બુધવારનું વ્રત અને પૂજા-વિધિ આ રીતે કરો ધરે, બધા દુખો થઇ જશે દૂર અને મનને મળશે શાંતિ

બુધવારનું વ્રત અને પૂજા-વિધિ કેવી રીતે કરવી એ અંગેની સંપૂર્ણ માહિતી અહીંથી મળશે. પૌરાણિક માન્યતાઓ મુજબ બુધવારના વ્રતની શરૂઆત વિશાખા નક્ષત્રમાં જ કરવી જોઈએ અને ત્યારબાદ સતત સાત બુધવાર સુધી આ ઉપવાસ કરતુ રહેવું જોઈએ.

image source

ઘણા લોકો બુધવારના દિવસે ભગવાન બુધ અને લક્ષ્મી માતાની પૂજા કરે છે. આપણા શાસ્ત્રોમાં ઉપવાસનું એક અનેરું જ મહત્વ દર્શાવાયું છે. જો કે વૈજ્ઞાનિક રીતે પણ ઉપવાસ કરવા પાછળના યોગ્ય કારણો હોય છે. બુધવારના દિવસે પણ ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસની શરૂઆત વિશાખા નક્ષત્રમાં કરવી જોઈએ અને શરુ કર્યા પછી સતત સાત બુધવાર સુધી ઉપવાસ કરવા જોઈએ.

image source

કહેવાય છે કે આ ઉપવાસ દ્વારા માતા લક્ષ્મી પ્રશન્ન રહે છે અને વ્રત કરનારની દરેક ઈચ્છાઓ પણ પૂર્ણ કરે છે. જો કે દરેક ઉપવાસ નિર્ધારિત વિધિથી કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી માનવામાં આવ્યું છે. કહેવાય છે કે વ્રત કરનારના જીવનમાં સુખ અને શાંતિ રહે છે, તેમજ ઘર પૈસા અને અનાજથી ભરેલું રહે છે. તો ચાલો આજે આપણે જાણીએ બુધવારના વ્રતની વિધિ અને પૂજા પદ્ધતિ વિશેની આ વિશેષ બાબતો.

શુક્લ પક્ષના પહેલા બુધવારના દિવસથી આ વ્રતની શરૂઆત કરવી શુભ શરૂઆત માનવામાં આવે છે.

image source

આ દિવસે વહેલી સવારે ઉઠવું અને નિયમિત કર્યો પૂર્ણ કરી લેવા. ત્યારબાદ નાહી ધોઈને સાફ સફાઈ પૂર્ણ કર્યા પછી જ ભગવાન બુધની પૂજા કરવી જોઈએ.

બુધવારના ઉપવાસ દરમિયાન લીલા રંગની માળા અથવા કપડાંનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ. આ કરવાથી વ્રત કરનારના જીવનમાં શુભ ફળ મળે છે.

image source

વ્રત શરૂ કરતા પહેલા ગણેશ પૂજાની સાથે જ નવગ્રહની પૂજા પણ કરવી જોઈએ. દરેક વ્રતમાં આ શરૂઆત શુભ માનવામાં આવે છે.

જો બુધ ભગવાનની મૂર્તિ પૂજામાં રાખવા માટે ન મળતી હોય, તો ભગવાન શિવની મૂર્તિ રાખીને પણ આ પૂજા કરી શકાય છે.

image source

આખો દિવસ વ્રત રાખ્યા પછી સાંજે પણ પૂજા કરવી જોઈએ.

આ વ્રત દરમિયાન ભાગવત મહા પુરાણનો પાઠ કરવો એ શુભ અને લાભદાયી માનવામાં આવે છે.

image source

બુધવારના વ્રતમાં લીલા રંગની વસ્તુઓનો પ્રયોગ શુભ માનવામાં આવે છે. આ દિવસે લીલા વસ્ત્રો પહેરવા, લીલા ફૂલો ચઢાવવા અથવા લીલી શાકભાજીનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

આ દિવસે એક સમય માટે દહી, મગની દાળનો હલવો અથવા અથવા લીલી વસ્તુઓથી બનેલી ચીજો ખાવી જોઈએ.

આ દિવસે ફક્ત એક જ સમય જમવું અથવા ફળાહાર કરવો જોઈએ.

(નોધ : આ લેખમાં જણાવેલ માહિતી અને સૂચનો સામાન્ય જાણકારીના આધારે આપવામાં આવ્યા છે. અમે આ બાબતે કોઈ વિશ્વાસ નથી અપાવી રહ્યા. આ માહિતી અનુસરવા માટે આ સાથે જોડાયેલ અનુભવીનો સંપર્ક કરવો.)

Source: News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ