આટલા બધા લાભ મેળવવા હોય તો જમાડો આ 5 પાંચ લોકોને, જુઓ પછી જીંદગીમાં કેવા આવે છે બદલાવ

એક ભારતીય તરીકે પુણ્ય અને પાપ અંગેની સમજ આપણને બાળપણથી જ ગળથુંથીમાં મળતી હોય છે. મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે, બીજાને જમાડવું એ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ આ પાંચ પ્રકારના લોકોને જમાડવું શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે આવા લોકોને જમાડવાની તક ક્યારેક જ મળે છે. શું તમે જાણો છો કે એવા કયા પાંચ લોકો છે જેમને જમાડવાથી અનેક શુભ ફળ મળે છે.

Bhagavad Gita - Wikipedia
image source

આ અંગે મહાભારતમાં એક શ્લોક પણ કહેવામાં આવ્યો છે.

पितृन् देवानृषीन् विप्रानतिथीश्च निराश्रयान् |
यो नरः प्रीणयत्यन्नैस्तस्य पुण्यफलं महत् ||

૧. ભગવાનને :

Interesting Tourism Places Worth Visiting in India | Indian food ...
image source

– કહેવાય છે કે ઘરમાં બનતી રસોઈમાં સૌથી પહેલો અધિકાર અન્નદેવનો હોય છે. એટલે કે જે ઘરમાં સૌથી પહેલા જમવાનું બનાવીને ભગવાનને ભોગ ધરવામાં આવે છે, એ ઘરમાં ભગવાનની કૃપા પણ હંમેશા એમ જ બનેલી રહે છે. સામાન્ય રીતે લોકો જમવાનું બનાવ્યા પછી સીધા જ પરિવારના લોકોને આપવા લાગે છે, જો કે એવું કરવું જોઈએ નહિ. જમવાનો પ્રથમ ભોગ જરૂરથી ભગવાનને ધરાવવો જોઈએ, હિંદુ ધર્મમાં આ એક સર્વશ્રેષ્ઠ સંસ્કાર માનવામાં આવે છે. જેનું પાલન દરેકે દરેક લોકોએ જરૂરથી કરવું જોઈએ.

૨. મહેમાનોને :

Varanasi, India - May 2013: Stock Footage Video (100% Royalty-free ...
image source

– આપણે ત્યાં અતિથિને દેવ ગણવામાં આવે છે, (અતિથી દેવો ભવઃ | આપણો સ્વભાવ છે અને અને માન્યતા પણ) ઘરે આવેલા મહેમાન ભગવાનની સમકક્ષ માનવામાં આવે છે અને એટલે જ આપણે ત્યાં મહેમાનને આદર અને સત્કાર સાથે જમાડવા જોઈએ. કહેવાય છે કે જે ઘરમાં મહેમાનનો આદર સત્કાર થાય અને એમને સન્માન પૂર્વક જમાડવામાં આવે તો એવા ઘરમાં ખરાબ સમય લાંબો સમય ટકતો નથી. મહેમાન તો અવારનવાર આપણે ત્યાં આવતા જતા રહેતા હોય છે, મહેમાનને આપણા ધર્મમાં સૌભાગ્યના પ્રતિક સ્વરૂપ ગણવામાં આવે છે. જ્યાં મહેમાનને આદર સાથે જમાડવામાં આવે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે અને આવા ઘરોમાં મુશ્કેલી અને ખરાબ સમય વધારે સમય સુધી રહેતો નથી. એટલે જ કહેવાય છે કે ઘરે આવેલા મહેમાનને જમાડવાનો અવસર ક્યારેય ચૂકવું જોઈએ નહિ.

૩. પંડિતને (બ્રાહ્મણને) :

Qualification of Priests at Temples – Brahmins, Fat Tummies ...
image source

– હિંદુ માન્યતાઓમાં ઘણી માન્યતા છે બ્રાહ્મણ જમાડવાની રીત ઘણી જૂની છે. કહેવાય છે જે પંડિતો અને ઋષિઓને જમાડવાથી પુણ્ય મળે છે, તેમજ અજાણતા થયેલા પાપ પણ ધોવાઇ જાય છે. એટલા માટે એમને જમાડવાનો અવસર ક્યારેય ચૂકવો જોઈએ નહિ. પંડિત અથવા બ્રાહ્મણને જમાડવા એ પુણ્યનું કામ ગણવામાં આવે છે. જે પણ વ્યક્તિ સમયાંતરે પંડિતો અને ઋષિઓને જમાડે છે, એમને પોતાના દરેક કાર્યોમાં સફળતા મળતી હોય છે. ઘર્મ ગ્રંથોના આધારે, પંડિતોને જમાડવા માત્રથી પણ માણસ દ્વારા જાણે અજાણે કરાયેલા પાપ પણ પુરા થઇ જાય છે. એટલા માટે પંડિતોને જરૂરથી જમાડવા જોઈએ.

૪. ગરીબોને અથવા ભિક્ષુકને :

Leh serves up counselling session with food grains to migrant ...
image source

– ગરીબ અને ભિક્ષુક લોકોને નફરતની દ્રષ્ટીએ ન જોઇને અમને પણ જરૂરિયાત સમજીને પ્રેમ અને સન્માન સાથે જમાડવા જોઈએ. આમ કરવાથી તમને દરેક કામમાં સફળતા પણ મળશે અને એમને સહાયતા પણ. કેટલાક લોકો અસહાય અને ગરીબો પ્રત્યે ધીક્કારભાવ રાખે છે, જે ઘણું ખોટું છે. આવા લોકોણે આપણે ધિક્કારવા જોઈએ નહિ, ઉલ્ટાનું આવા લોકોની મદદ કરવી જોઈએ. લાચાર અને અસહાય નિર્વાસિત લોકોને જમાડવાનો અવસર ક્યારેય છોડવો જોઈએ નહિ.

૫. પિતાને (માતા-પિતા બન્નેને) :

Coronavirus: When elderly parents want to carry on socialising ...
image source

– પિતૃઓને પણ શાસ્ત્રોમાં ઈશ્વરતુલ્ય ગણવામાં આવ્યા છે. પરિવારના હિત માટે પણ પરિવારે પોતાના પિતૃઓનું સંરક્ષણ અને પાલન બંને કરવું જરૂરી છે. જે પરિવારમાં અવાર નવાર કોઈને કોઈક મુશ્કેલી આવતી હોય એવા પરિવારે પિતૃઓને જમાડવા જોઈએ. પિતૃ (વડીલો)ના આશીર્વાદથી ઘરમાં ખુશીઓ છવાયેલી રહે છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને જમાડીને બ્રાહ્મણોને જમાડવાથી પિતૃઓની આત્માને પણ શાંતિ મળે છે. કહેવાય છે જે શ્રાદ્ધ પક્ષના દિવસોમાં શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક બ્રાહ્મણોની પૂજા-અર્ચના કરી એમને જમાડવાથી દરેક સમસ્યાઓ દુર થઇ જાય છે. આમ ઘર પર પિતૃઓની કૃપા બનાવી રાખવા માટે એમને ભોગ જરૂર લગાડવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ