મધુબાલા–દીલીપ કુમાર ક્યારેય ન થઈ શક્યા એક, અંતે આ કારણોસર રહી ગઇ તેમની પ્રેમ કહાની અધૂરી

મુગલે આઝમની લોકપ્રિય જોડી મધુબાલા – દીલીપ કુમાર ક્યારેય ન થઈ શક્યા એક

જ્યારે કોઈ સ્ત્રીના સ્મિતના વખાણ થઈ રહ્યા હોય ત્યારે તેની સરખામણી મધુબાલાના સ્મિત સાથે કરવામાં આવતી હોય છે. મધુબાલાને ભારતની મર્લિન મુનરો કહેવામાં આવતી હતી. તેના એક સ્મિતથી લાખો લોકો એક ધબકારો ચૂકી જતાં તેના સૌંદર્યની તો કોઈ સરખામણી જ ન થઈ શકે. મધુબાલાએ ખૂબ જ ટુંકું પણ યાદગાર જીવન જીવ્યું છે.

image source

મધુબાલાએ બોલીવૂડના હીરો તેમજ ખ્યાતનામ ગાયક કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા પણ તેણીનો પ્રથમ પ્રેમ તો હતો બોલીવૂડનો સુપર સ્ટાર દિલીપ કુમાર. પણ તેણી ક્યારેય દિલીપ કુમારના પ્રેમને પામી ન શકી. ફિલ્મ મુગલ એ આઝમમાં જેવો સલીમ અને અનારકલી વચ્ચેનો પ્રેમ હતો તેવો જ પ્રેમ વાસ્તવમાં દિલીપ અને મધુબાલા વચ્ચે હતો. પણ તેમનો પ્રેમ ક્યારેય મંઝીલ પર નહોતો પહોંચી શક્યો.

image source

મધુબાલા અને દીપિલ કુમારનો પ્રેમ 1951માં પ્રદર્શિત થયેલી ફિલ્મ તરાનાના સેટ પરથી શરૂ થયો હતો. બન્ને પ્રથમ નજરે જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. પણ મધુબાલાના પિતાને તેમનો આ પ્રેમ મંજૂર નહોતું. જેટલો તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા તેટલી જ નફરત તેણીના પિતાને તેમના પ્રેમથી હતી. આમ લાખો ભારતીયોની માનીતી જોડી વાસ્વિક જીવમાં ક્યારેય એક ન થઈ શકી.

મધુબાલાએ દિલીપ કુમાર સાથે ઘણી બધી ફિલ્મો કરી જેમા તરાના, સંગદિલ, અમર અને મુગલ-એ આઝમનો સમાવેશ થાય છે.

image source

દિલીપ કુમાર સાથે સંબંધો સફળ ન થતાં મધુબાલા જાણીતા સિંગર કિશોર કુમારના પ્રેમમાં પડી. કિશોર કુમાર એક ગાયક તો હતા જ પણ સાથે સાથે તેમની ફિલ્મોમાંની ફની એક્ટિંગના કારણે તેમની ઇમેજ મસ્તિખોર એક્ટરની બની ગઈ હતી. કિશોર કુમાર પોતે પણ મધુબાલને ખૂબ પસંદ કરતા હતા. આ બન્નેએ એક સાથે ફિલ્મ હાફ ટીકીટમાં કામ કર્યું હતું જે તે વખતે અત્યંત હીટ રહી હતી.

image source

કિશોર કુમાર કોઈ પણ રીતે મધુબાલાને છોડવા નહોતા માગતા. તેઓ ઘણા જીદ્દી સ્વભાવના હતા. તેમણે છેવટે મધુબાલાને પ્રપોઝ કરવાનું નક્કી કરી લીધું અને છેવટે અવસર મળ્યે તેમણે પ્રપોઝ કરી જ દીધું. પણ મધુબાલા માટે હજી પણ પોતાના પરિવારજનોનો પ્રશ્ન ઉભો જ હતો માટે તેમણે પહેલાં તો ના જ પાડી દીધી.

image source

પણ કીશોરકુમાર કોઈ પણ રીતે મધુબાલાને લગ્ન માટે મનાવી લેવા માગતા હતા. અને નવા નવા પેંતરાઓ કરીને તે વારંવાર મધુબાલાને પ્રપોઝ કરતા રહેતા હતા. છેવટે મધુબાલા તેમની આગળ હારી ગઈ અને લગ્ન માટે માની ગઈ. દિલીપ કુમાર સાથે સંબંધો સફળ ન રહેતાં તેણી સતત ડ્રીપ્રેશનમાં રહેતી હતી પણ કિશોર કુમારના સાથે તેણીનો તે ખાલીપો પુરો કરી દીધો હતો.

છેવટે કિશોર કુમાર સાથે લગ્ન થયા અને તેમના લગ્ન 9 વર્ષ સુધી ચાલ્યા

image source

કિશોર કુમારના પ્રપોઝલને માનીને મધુબાલાએ છેવટે તેની સાથે લગ્ન કરી લીધા. પણ અહીં પણ મધુબાલાની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નહોતી લેતી. તેણીને ખબર પડી કે તેણીને એક જીવલેણ બીમારી હતી અને તેના કારણે તે ફરી માનસિક રીતે ટૂટી ગઈ. આ સમય દરમિયાન કિશોર કુમારની તેણીને સૌથી વધારે જરૂર હતી પણ કિશોર કુમાર પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહેતો હતો અને મધુબાલાને સમય નહોતા આપી શક્યા. તે બન્નેનું લગ્નજીવન 1960થી 1969 સુધી ચાલ્યું. 23મી ફેબ્રુઆરી 1969ના રોજ તેણી જીવનની બધી જ ઝંઝટો, નિરાશાઓ પડતા મુકીને આ જગતમાંથી માત્ર 36 વર્ષની ઉંમરે ચાલી ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ