દર મહિને આટલુ રોકાણ કરીને 10 વર્ષમાં બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે

જો તમે 10 વર્ષમાં કરોડપતિ બનવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યાં છો તો ઈન્વેસ્ટોગ્રાફીનાં સંસ્થાપક શ્વેતા જૈનની સલાહ છે કે તમારે શેર બજારમાં એવી રીતે રોકાણ કરવું જોઈએ કે જે દર વર્ષે 12 ટકા રિટર્ન આપે.

રોજ રોજ ભાવ ના જોશો

image source

શ્વેતા જૈને સલાહ આપી છે કે રોકાણકારોએ લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ અને શેરનાં ભાવને રોજે રોજ જોવાથી દૂર રહેવું જોઈએ. શેર બજારમાં દિવસ દરમિયાન ઘણાં ઉતાર ચડાવ આવતા હોય છે. જેથી તમે રોજ રોજ ભાવ જોશઓ તો તમારી ચિંતા વગર કામની વધશે.

10 વર્ષ સુધી કરો રોકાણ

image source

ઘણી વખત રોકાણકારો શેર બજારમાંથી સારુ રિટર્ન એટલે નથી મેળવી શકતા કેમકે તેમને પૈસા ગુમાવવાનો ડર હોય છે. જેથી રોકાણકારોએ 10 વર્ષ સુધી શેરમાં રોકાણ કરવું જોઈએ જેનાંથી સારુ રિટર્ન મળશે.

દર મહિને આટલુ રોકાણ કરો

image source

શરુઆતમાં રોકાણકારોએ શેર બજારમાં રોકાણ કરવું જોઈએ. પાંચ વર્ષ બાદ તેની માસિક બચતને હાઈબ્રિડ કરી દેવુ જોઈએ અને પછી 8 વર્ષ બાદ બોંન્ડમાં રોકાણ કરવુ જોઈએ જેથી શેર બજારમાંથી જે રિટર્ન મળ્યું છે તેને ગેરંટી કરી દેવામાં આવશે. જો તમે 10 વર્ષમાં કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો તમારે દર મહિને 43-45 હજાર રુપિયા રોકાણ કરવું પડશે. કેટલીક કંપનીઓના ભાવ યોગ્ય કારણોથી ઘટ્યા છે. રોકાણકારોએ આ કંપનીઓના શેરના ભાવ ઘટવા પાછળના કારણો જાણવા જોઈએ. કોઈપણ શેર સામાન્ય રીતે ત્રણ કારણોથી તૂટે છે- સામાન્ય આર્થિક નબળાઈ, સેક્ટર કે સેગમેન્ટની નબળાઈ અને કંપનીને લગતા કારણોથી. જો સામાન્ય આર્થિક નબળાઈને કારણે શેર તૂટ્યો હોય તો તેની અસર બધા પર પડે, કોઈ ચોક્કસ સેગમેન્ટ પૂરતી તે મર્યાદિત ન હોય.

image source

જ્યારે કંપનીઓના 10 વર્ષના ઘટાડા પર નજર કરીએ તો સેક્ટર અને સેગમેન્ટ પોકેટ્સ અંગે જાણવા મળશે. જેમકે, આવા શેરમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSEs)ના શેરની સંખ્યા વધારે છે. આ કંપનીઓના શેર એટલે નીચે જઈ રહ્યા છે કે, CPSE ETFsનો ઉપયોગ કરી સરકાર દ્વારા તેમાં તબક્કાવાર ભાંગફોડ કરવામાં આવી રહી છે. હવે, સરકારે સ્ટેટેજિક સેલ્સની વાત શરૂ કરી છે, શું તેનાથી સેન્ટિમેન્ટ્સ બદલાશે? તજજ્ઞો તે બાબતે ચોક્કસ નથી. એચડીએફસી સિક્યુરિટીના રિટેલ રિસર્ચના હેડ દીપક જાસાણીએ જણાવ્યું કે, ‘સરકારી કંપનીઓનું ખાનગીકરણ એ રાજકીય હોટ પોટેટો છે, ત્યારે આપણે નક્કર એક્શન લેવાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ, ખાસ કરીને ડિવેસ્ટમેન્ટ કયા મોડ, સ્ટાઈલ અને શરતે થાય છે.’ સરકાર ઈચ્છાશક્તિ બતાવે તો પણ આ નાણાંકીય વર્ષના 6 મહિના પૂરા થઈ ગયા છે અને એટલે નવા ઈસ્યૂ માટે ઓછો સમય બચ્યો છે.

image source

જેએમ ફાઈનાન્સના રિસર્ચ હેડ સુહાસ હરિનારાયણને જણાવ્યું કે, ‘સ્ટ્રેટેજિક ડિવેન્સ્ટમેન્ટ આવતા છ મહિનામાં કદાચ શરૂ નહીં થાય. સરકાર કદાચ ફરીથી CPSEના રસ્તે જશે.’ જોકે, PSEs કાયમ ટ્રેડિંગ તકોની ઓફર આપે છે, ખાસ કરીને ત્યારે જ્યારે વેલ્યુએશન સસ્તું હોય. હરિનારાયણનએ જણાવ્યું કે, ‘હિસ્ટોરિકલ મેટ્રિક્સના 40 ટકા ડિસ્કાઉન્ટની વેલ્યુએશન્સ હોય અને બુક વેલ્યુની નજીક કિંમત હોય ત્યારે PSEs ટ્રેડિંગ તક બને છે.’ ચોક્કસ સેક્ટરના કેટલાક શેર ઓછા ભાવમાં મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ