દિવસમાં વઘારે પ્રમાણમાં ઊંઘવાની આદત છે? તો બદલી નાખો આજે જ કારણકે..

જો તમને વધારે પડતું ઉંઘવાની ટેવ હોય તો આજથી જ છોડી દો આ ટેવ ! વધી શકે સ્ટ્રોકનું જોખમ

એવી વ્યક્તિ તમને ભાગ્યે જ મળશે જેમને ઉંઘવું નહીં ગમતું હોય. જેટલો જ આપણા સ્વાસ્થ્ય માટે ખોરાક જરૂરી છે તેટલું જ મહત્ત્વ ઉંઘ પણ ધરાવે છે.

પણ આજે બે પ્રકારના લોકો તમને ખાસ જોવા મળે છે એક જરૂર કરતાં ઓછી ઉંઘ લેતા અને એક વધારે પડતી ઉંઘ લેતા લોકો. આ બન્ને સ્થિતિ મનુષ્યના શરીરને નુકસાનકારક છે.

ઓછી ઉંઘ લેતા લોકોની તેમના કામ તેમ જ તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે જ્યારે વધારે પડતી ઉંઘ લેવાથી પણ ઘણી બધી શારીરિક સમસ્યાઓ ખડી થઈ શકે છે.

image source

તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં વધારે પડતી ઉંઘને સ્ટ્રોક સાથે સાંકળવામાં આવી છે. આ સંશોધન પ્રમાણે જો રાત્રી દરમિયાન નવ કલાક કરતાં વધારે ઉંઘ લેવામાં આવે તો અથવા તે દીવસ દરમિયાન તમારે વધારે પડતી ઉંઘ લો તો તેવી વ્યક્તિને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.

આ સંશોધન 30000 લોકો પર કરવામાં આવ્યું છે, જેમાં સમાવિષ્ટ લોકોની સરેરાશ ઉંમર 62 વર્ષ હતી. અને આ સંશોધન લગભગ દસ વર્ષ સુધી કરવામાં આવ્યું હતું.

આ સંશોધન દરમિયાન ઉંઘની પેટર્ન અને સ્ટ્રોકના પ્રસંગો વચ્ચેના સંબંધને તપાસવામાં આવ્યો હતો. છ વર્ષ દરમિયાનના અભ્યાસ દરમિયાન 1500 કેસમાં સ્ટ્રોક્સ નોંધવામા આવ્યા છે.

image source

આ અભ્યાસમાં વધારે પડતી ઉંઘને વધતા સ્ટ્રોક સાથે સાંકળવામાં આવ્યા છે. જે લોકો નિયમિત પણે દીવસ દરમિયાન ડોઢ કલાક કરતાં વધારે ઉંઘ લેતા હોય તેમનામાં સ્ટ્રોક આવવાની શક્યતા 25 ટકા વધારે જોવા મળી હતી. જ્યારે માત્ર એક કલાકની બપોરની ઉંઘ લેતા લોકોમાં આ શક્યતા પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળી હતી.

આ સિવાય જે લોકો રાત્રી દરમિયાન નવ કલાક કરતાં પણ વધારે ઉંઘ લેતા હોય તેમનામાં પણ સ્ટ્રોક્સના જોખમમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ જ પરિવર્તન જે લોકો નવ કલાકથી ઓછી ઉંઘ લેતા હતા તેમનામાં નહોતો જોવા મળ્યો.

image source

રસપ્રદ વાત એ છે કે જે લોકો રાત્રી દરમિયાન સાત કલાકથી ઓછી ઉંઘ લેતા હતા તેમનામાં સ્ટ્રોકનો કોઈ જ વધારો જોવામાં નહોતો આવ્યો.

ટુંકમાં દીવસ દરમિયાન ડોઢ કલાકની ઉંઘ અને રાત્રી દરમિયાન નવ કલાકની ઉંઘ આ બધું ભેગું થઈને તમારા સ્ટ્રોકનું જોખમ વધારે છે તેવુ આ અભ્યાસ દ્વારા સાબિત થયું હતું. જે લોકો આ રીતે વધારે પડતી ઉંઘ લેતા હતા તેમનામાં જે લોકો તેમની સરખામણીએ ઓછી ઉંઘ લેતા હતા તેમના કરતાં 85 ટકા વધારે સ્ટ્રોક રેટ જોવા મળ્યો હતો.

image source

જો કે આ સ્તરે હજુ એ સ્પષ્ટ નથી થયું કે વધારે પડતી ઉંઘ અને સ્ટ્રોક સાથે સાચે જ સંબંધ છે કે નહીં. સંશોધકોનું એવું કહેવું છે કે અભ્યાસ માત્ર આ બન્ને વચ્ચેનો સંબંધ છે તેવું નક્કી કરી શક્યા છે.

સંશોધક જણાવે છે કે વધારે પડતી ઉંઘ બની શકે કે નકારાત્મક ફિઝિયોલોજીકલ પરિણામનું એક અનુમાનિત પરિણામ હોય . હાલ તો વધારે પડતી ઉંઘને તમે અસ્વસ્થ જીવન શૈલીના એક લક્ષણ તરીકે જ માની શકો અને તેના કારણે જ વ્યક્તિને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.

image source

જો કે સંશોધકોનું એવું કહેવું છે કે આ વિષય પર હજુ પણ વધારે સંશોધનની જરૂર છે. બપોરની લાંબી ઉઁઘ અને રાતની વધારે પડતી ઉંઘ બન્ને સ્ટ્રોકના જોખમ સાથે સંકળાયેલા હોઈ શકે છે.

જો કે આ પહેલાંના સંશોધનમાં વધારે ઉંઘ લેતી વ્યક્તિઓના અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું હતુ કે તેમનામાં કોલેસ્ટેરોલનું સ્તર વધારે હોય છે અને તેમની કમર ફર તેનો ઘેરાવો વધે છે અને તે બન્ને જ સ્ટ્રોકના લક્ષણો સાથે જોડાયેલા છે.

image source

આ ઉપરાંત વધારે પડતી ઉંઘ સુસ્ત લાઇફસ્ટાઇલની ચાડી ખાય છે, જેનો સંબંધ પણ સ્ટ્રોકના જોખમ સાથે છે.

આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે રાત્રી દરમિયાનની છ કલાકની ઉંઘ લેતા લોકો કરતાં જે લોકો રાત્રીની આંઠ કલાક કરતાં વધારે ઉંઘ લે છે તેઓનો જ્ઞાન પ્રક્રિયાત્મક દેખાવ નબળો હોય છે. આ અભ્યાસ દ્વારા સાતથી આંઠ કલાકની ઉંધને આદર્શ ગણવામા આવી છે.

image source

આ સંશોધન પરથી એટલું તો કહી શકાય કે વધારે પડતી ઉંઘ એ વ્યક્તિમાં સ્ટ્રોકનું જોખમ વધવા માટે કારણ રૂપ નહીં પણ તેનું એક લક્ષણ કહી શકાય.

તેમ છતાં એટલું તો સ્પષ્ટ જ છે કે વધારે પડતી ઉંઘ સ્ટ્રોક વધવાનો સંકેત આપતી એક ચેતવણી તો ચોક્કસ છે ખાસ કરીને મધ્યમ તેમજ વધું ઉંમરવાળા લોકો માટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ