જેઠાલાલ અને બબીતા રિયલ લાઇફમાં છે સારા મિત્ર, જાણો જેઠાલાલે કેવી મદદ કરી તો બબીતાને સિરિયલમાં મળી એન્ટ્રી..

જેઠાલાલ જ લાવ્યા હતા બબીતાજીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં

છેલ્લા 12 વર્ષથી સબ ટીવી પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ લોકોને ભરપૂર મનોરંજન પુરુ પાડી રહી છે. તેનું એક એક પાત્ર સિરિયલના ફેન્સના માનસપટ પર જાણે કોતરાઈ ગયું છે. અને જેઠાલાલના પાત્રની તો વાત જ શું કરવી તે લોકોને ભરપૂર મનોરંજન પુરુ પાડી રહ્યું છે અને જ્યારથી દયાભાભીનું પાત્ર સિરિયલમાંથી ગાયબ થઈ ગયું છે ત્યારથી આખાએ મનોરંજનની જવાબદારી જાણે જેઠાલાલ પર આવી ગઈ છે.

image source

સિરિયલમાં જેઠાલાલનું પાત્ર નિભાવનાર દિલીપ જોશીએ આ પાત્રમાં પોતાનો જીવ રેડી દીધો છે અને તે દિલીપ જોશી નહીં રહીને જાણે જેઠાલાલ જ બની ગયા હોય તેવું લાગે છે. આ સિરિયલમાં જેઠાલાલની તમને ઘણી બધી બાજુઓ જોવા મળે છે. ક્યારેક તે પાક્કો કચ્છી બિઝનેસબેન બની જાય છે તો ક્યારેક એક રોમેન્ટિક પતિ તો ક્યારેક એક કહ્યાગરો દીકરો અને ક્યારેક દીકરા માટે કંઈપણ કરી છૂટે તેવો પિતા અને ક્યારેક પુરુષ સહજ સ્વભાવ દર્શાવતો બબીતાજી સાથે ફ્લર્ટ કરતો જોવા મળી જાય છે. અને લોકોને તેમની કેમેસ્ટ્રી પણ ખૂબ ગમે છે.

image source

તમને જણાવી દઈએ કે બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની મિત્રતા તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા કરતાં પણ વધારે જૂની છે. તેઓ આ સિરિયલમાં એક સાથે કામ કરતાં પહેલાં જ એક બીજાને ઓળખતા હતા કારણ કે આ સિરિયલ અગાઉ પણ તેઓ કો-સ્ટાર રહી ચૂક્યા છે.

image source

તેમની આ સિદરિયલ હતી હમ સબ બારાતી. જે 2004માં પ્રસારિત થઈ હતી. ત્યારથી જ તેઓ એકબીજાના મિત્ર બની ગયા હતા. ત્યાર બાદ 2008માં જ્યારે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માટે જ્યારે બધી કાસ્ટ નક્કી થઈ રહી હતી ત્યારે તેમાં દિલીપ જોશી પણ કાસ્ટીંગમાં હતા અને તેમણે જ મુનમુન દત્તાને શો માટે ઓડિશન આપવા જણાવ્યું હતું અને આમ કરીને તે પણ શોનો એક ભાગ બની ગઈ અને આજે તેણીનો પણ એક મોટો ચાહકવર્ગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ