મહિલાઓને પણ હોય છે વાળ ખરવાની સમસ્યા, પણ જાણો પુરુષોને જ કેમ પડે છે ટાલ, આ છે કારણો

સરળ ભાષામાં કહીએ તો વાળ ખરવાની કે ટાલ પડવાની સમસ્યાથી ભાગ્યે જ કોઈ પુરુષ બચતો હોય છે. એક અંદાજ પ્રમાણે પચીસ ટકા પુરુષોના માથાના વાળ ૩૦ વર્ષની ઉંમરે પહોંચતાં ખરવા માંડે છે અને બે-તૃત્યાંશ જેટલા લોકો ૬૦ વર્ષની ઉંમરના થાય ત્યાં સુધીમાં તેમના માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ ચૂકી હોય છે.મેલ પૅટર્ન થિનિંગમાં વ્યક્તિના માથામાં વાળ ફરી નથી ઊગતા, જ્યારે ઍલપીસિયામાં વાળ ફરી ઊગવાની સંભાવના હોય છે. વારસાગત કારણસર અને બીમારીને લીધે ટાલ પડતી ટાળી ન શકાય, પરંતુ પૂરતા પોષક તત્ત્વોવાળો ખોરાક લેવામાં આવે કે માનસિક તાણથી બચવામાં આવે તો હેર ફૉલથી બચી શકાય.

image source

નિષ્ણાતોના મતે હેર લૉસથી બચવા માટેની કેટલીક ગુરુચાવીઓ છે: (૧) ડાયટ ક્ધટ્રોલ હોવો અત્યંત જરૂરી છે. (૨) પ્રોસેસ્ડ ફૂડ અને હોર્મોન ધરાવતી ફૂડ પ્રૉડક્ટ્સથી દૂર રહેવું. (૩) યુવાનોએ વાળને વધુ પડતા ખેંચતી હેર સ્ટાઇલ કરાવવાનું ટાળવું. (૪) માથામાં ખોડો ન થાય એની ખાસ તકેદારી રાખવી અને (૫) બ્લડ સરક્યુલેશન વધારતી દવા લેવી અને વાળની મજબૂતી વધારવા માથામાં હળવો મસાજ કરાવવો. ઘણીવાર જોવા મળે છે કે પુરુષોની ઉંમરની સાથે માથાના વાળ પણ જતા રહે છે. 50 નો આંકડો પાર કરતી વખતે ચંદ્ર દેખાવાનું શરૂ થાય છે. મોટાભાગના વાળ કાં તો કપાળની બાજુથી કાયમી ધોરણે નીચે પડે છે અથવા વચ્ચેના વિસ્તારમાંના વાળ ઉડી જાય છે. કેટલીકવાર તેઓ સંપૂર્ણપણે ટકલા થઈ જાય છે.

સંકેતો અને લક્ષણો

image soucre

સામાન્ય રીતે પુરુષના માથામાં ૧,૦૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ વાળ હોય છે. પ્રતિદિન સરેરાશ ૧૦૦ જેટલા વાળ ખરે છે, પરંતુ જો વાળનો ગ્રૉથ સારો હોય તો ગુમાયેલા વાળની જગ્યાએ નવા વાળ ઊગતા રહે છે. ટાલની સમસ્યાની શરૂઆત નાના-નાના જથ્થામાં વાળ ખરવાથી થાય છે. ખરેલા વાળવાળો આ ભાગ નાના ગોળાકારમાં હોય છે. શરૂઆતના આ તબક્કામાં માથામાં ખોડો (ડૅન્ડ્રફ) પણ થાય છે, ચામડી પર નાના જખમ જોવા મળે છે અને ડાઘ પણ પડી જાય છે. ટાલ સામાન્ય રીતે માથા પર પાછળના ભાગમાં કે કપાળની નજીકના માથાના ભાગમાં કે કાનની ઉપરના ભાગમાં પડે છે. મોટા ભાગે વાળ ઓળાવતી વખતે કે શૅમ્પૂ લગાડ્યા પછી વાળ ખરે છે. ક્યારેક નવી હેર-સ્ટાઇલ આપતી વખતે વાળ પાતળા થઈ ગયા હોવાનો સંકેત મળે છે.

સમસ્યા એક, કારણ અનેક

image source

* દર સાતમાંથી ચાર પુરુષની ટાલિયાપણાની સમસ્યા વારસાગત હોય છે અને એમાં માતા તથા પિતા બન્નેના જનિન તત્ત્વ જવાબદાર હોય છે.

* માથામાં થતો ખોડો પણ ટાલ પડવા માટે કારણરૂપ હોય છે. ખોડાની સમસ્યા બહુ સામાન્ય અને ચેપી છે અને એમાં વાળ ખરતા જતાં ટાલ પડી જાય છે.

* નિષ્ણાતોને અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે અપૂરતા પોષણ, અપૂરતા ખોરાક કે ખોરાકમાં બાયોટીન, પ્રોટીન અને ઝિન્કના અભાવને કારણે પણ ટાલ પડી શકે છે.

* અમુક પ્રકારની ઍન્ટિ-બાયોટિક્સ કે સ્ટેરોઇડને કારણે પણ ટાલ પડી શકે છે. ખાસ કરીને બ્લડ પ્રેશરની સમસ્યા, ડાયાબિટીસ અને કૉલેસ્ટરોલને લગતી દવાની જો આડઅસર થાય તો એમાં શરીરના હોર્મોનની સમતુલા જોખમાય છે અને મોટા પ્રમાણમાં વાળ ખરી શકે છે.

* કૅન્સર જેવી ગંભીર બીમારીમાં કરાવવામાં આવતી કેમોથેરપીને લીધે પણ વાળ ખરવા માંડે છે.

* હવા કે પાણીના પ્રદૂષણને લીધે અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે પણ વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે અને ટાલ પડી શકે છે.

આ સમસ્યા ફક્ત પુરુષોમાં જ કેમ થાય છે?

ટાલ પડવી તે પુરુષોમાં એટલું સામાન્ય છે કે ‘બાલા’ અને ‘ઉજડા ચમન’ જેવી ફિલ્મો પણ બની છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સમસ્યા ફક્ત પુરુષોમાં જ કેમ થાય છે? મહિલાઓને વાળ ખરવાની સમસ્યા પણ આવે છે, પરંતુ તે સામાન્ય રીતે ટાલ પડવાનો શિકાર નથી બનતી. ચાલો જાણીએ આનું કારણ.

ટોસ્ટોસ્ટેરોન નામનો સેક્સ હોર્મોન ટાલ પડવાની સમસ્યા માટે જવાબદાર

image source

બધા સંશોધન સૂચવે છે કે ટોસ્ટોસ્ટેરોન નામનો સેક્સ હોર્મોન ટાલ પડવાની સમસ્યા માટે જવાબદાર છે. તે પુરુષોમાં સ્ત્રાવિત એંડ્રોજન જૂથનો સ્ટીરોઇડ હોર્મોન છે. પુરુષોના શરીરમાં કેટલાક ઉત્સેચકો હોય છે જે ટેસ્ટોસ્ટેરોનને ડીહાઇડ્રોટોસ્ટેરોસ્ટેરોનમાં રૂપાંતરિત કરે છે. ડિહાઇડ્રોટોસ્ટેરોન વાળને પાતળા અને નબળા બનાવે છે.

કેટલીકવાર સમસ્યા આનુવંશિક હોય છે

જ્યારે ડિહાઇડ્રોટોસ્ટેરોસ્ટેરોન વધારે હોય છે, ત્યારે વાળના કોશિકાઓમાં એંડ્રોજન રીસેપ્ટર્સ આ હોર્મોનને વધુ શોષી લે છે. આને કારણે વાળ ઝડપથી ઉડવા લાગે છે. ઘણી વખત, ઉત્સેચકો જે હોર્મોન્સમાં આ ફેરફાર કરે છે તે જનીનો દ્વારા પુરુષોમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યા આનુવંશિક બને છે.

આથી જ સ્ત્રીઓમાં ટાલ પડતી નથી

image source

સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્ત્રાવ નજીવું છે. તેઓ એસ્ટ્રોજન નામનું એક હોર્મોન પણ સ્ત્રાવ કરે છે જે ટેસ્ટોસ્ટેરોનને ડિહાઇડ્રોટેસ્ટોસ્ટેરોનમાં રૂપાંતરિત કરતા અટકાવે છે. તેથી, સ્ત્રીઓમાં ટાલ પડવાની કોઈ સમસ્યા નથી. મેનોપોઝ અને ગર્ભાવસ્થા દરમિયાન ઘણી વખત મહિલાઓના વાળ ઝડપથી ખરવા લાગે છે. પરંતુ આ બધા હોર્મોનલ ચોક્કસ સમય માટેના આંતરસ્ત્રાવીય બદલાવને કારણે છે.

પુરુષોમાં વાળ ખરવાની શરૂઆત 30 વર્ષની ઉંમરેથી થવા લાગી

image source

આજકાલ, પુરુષોમાં વાળ ખરવાની શરૂઆત 30 વર્ષની ઉંમરેથી થવા લાગી છે, આનો અર્થ એ નથી કે તે ફક્ત હોર્મોન્સને કારણે છે. ટેસ્ટોસ્ટેરોનને ડિહાઇડ્રોટેસ્ટોસ્ટેરોનમાં રૂપાંતરિત કરવું એ એક લાંબી પ્રક્રિયા છે જે પરિપક્વ થાય તે પહેલાં તેમને અસર કરતી નથી. ઘણી વખત અતિશય તણાવ, કોઈપણ રોગ, ધૂમ્રપાન, આલ્કોહોલ અને ખોટા આહારને કારણે શરીરને પોષણ મળતું નથી, વાળમાં રંગ અથવા કેમિકલના ઉત્પાદનોને લીધે પણ આ સમસ્યા સમય પહેલાં થવા લાગે છે.

એક્સપર્ટ્સ શું કહે છે?

image source

ખરતા વાળની સમસ્યાનાં કારણો અને એના ઉકેલ વિશે પુષ્કળ જાણકારી ધરાવનાર નિષ્ણાત ટ્રાયકોલૉજિસ્ટ તરીકે ઓળખાય છે. મુંબઈના જાણીતા ટ્રાયકોલૉજિસ્ટ ડૉ. આનંદ જોશી કહે છે, ‘દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે. બી-કૉમ્પ્લેક્સનો અભાવ કે ઓછા પ્રોટીનને લીધે વાળ ખરવાની શરૂઆત થાય છે. સ્ટ્રેસ લેવલ વધતાં પણ હેર લૉસની સમસ્યા નડે છે. જોકે, આ સમસ્યાથી પણ બચવાનું વ્યક્તિના પોતાના હાથમાં હોય છે.’ મુંબઈના જાણીતા કૉસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડૉ. વિરલ દેસાઈ હેર ટ્રાન્સપ્લાન્ટેશન વિશે કહે છે, ‘ઘણી વાર લોકો લલચામણી જાહેરખબર વાંચીને હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવતા હોય છે. એ પ્રક્રિયા જો બરાબર ન કરવામાં આવે તો ટાલની સમસ્યા ઉકેલાવાને બદલે બીજા ઘણા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ જાય છે. એમાં વ્યક્તિના માથામાં કાયમી ડાઘ પડી જાય છે. ક્યારેક લોહી પણ નીકળે છે અને માથામાં ચેપ વધતો પણ જાય છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ