SBI માં બચત ખાતું હોય તો ચુકતા નહિ, 1 ઓક્ટોબર થી આવી રહ્યા છે આ બદલ…મોડુ ન કરશો..!

પહેલી ઓક્ટોબરથી એસબીઆઈ બેંકમાં પૈસા જમા કરવાના તેમજ બેંકમાંથી પૈસા કાઢવાના નિયમમાં લાવી રહી છે પરિવર્તન

image source

તાજેતરમાં એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે તે પ્રમાણે પહેલી ઓક્ટોબર 2019 બાદ તમે એક મહિનામાં માત્ર ત્રણ જ વાર તમારા ખાતામાં મફતમાં રૂપિયા જમા કરાવી શકશો. જાણો બાકીના બદલાયેલા નિયમો વિગતે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી બેંક છે. ઓક્ટોબર મહિનાથી તે પોતાના કેટલાક નિયમમાં ધરખમ ફેરફવાર કરવા જઈ રહી છે. બેંકે તે બાબતે એક સર્ક્યુલર જાહેર કર્યું છે. જેમાં આ બધા જ નિયમો વિષે વિગતવાર જણાવવામાં આવ્યું છે. નવા નિયમો પ્રમાણે એસબીઆઈએ પોતાની ચેકબુકના પાના પણ ઘટાડી દીધા છે, તો બીજી બાજુ જો કોઈ ચેક બાઉન્સ જાય તો તેનો ચાર્જ પણ વધારી દેવામાં આવ્યો છે. આ બધા જ નિયમ સમગ્ર દેશમાં પહેલી ઓક્ટોબર 2019થી લાગુ પડવા જઈ રહ્યા છે.

image source

આ ઉપરાંત બેંકે સર્વિસ ચાર્જીસને લઈ નવી યાદી બહાર પાડી છે જે પ્રમાણે જે પહેલાંના નિયમ પ્રમાણે એક વિત્તિય વર્ષમાં જે 25 ચેક મફત આપવામાં આવતા હતા તે ઘટાડીને સીધા જ દસ કરી મુક્યા છે. એટલે કે હવેથી તમને વર્ષના માત્ર દસ જ ચેક મળશે વધારાના ચેક માટે તમારે વધારાની ચૂકવણી કરવી પડશે. દર દસ ચેક પર તમારે 40 રૂપિયા ચૂકવવાના રહેશે.

જ્યારે પહેલાં નિયમ એવો હતો કે તમને વર્ષ દરમિયાન વાપરવા માટે 25 ચેક મફત આપવામાં આવતા હતા જ્યારે તેની ઉપરના ચેક લેવા માટે તમારે દર દસ ચેક માટે રૂપિયા 30ની ચૂકવણી કરવી પડતી હતી. જેમાં જીએસટીની ચૂકવણી અલગથી કરવી પડતી હતી.

image source

સાથે સાથે તમને જણાવી દેઈએ કે પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ જો તમે મેઇન્ટેન ન કરી શકો તો જુના નિયમ પ્રમાણે તમને જે દંડ કરવામાં આવતો હતો તેમાં 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત NEFT અને RTGS દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનની સેવા પરની ફી પણ ઘટાડી દેવામાં આવી છે.

પ્રથમ ઓક્ટોબરથી SBI બેંકના નિયમોમાં આ પ્રમાણે ફેરફાર થશે

બેંકના ખાતમાં જમા રકમ બાબતોના નિયમો

એસબીઆઈ પોતાના નિયમમાં જે ફેરફાર કરી રહી છે તેમાં સૌથી નોંધનીય નિયમ છે તમે તમારા એસબીઆઈના ખાતામાં જમા કરતી રકમ બાબતે. બેંકના સર્ક્યુલર પ્રમાણે પેહલી ઓક્ટોબર 2019થી એક મહિનામાં તમે માત્ર ત્રણ જ વાર તમારા ખાતામાં રૂપિયા મફત જમા કરાવી શકશો. ત્યાર પછી તમે જેટલી પણ વાર રૂપિયા જમા કરાવવા માગતા હોવ તો તે માટે તમારે દરેક ટ્રાન્ઝેક્શન માટે 50 રૂપિયા પ્લસ જીએસટી નો ચાર્જ ભરવાનો રહેશે.

image source

હવે જો જીએસટી ચાર્જની વાત કરીએ તો બેંક તેમના સર્વીસ ચાર્જ પર 12 ટકા જીએસટી વસૂલે છે. માટે તમે ત્રણ વાર તો મફતમાં તમારા રૂપિયા જમા કરી લીધા પણ જો હવે તમે ચોથી, પાંચમી, છઠ્ઠી કે તેથી વધારે વાર રૂપિયા જમા કરાવશો ત્યારે તમારે જીએસટી સહીત રૂપિયા 56નું સેવા શૂલ્ક એટલે કે વધારાના આપવા પડશે.

એસબીઆઈનો આ નિયમ એટલા માટે નોંધનિય છે કારણ કે અત્યાર સુધી કોઈ પણ બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે કોઈ પણ વધારાનો ચાર્જ વસુલવામાં આવતો નથી. પછી તમે ભલે ગમે તેટલીવાર તમારા ખાતામાં રૂપિયા જમા કેમ ન કરાવતા હોવ.

મંથલી બેલેન્સના નિયમમાં ફેરફાર

image source

એસબીઆઈએ પોતાના ફરજીયાત મંથલી મિનિમમ બેલેન્સના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. અને તે બેલેન્સના આંકડામાં ધરખમ ઘટાડો કર્યો છે. પહેલાના નિયમ પ્રમાણે જો શહેરની કોઈ એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં તમારું ખાતુ હોય તો તમારે તેમાં મહિનાનું ઓછામાં ઓછું 5000 રૂપિયાનું બેલેન્સ રાખવું પડતું હતું જે હવે ઘટાડીને 3000 રૂપિયા કરી દીધું છે.

પણ જો તમે આ 3000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ તમારા ખાતામાં નહીં જાળવી શકો અને તે રકમ 1500 રૂપિયા સુધી ઘટી જાય તો તેના માટે તમારે રૂપિયા 10 નો દંડ પ્લસ જીએસટી ચાર્જ ભરવો પડે છે.

આ થઈ શહેરની વાત પણ જો એસબીઆઈની સેમી અર્બન બ્રાન્ચમાં એસબીઆઈ ગ્રાહકોએ પોતાના ખાતામાં મિનિમમ રૂપિયા 2000નું બેલેન્સ મેઇન્ટેઇ કરવાનું રહેશે. જ્યારે રુરલ બ્રાન્ચમાં આ મિનિમમ બેલેન્સ રૂપિયા 1000 રાખવામાં આવ્યું છે. જો સેમી અર્બન બ્રાન્ચમાં ગ્રાહક પોતાનું મિનિમમ બેલેન્સ 50 ટકા કરતાં પણ ઓછુ કરી દે તો તેણે 7.50 રૂપિયા પ્લસ જીએસટીનો દંડ લાગુ પડશે.

image source

પણ જો તમે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સના 50થી 75 ટકા કરતાંપણ ઓછું બેલેન્સ મેન્ટેઇન કરતા હોવ તો તેના માટે તમારે 10 રૂપિયાના ચાર્જની સાથે સાથે જીએસટી આપવાનો રહેશે. જો 75 ટકાથી વધારે ઓછી રકમને તમે મેઇન્ટેઇન કરતા હોવ તો તેના માટે તમારે 12 રૂપિયા પ્લસ જીએસટીનો ચાર્જ ચૂકવવો પડશે.

ઉપર જણાવ્યું તે પ્રમાણે રૂરલ બ્રાન્ચમાં તમારે મહિનાનું 1000 રૂપિયાનું બેલેન્સ જાળવી રાખવાનું રહેશે. જો તમે તે બેલેન્સ ન જાળવી શક્યા તો તે માટે તમારે આ પ્રમાણે ચાર્જ ચૂકવવા પડશે. જો તમે એટલે કે એસબીઆઈના ખાતેદાર 50 ટકાથી ઓછું બેલેન્સ મેઇન્ટેન કરતાં હોવ તો તમારે 5 રૂપિયા પ્લસ જીએસટી આપવાના રહેશે. જો તમે 50 ટકાથી અને 75 ટકા જેટલું ઓછું બેલેન્સ મેઇન્ટેન કરતા હોવ તો તમારે 7.50 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવા પડશે. 75 ટકાથી વધારે રકમ પર 10 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવા પડશે.

ખાતામાંથી રૂપિયા ઉપાડવા બાબતેના બદલાયેલા કેટલાક નિયમો

image source

જો તમે તમારા એસબીઆઈના ખાતામાં 25000 રૂપિયાનું મંથલી બેલેન્સની એવરેજ ધરાવતા હોવ તો તે ખાતેદારને મહિનામાં બે વાર મફત પૈસા ઉપાડવા દેવામાં આવશે. જો તમે મહિનાનું એવરેજ બેલેન્સ 25000 રૂપિયાથી 50000 રૂપિયા ધરાવતા હોવ તો તમને મહિનામાં 10 વાર મફત રોકડ ઉપાડવા દેવામા આવશે.

50000 રૂપિયા કરતાં વધારે અને 100000 સુધી માટે 15 રૂપિયા શુલ્ક પ્લસ જીએસટી છે, જ્યારે 100000 રૂપિયાથી વધારે વાળા ગ્રાહકો અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

NEFT અને RTGSના નિયમમાં પણ થયા છે ફેરફાર

image source

NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS એટલે કે રિયલ-ટાઈમ ગ્રોસ સેટલમેન્ટના ચાર્જીસમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ ડીજીટલ પેમેન્ટ માધ્યમ મફત છે અને તેની ફી બ્રાન્ચ પર લગાવવામાં આવે છે. પણ હવે તમારા દર 100000 રૂપિયા સુધીના એનઇએફટી ટ્રાન્ઝેક્શનમાં 2 રૂપિયા પ્લસ જીએસટીનો ચાર્જ લાગશે.

બે લાખથી વધારે રકમ એનેઈએફટી ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ આપવો પડશે.

હવે જો RTGSની વાત કરીએ તો તેમાં 2 લાખથી 5 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન કરવા પર ગ્રાહકે 20 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ ચુકવવો પડશે. 5 લાખથી વધારેના ટ્રાન્ઝેક્શનમાં 40 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવા પડશે.

image source

નવા પરિવર્તન પ્રમાણે, જો કોઈ ગ્રાહક એક મહિનામા ત્રણવાર પોતાના ખાતામાંથી પૈસા જમા કરાવે અને ઉપાડે તો તે તે મફતમાં કરી શકે છે પણ ત્યાર બાદ તેને દરેક ટ્રાન્ઝેક્શનના રૂપિયા 50 પ્લસ જીએસટી ચૂકવવાના રહેશે.

નોન હોમ બ્રાન્ચમાં રોકડ જમા કરાવવાની સીમા પ્રતિ દીવસ 2 લાખ રૂપિયાની છે. તે ઉપરાંત જો નોન-હોમ બ્રાન્ચ મેનેજર નક્કી કરશે કે તે રોકડ સ્વિકારશે કે નહીં.

ચેકબુકના નિયમોમાં પણ થયા છે ફેરફાર

image source

પહેલી ઓક્ટોબરથી એસબીઆઈના ખાતેદારોને પ્રથમ 10 ચેક ફ્રીમાં મળશે. ત્યાર બાદ 10 ચેકવાળી ચેકબુક ચાર્જ ભરીને ખરીદવી પડશે. જેની કીંમત હશે 40 રૂપિયા પ્લસ જીએસટી. અને જો તમે મોટી ચેકબુક એટલે કે 25 ચેકવાળી બુક લેવા માગતા હોવ તો તેના માટે તમારે 75 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવાના રહેશે.

હવે જાણો SBI – ATM ના નિયમો વિષે

image source

પહેલી ઓક્ટોબરથી એસબીઆઈના એટીએમ ચાર્જમાં પણ પરિવર્તન આવવાનું છે. હવે બેંકના ખાતેદારો મેટ્રો શહેરોના એસબીઆઈ એટીએમમાં વધારેમાં વધારે 10 ફ્રી ડેબીટ ટ્રાન્ઝેક્શન કરી શકશે. હાલ આ લિમિટ 6 ટ્રાન્ઝેક્શનની છે. તો વળી મેટ્રો શહેરો સિવાયના વિસ્તારોના એટીએમમાં વધારેમાં વધારે 12 મફત ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

તો સરવાળે એસબીઆઈના કેટલાક નિયમો બદલાવાથી એસબીઆઈ ખાતેદારોને નુકાસન થશે તો વળી કેટલાક નિયમોમાં ફેરફાર થવાથી ફાયદો થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ