂળ પણ સ્વચ્છ રહેશે. આ નિયમને તમે સમજીને ગાંઠે વાળી લો તો શરીરની ઘણી તકલીફોથી મળશે રાહત…

અંજીર ખાવાથી થશે પેટની તકલીફો દૂર…

image source

આપણે અનેક સૂકામેવા ખાતા હોઈએ છીએ. જેનાથી શરીરને ઘણી રીતે ફાયદા થાય છે. તેનામાં રહેલા ગુણકારી તત્વોથી શક્તિ મળે છે. આ સિવાય પણ અનેક ફાયદાઓ થાય છે તેમાં સૌથી મહત્વનું છે તે પેટ સાફ કરવામાં થાય છે મદદરૂપ…

અંજીર કરે છે પેટ સાફ…

આ ઉપાય ખરેખર ખૂબ જ સરળ છે અને અકસીર છે. જો તમે દરરોજ રાતે સૂવા પેલાં એક અંજીરની પીશી ખાઈ લો છો તો તમને તેના અનેક ફાયદાઓ મળે છે. જેમાંથી સૌથી મોટો ફાયદો એજ છે કે સવારે જાગીને તમારું પેટ એકદમ સાફ આવે છે.

image source

અંજીરમાં લગભગ ૧.૪૫ ગ્રામ જેટલું ફાયબર પ્રાપ્ત થાય છે. શરીરમાં રેસાયુક્ત આહાર લેવાથી તે મળ બંધાવવામાં મદદરૂપ થાય છે. આજ રીતે બંધાયેલ મળને પાચનતંત્રમાંથી અને હોજરીમાંથી બહાર આવીને તેનો નિકાલ થવામાં પણ સરળતા રહે છે. જેથી કબજિયાત દૂર થાય છે.

કેટલી માત્રામાં લઈ શકાય અંજીર…

image source

અંજીર સ્વાદમાં ખૂબ જ મીઠાશવાળા હોય છે. તેથી તે બધાંને ભાવતાં હોય છે. રાતે સૂવા પહેલાં એકથી ત્રણ નંગ જેટલાં ધોઈને કે પલાળીને ખાઈ શકાય છે. તેના અંદરના રહેલાં બીયાં પણ ખાઈ જવા જોઈએ. અંજીરને દૂધમાં ગરમ કરીને પણ ખાઈ શકાય છે. આ રીતે ખાવાથી તે શરીરમાં કફ ઓછો કરે છે અને વજન વધારવામાં પણ મદદરૂપ થાય છે.

પેટ સાફ કરવાની સાથે અંજીર રહે છે અન્ય રોગો માટે પણ ગુણકારી…

image source

અંજીર ખૂબ જ પૌષ્ટિક છે. તેના રેસાને કારણે પાચનતંત્ર સુધરે છે જે આખા શરીરનું મેટાબોલિઝમને સુધારવામાં મદદરૂપ થાય છે. આ સાથે તે કફ ઓછો કરવામાં, વજનને નિયંત્રિત કરવામાં, હિમોગ્લોબિનની માત્રા સુધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. તે નેચરલી સ્વીટ હોય છે તેથી સારી માત્રામાં પોષક તત્વો સાથે ડાયાબિટીઝના દર્દીઓને માટે પણ તે ખૂબ જ સારું માનવામાં આવે છે. બ્લડ પ્રેશરને ઘટાડવા માટે પણ તેને ખાવાની સલાહ અપાય છે કારણ કે તે રકતને શુદ્ધ કરવામાં અને તેનો પ્રવાહને સરળ રાખવામાં પણ મદદરૂપ છે. અંજીરમાં એન્ટિઓક્સીડન્ટ પણ ભરપૂર માત્રામાં છે, તેથી સ્કીનને ગ્લોઈંગ રાખે છે. તેનામાં કેલ્શિયમનું પણ સારું પ્રમાણ છે જેને કારણે હાડકાં, નખ અને વાળ માટે પણ સારા પ્રમાણમાં મળી આવે છે.

અંજીર રોલ – જન્માષ્ટમી અને અન્ય તહેવારોના ઉપવાસમાં વગર ખાંડ કે ઓછી ખાંડ થી ઘરે સહેલાય થી બનતી શુદ્ધ મીઠાઈ…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ