મહિલાની બેગમાં મળી આ ખતરનાક ચીજ, હવે અહીં વિતાવવું પડશે જીવન.

જાપાનમાં રહેનાર એક ૨૭ વર્ષીય મહિલાની મેલબર્ન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાની ધરપકડ થઈ ત્યારે એ મહિલા પાસેથી જે વસ્તુ મળી આવી હતી એ જાણીને તમે ચૌકી જ જશો. તમે જાણવા ઈચ્છશો ધરપકડની પાછળ નું કારણ શું છે? અને આ મહિલા પાસે એવું તે શું મળી આવ્યું કે સૌ કોઈ એ જાણીને આશ્ચર્યમાં મુકાઇ જાય છે. આ મહિલા પોતાની બેગમાં ૧૯ ગરોળી લઈને જઈ રહી હતી. એરપોર્ટ પર હાજર બોર્ડર ફોર્સનાં ઓફિસરો એ તેની બેગની તપાસ કરી અને આ મહિલાને પકડી પાડી હતી. આ મહિલાની પોતાની બેગમાં 17 shingleback lizard હતી અને બે Blue tongue lizards હતી. ઓફિસરે જણાવ્યું હતું કે આ ગરોળીઓમાં ઘણું ઘાંસ-ફૂસ લાગેલ હતું. જેને જોઈને એમ લાગી રહ્યું હતું કે તેને જંગલમાંથી પકડી હશે. તેનાથી સાફ થઈ રહ્યું હતું કે આ મહિલા ગરોળીને તસ્કરી માટે લઈ જઈ રહી છે.
ગરોળીઓને પકડ્યા બાદ સૌથી પહેલા બધી ગરોળીઓને વેનેટરી ડોક્ટર પાસે તપાસ માટે લઈ જવામાં આવી હતી. બધી કાયદેસર પ્રોસેસ પૂરી કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું કે આને સ્કૂલમાં છોડવામાં આવે કે પછી તેને કોઇ નોન પ્રોફિટ સંસ્થાને સોંપી દેવામાં આવે. જ કે હજી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ આ મહિલાનું આવું કરતૂત જોઈ સૌ કોઈ વિચારમાં પડી ગયા છે.
ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે ઘણા લોકો તસ્કરી કરતા દરમિયાન ધરપકડ કરવામાં આવે છે. ત્યાંની સરકાર દ્વારા સ્મગલિંગને લઈને કડક નિયમ બનાવેલા છે. એવા પણ સમાચાર છે કે મહિલાને આ કામ માટે દસ વર્ષની સજા સંભળાવવામાં આવશે કે પછી તેને દંડ 210,000 ડોલરનો દંડ પણ ભરવો પડશે. જો ભારતીય કરન્સીનાં હિસાબે જોવામાં આવે તો આ પૈસા 1 કરોડ 46 લાખ રૂપિયા જેટલા થશે. આ પહેલા સિડનીમાં એક વ્યકિતને ગરોળી લઈ જતા પકડવામાં આવ્યો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ગરોળીની પ્રજાતી ખૂબ ઓછી મળે છે. તેનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. હવે એ તો આ મહિલાની પૂછપરછ કરતાં જ માલૂમ પડશે કે આખરે તે આ ગરોળીને કયા કારણસર પકડીને લઈ જઈ રહી હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ