શ્રી કૃષ્ણ અને કર્ણ વચ્ચેનો આ સંવાદ મરેલા ને જીવતો, જીવતા ને દોડતો અને દોડતા ને ઉડતો કરી શકે…

ભુલા પડેલાને સાચા માર્ગે દોરતો વાર્તાલાપ

ભારતીય પુરાણોમાં અનેક યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ મહા યુદ્ધ દસરાજ્ઞનું થયું હતું ત્યાર બાદ તે જ કાળમાં સહસ્ત્રબાહુ-પરશુરામ વચ્ચે યુદ્ધ થયું હતું અને ત્યાર બાદ રામ અને રાવણ વચ્ચે મહાયુદ્ધ થયું હતું. પણ તેમા સૌથી ભયંકર યુદ્ધ જો કોઈ હોય તો તે હતુ મહાભારતનું યુદ્ધ તેમાં ભાઈ-ભાઈની વિરુદ્ધ હતો. શિષ્ય – ગુરુની વિરુદ્ધ હતો પણ ધર્મ – અધર્મ વિરુદ્ધ હતો.

image source

આ યુદ્ધને ટાળવા માટે શ્રીકૃષ્ણએ અગણિત પ્રયાસ કર્યા. તેમણે દુર્યોધન દ્વારા પોતાનું અપમાન પણ સહી લીધું હતું. તેઓ વિરાટ નગરીથી પાંડવોના દૂત બનીને ચાલીને હસ્તિનાપુરની સભામાં પાંડવો પાસેથી માત્ર પાંચ ગામની જ માંગણી કરી હતી. પણ દુર્યોધન તે પણ આપી ન શક્યો. આ પાંચ ગામમાં ઇદ્રપ્રસ્થ, વૃકપ્રસ્થ, જાનસઠ, બરનાવા અને પાંચમું ગામ દુર્યોધનની ઇચ્છા પ્રમાણે માગ્યું હતું. પણ દુર્યોધન તો યુદ્ધ ઇચ્છતો હતો તે તો લડ્યા વગર કશું જ આપવા દેવા નહોતો માગતો.

image source

કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં કૃષ્ણ કૌરવના પક્ષે કર્ણને જોઈને ખુબ જ બેચેન થઈ ગયા હતા. તેમને પરાક્રમી ભીષ્મ પિતામહની કોઈ જ બીક નહોતી કારણ કે તેમણે ત્રણ કુંવારીકા અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરીને પાપ કર્યું હતું અને અંબાએ તે જન્મમાં પ્રણ લીધું હતું કે તે બીજા જન્મમાં ભિષ્મના મૃત્યુનું કારણ બનશે અને તેના જ પુનર્જન્મ રૂપે શીખંડી પાંડવો તરફથી લડી રહ્યો હતો.

પણ તેમને તો ડર હતો કર્ણની હાજરીનો કારણ કે તેણે જીવનમાં ક્યારેય કોઈ પાપ નહોતું કહ્યું. બીજીબાજુ કર્ણ પાસે વસાવ શક્તિ હતી જે ધર્મની જીતના રસ્તે આવે તેમ હતી. જો કર્ણ તેની આ શક્તિનો ઉપયોગ કરે તો અર્જુન મૃત્યુ પામે અને જો અર્જુન મૃત્યુ પામે તો પાંડવોની હાર તો નિશ્ચિત જ છે.

image source

કર્ણએ પોતાની વસવ શક્તિ ઇન્દ્ર પાસેથી પ્રાપ્ત કરી હતી. તેના બદલામાં તેણે પોતાનું કવચ અને કુંડળ આપ્યા હતા. અને આજ શસ્ત્ર તેણે અર્જુનના મૃત્યુ માટે બચાવીને રાખ્યું હતું. પણ સમયનો તો કોઈ ઓર જ ખેલ હોય છે.

શ્રી કૃષ્ણએ કર્ણને પાંડવો તરફથી યુદ્ધમાં ભાગ લેવા માટે મનાવ્યો તે વખતનો આ વાર્તાલાપ છે.

શ્રી કૃષ્ણ કર્ણને કહે છે, “તને ખબર છે કે તું કુંતીનો સૌથી મોટો પુત્ર છે. તુ તો હસ્તિનાપુરનો રાજા થવાને લાયક છે. અમારી સાથે આવી જા. બધા જ પાંડવો તારું સ્વાગત કરશે. દ્રૌપદી તારી રાણી બનશે, તું દુર્યોધન સાથે શા માટે છે ?”

કર્ણ જવાબ આપે છે, “તેઓ મારા ભાઈઓ નથી. અને મારી રાજા બનવાની કોઈ જ ઇચ્છા નથી. પણ મને એ કહેવા બદલ આભાર કે હું કુંતીનો સૌથી મોટો પુત્ર છું, હું મારું આખું જીવન આ જવાબ શોધતો રહ્યો.”

image source

કર્ણ જવાબ આપે છે, “મને તમારા માટે ખુબ માન છે, પણ તમે ધર્મને વ્યાખ્યાયીત કરવાવાળા કોણ છો ? હું મારો ધર્મ જાણું છું અને હું રોજ મારો ધર્મ પાળુ છુ.”

કૃષ્ણ પુછે છે, “અને તારો તે ધર્મ શું છે ? મને જણાવીશ ?”

કર્ણ જવાબ આપે છે, “મારો ધર્મ જ્યારે મારા મિત્રને મારી સૌથી વધારે જરૂર છે ત્યારે તેનું રક્ષણ કરવાનો છે ”

શ્રી કૃષ્ણ સમજાવે છે, “એ જાણવા છતાં પણ કે તે સેંકડો હજારો લોકો પર અધર્મ આચરી રહ્યો છે. શું તું એ જાણે છે કે તારી કૌરવોની છાવણીમાં હાજરીથી ધર્મએ જીતવા માટે વધારે મહેનત કરવી પડશે ?”

ત્યારે કર્ણ ભગવાન કૃષ્ણને પુછે છે – “મારી માતાએ મને જન્મ આપીને જ તરછોડી દીધો. શું એ મારો વાંક હતો કે હું એક અનૌરસ સંતાન તરીકે જન્મ્યો ?”

હું દ્રૌણાચાર્ય પાસેથી જ્ઞાન ન મેળવી શક્યો કારણ કે હું એક ક્ષત્રિય નહોતો, કેમ પણ કરીને મેં ભગવાન શ્રી પરશુરામ પાસેથી શસ્ત્રજ્ઞાન મેળવ્યું તો પાછળથી મારા ક્ષત્રિય હોવાની જાણ થતાં તેમણે મને શ્રાપ આપ્યો કે મને જ્યારે સૌથી વધારે મારી શસ્ત્ર વિદ્યાની જરૂર પડશે ત્યારે જ હું તેને ભુલી જઈશ.

image source

તો વળી એક અકસ્માતમાં અજાણતાં જ મારું તીર ગાયને વાગી ગયું તો તેના માલિકે મને શ્રાપ આપી દીધો શું તેમાં મારો વાંક હતો ?

એક સુત પુત્ર હોવાથી અને એક ક્ષત્રિય નહીં હોવાથી દ્રૌપતિના સ્વયંવરમાં મારી પુર્ણ કાબેલિયત હોવા છતાં મને અપમાનિત કરવામાં આવ્યો. છેવટે માતા કુંતીએ પણ ત્યારે જ સત્ય ઉચ્ચાર્યું જ્યારે તેમને મારાથી તેમના બીજા દીકરાઓને બચાવવા હતા.

મેં જીવનમાં જે કંઈ પણ સંમ્માન, માન પ્રેમ પામ્યો છે તે માત્ર દુર્યોધન તરફથી જ મેળવ્યો છે. અને માટે જ હું યુદ્ધમાં તેના પક્ષે ઉભો છું તો હું શા માટે ખોટો હોઈ શકું ?

image source

ત્યારે ભગવાન કૃષ્ણ તેને જવાબ આપે છે, “હે કર્ણ, મારો જન્મ કારાવાસમાં થયો હતો. જન્મ પહેલાં જ મારું મૃત્યુ મારી રાહ જોઈને બેઠું હતું. મારા કારણે મારા મોટેરા ભાઈભાંડરડાઓને જીવ ગુમાવવો પડ્યો.

“જે રાત્રે મારો જન્મ થયો તે જ રાત્રે મને મારા માતાપિતાથી અલગ કરી દેવામાં આવ્યો. બાળપણથી તું તલવારો, રથ, ઘડોઓ, તીર કામઠાઓના અવાજ વચ્ચે મોટો થયો છે. જ્યારે મેં મારુ બાળપણ માત્ર ગાયના ટોળા, છાણ વચ્ચે પસાર કર્યું છે. હજું તો હું ચાલી પણ નહોતો શકતો અને મારા પર અનેકવાર જીવલેણ હૂમલા થઈ ગયા હતા.

“ન કોઈ સૈન્ય, ન તો કોઈ ભણતર. લોકોના મોઢે હું હંમેશા સાંભળતો આવ્યો છું કે હું જ તેમની બધી જ સમસ્યાઓનું કારણ છું.

image source

“જ્યારે તમે બધા તમારા પરાક્રમો માટે તમારા ગુરુઓની સાબાશીઓ સાંભળી રહ્યા હતો ત્યારે મને તો સામાન્ય ભણતર પણ નથી મળી શક્યું. મેં છેક 16 વર્ષે તો રીશી સાંદિપનીના ગુરુકુળમાં પગ મુક્યો.

“ તું તારી પસંદગીની સ્ત્રી સાથે લગ્ન કરી શક્યો. શું મને મારી પસંદની સ્ત્રી મળી, તે સ્ત્રી કે જેને મેં પ્રેમ કર્યો હતો પણ તે સ્ત્રીઓ કે જેમને હું ગમતો હતો અથવા તો તે સ્ત્રી કે જેમને મેં શેતાનથી બચાવી હતી તે સ્ત્રીઓને હું પરણ્યો છું.

“મારે મારા આખા સમાજને યમુના નદીથી સ્થળાંતર કરાવવું પડ્યું છેક પશ્ચિમમાં આવેલા સમુદ્ર કીનારે. જરાસંઘથી બચવા માટે. તે વખતે લોકોએ મને ભાગી જવા બદલ ભાગેડુ પણ ઠેરવ્યો !

“જો દુર્યોધન યુદ્ધ જીતી જશે તો તને તો તેનો ખુબ યશ મળશે. જો યુદ્ધિષ્ઠિર યુદ્ધ જીતશે તો મને શું મળશે ? યુદ્ધ માટેનું આળ અને તેની સાથે સંબંધીત બધી જ સમસ્યાઓ…

image source

“એક વસ્તુ યાદ રાખ, કર્ણ. દરેક વ્યક્તિને તેના પડકારો હોય છે જેનો તેમણે જીવનમાં સામનો કરવો જ પડે છે. જીવન કોઈના પણ માટે સારુ કે સરળ નથી !!”

પણ શું સાચું (ધર્મ) છે તે તારા મન (ચેતનમન)ને ખબર હોવી જોઈએ. એ વાત જરા પણ અસર નથી કરતી કે તમારા સાથે કેટલો અન્યાય થયો છે, તમારું કેટલીવાર અપમાન થયું છે. તમે કેટલીવાર પડ્યા છો, જો કંઈ મહત્ત્વનું હોય તો તે એ છે કે તમે આ બધી જ વખતે કેવી રીતે પ્રતિક્રિયા આપો છો.

જીવનમાં તમને થયેલા અન્યાય તમને કંઈ ખોટા રસ્તે ચાલવાનો હક્ક નથી આપતા…

હંમેશા યાદ રાખ, જીવન કેટલીક વાર કપરુ થઈ શકે, પણ તમારું પ્રારબ્ધ એ તમે પહેરેલા જૂતાથી નથી બનતું પણ તમે જે પગલા લો છો તેનાથી બને છે….”

image source

શ્રી કૃષ્ણએ બહુ સમજાવ્યા છતાં કર્ણએ પોતાની મિત્ર નિભાવવા માટે ધર્મ વિરુદ્ધ અધર્મનો સાથ આપ્યો. અને શું પરિણામ આવ્યું તે આપણા બધા માટે જાણીતું છે.

મહાભારતના યુદ્ધમાં 18 અક્ષૌહિણી સેનાએ ભાગ લીધો હતો. એક અક્ષોહિણી સેનામાં કુલ એક લાખ અને નવ હજાર ત્રણસો પચ્ચાસ સૈનિકો, 65610 ઘોડેસવારો, 21870 રથ અને 11870 હાથી હોય છે. આ યુદ્ધમાં કુલ 47,23,920 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જે કૃષ્ણ અને પાંડવો માટે અત્યંત દુઃખદાયી હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ