જો એક વાર વાંચી લેશો આ ઉપાયો, તો જીવનમાં દરેક તબક્કે મળશે સફળતા

જીવનમાં સફળ થવા માટે ચાણક્યની આ 5 વાતોને રાખો ધ્યાનમાં

image source

જો કોઈ વ્યક્તિએ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તેણે ચાણક્યની નીતિઓમાંથી શીખ લઈ શકે છે. આચાર્ય ચાણક્યએ માત્ર રાજકારણ પર નહીં પરંતુ સફળ જીવન જીવવા માટેના સૂત્ર પણ આપ્યા છે.

તો ચાલો આજે તમને જણાવીએ ચાણક્ય દ્વારા આપવામાં આવેલા જીવન સંબંધિત કેટલાક શ્લોક જે તમને સફળતા સુધી લઈ જઈ શકે છે.

1. સ્નેહનો ત્યાગ કરો

image source

ચાણક્ય અનુસાર માણસ જે વ્યક્તિને પ્રેમ કરે છે તેના પ્રત્યે જ તેને ભય પણ હોય છે. પ્રેમ જ તમામ દુખનું મૂળ હોય છે. એટલા માટે પ્રેમના બંધનનોને તોડી અને સુખપૂર્વક રહેવું જોઈએ. એટલે કે હૃદયમાં સ્નેહ હોય તો ભય ઉત્પન્ન થાય.

સ્નેહ દુખનું પાત્ર એટલે કે એક ભાગ છે. તમામ તકલીફોનું મૂળ સ્નેહમાં રહેલું છે. એટલા માટે જ સ્નેહનો ત્યાગ કરી જીવન સુખ સાથે પસાર કરવું.

2. આ રીતે વ્યક્તિને ઓળખો

image source

ચાણક્યના એક શ્લોક અનુસાર આચરણથી વ્યક્તિના કુળની ઓળખ થાય છે. બોલીથી દેશની જાણકારી મળે છે. આદર-સત્કારથી પ્રેમ તથા શરીરની દેખરેખથી વ્યક્તિના ભોજન વિશે જાણકારી મળે છે. ચાણક્ય નીતિ અનુસાર મનુષ્યના કુલ અને ખ્યાતિ તેના આચરણથી હોય છે.

મનુષ્યના શબ્દો, ચાલ તેના દેશની પ્રસિદ્ધિ વધારે છે. માન, સમ્માન તેના પ્રેમને વધારે છે અને તેના શરીરનું ગઠન તેના ભોજનને દર્શાવે છે.

3. સારી પત્નીના ગુણ

image source

એક શ્લોક અનુસાર હકીકતમાં એ જ સ્ત્રી સાચો પત્ની ધર્મ નિભાવે છે જે ગૃહકાર્યમાં દક્ષ હોય એટલે કે ઘરના કામ આવે. સાથે જ જે પ્રિયવાદિની હોય જેના પ્રાણ પોતાના પતિમાં વસતા હોય અને જે પતિપરાયણ હોય તે જ વાસ્તવમાં સાચી પત્ની હોય છે.

જે પવિત્ર અને કુશલ હોય તે પત્ની કહેવાય છે. પોતાના પતિ પ્રત્યે સાચો સ્નેહ રાખે તેવી અને સદૈવ સત્ય બોલે, પોતાના પતિથી કંઈ જ છુપાવે નહીં તે સાચી પત્ની કહેવાય છે.

4. આવા લોકોનો ત્યાગ કરો

image source

ચાણક્ય અનુસાર ધર્મમાં જો દયા ન હોય તો તેવા ધર્મનો ત્યાગ કરવો જોઈએ. વિદ્યાહીન ગુરુ, ક્રોધી પત્ની તેમજ સ્નેહહીન સંબંધીઓનો પણ ત્યાગ કરી દેવો જોઈએ.

કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિ પાસે ધર્મ અને દયા ન હોય તેનાથી દૂર રહેવું જોઈએ. જે ગુરુ પાસે જ્ઞાન ન હોય તેનાથી, જે પત્ની પાસે પતિ માટે પ્રેમ ન હોય તેનાથી દૂર રહેવું હિતાવહ છે.

5. આવા લોકો હોય છે જ્ઞાની

image sources

ચાણક્ય અનુસાર આપણે ક્યાં શું બોલીએ છીએ તેનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ.

કહેવાનો અર્થ એ છે કે માણસએ કોઈ સભામાં શું બોલવું, કોની પાસે પ્રેમની વાત કરવી અને કોના પર ક્રોધ કરવો તે વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જે વ્યક્તિ આ વાતોનું ધ્યાન રાખે છે તે પંડિત અર્થાત જ્ઞાની વ્યક્તિ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ