નહિં ફૂલે તમારું શરીર, જો આ રીતે વધારશો વજન તો..

પાતળું શરીર કોને નથી ગમતું દરેક વ્યક્તિને પોતાનું શરીર ફિટ એન્ડ ફાઈન જોઈએ છે. દરેકને પાતળા રહેવું ગમે છે. પણ જો આ જ પાતળાપણું આપની તકલીફોમાં વધારો કરી દે તો શું કરશો આપ?

આજે ઈન્ટરનેટ પર જેટલા પાતળા થવાના ઉપાયો શોધાય છે એટલા જ વજન વધારવાના કે પછી શરીર વધારવાના ઉપાયો પણ એટલા જ સર્ચ કરાય છે. વધારે પાતળા હોવું એ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે.

image source

વધારે પાતળા હોવાના કેટલાક કારણો હોય છે, પાતળા હોવાથી કેટલું નુકસાન થાય છે પાતળા હોવાની તકલીફમાંથી છુટકારો મેળવવા શુ કરવું જોઈએ? તે હવે અમે આપને જણાવીશું.

દુબળા પાતળા હોવાના કારણો:

-ભોજન- પાતળા હોવાનું એક સામાન્ય અને મુખ્ય કારણ અયોગ્ય રીતે ભોજન કરવાથી હોઈ શકે છે. જે નીચે મુજબ છે.-

image source
  • -ખાવા પીવાની ખોટી આદત.
  • -સમયસર ભોજન ના કરવાથી.
  • -લુખુંસૂકું ભોજન લેવું.
  • -ખૂબ ઓછી માત્રામાં ખાવું.
  • -ભોજનમાં પોષકતત્વોની ઉણપ હોવી.
  • -ભૂખ ના લાગવી.
  • -ભોજનમાંથી રસ ઉડી જવો.
  • – પાચનતંત્રમાં ખરાબી.
  • -કેટલાક લોકોને પાચનતંત્ર તેમને દુબળુ પાતળું બનાવી રાખે છે. જેથી તેઓનું વજન નથી વધી શકતું. આમાં સામાન્ય રીતે આ તકલીફો થઈ શકે છે.
  • -આંતરડા દ્વારા ભોજનમાંથી પોષકતત્વોનું અવશોષણ વ્યવસ્થિત રીતે ના થવું.
  • -કબ્જ કે દસ્તનું સતત થયા કરવું.
  • -બવાસીરની તકલીફ હોવી.
  • -લીવર કે ગોલ બ્લેડરને લગતી સમસ્યા હોવી.
  • -પેટમાં કીડા થવાથી.
image source

-આ સિવાય પણ કેટલાક કારણો હોઈ શકે છે જે આ મુજબ છે.:

  • -માનસિક તણાવ, ચિંતા, દુઃખી હોવું:
  • -આનાથી ભોજન કરવાની ઈચ્છા થતી નથી. તેમજ ભોજન પણ વ્યવસ્થિત રીતે પચી શકતું નથી. જેનો પ્રભાવ શરીર પર જોવા મળે છે.
  • -શારીરિક ગતિવિધિઓ વધારે હોવી, પણ તેટલા પ્રમાણમાં કેલરી ના લઈ શકવાથી.
  • -લાંબા સમય સુધી તાવ રહેવો અને ભૂખ ઓછી લાગવાના કારણે ખાઈ નથી શકાતું.
  • -હોર્મોનનું અસંતુલન શરીર પાતળા હોવાનું કારણ હોઈ શકે છે. જેમ કે થાઇરોઇડને લગતી સમસ્યાઓ.
  • -શરીરને પાતળું રાખવાની ઇચ્છામાં ઓછું ખાવાપીવાની આદત પડી જવાથી.
  • -વારસાગત રીતે એટલે કે ઘરના સભ્યો માતાપિતા, ભાઈબહેન બધાનું પાતળા હોવું. આ પણ એક કારણ હોઈ શકે છે.
  • -મેટાબોલિઝમનું યોગ્ય ના હોવું.
  • -ડાયાબિટીસ, થાઇરોઇડ, ટીબી, લોહીની ઉણપ કે અન્ય કોઈ બીમારીથી પીડાતા હોવ.
  • -દારૂ, સિગરેટ, તમાકુ કે ગુટકા વગેરેનું વધારે પડતું સેવન કરવાથી.
image source

-વધારે પાતળુ હોવું કે વજન ઓછું હોવાથી થતા નુકસાન:

  • -ઓછું વજન હોવાથી એટલું જ નુકસાન થાય છે જેટલું વજન વધારે હોવાથી થાય છે. ઓછા વજનના કારણે કેટલાક લોકોને આ તકલીફો થઈ શકે છે:
  • -શારીરિક વિકાસમાં ઉણપ રહી જવાના કારણે. ખાસ કરીને બાળકોમાં.
  • -ઇન્ફેક્શન હોવાની શકયતા વધી જાય છે. ટીબી જેવા રોગનું સંક્રમણ ખૂબ વધી જાય છે.
  • -જલ્દી થાકી જવું, શારીરિક શ્રમ નથી કરી શકતા.

    image source
  • -હાડકા નબળા થવા.
  • -સ્કિન, દાંત અને વાળની તકલીફ થવી.
  • -લોહીની ઉણપ, તાકતની ઉણપ હોવી.
  • -પ્રતિરોધક ક્ષમતા ઓછી હોવાના કારણે વારંવાર બીમાર પડવું.
  • -મહિલાઓમાં ઓછા વજનના કારણે માસિક સંબંધી તકલીફો, ગર્ભાવસ્થા દરમિયાન તકલીફ, સમય પહેલા ડિલિવરી કે નબળા બાળકનો જન્મ કે વાંઝિયાપણાં જેવી તકલીફો પણ થઈ શકે છે.
image source

-વજન વધારવા કે જાડું થવા માટે શુ કરવું?.

  • -ખાવાનું અને પાચન સુધારવું. મનપસંદ અને સ્વાદિષ્ટ ભોજન ખાવું. સમયસર ભોજન કરવું. ભોજનમાં પૌષ્ટીકતત્વો હોય તેનું ધ્યાન રાખવું.
  • -સંતુલિત ડાયટ લેવું. જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામિન, ખનીજ, ફાઈબર વગેરેનું સંમિશ્રણ હોય.
  • -રોજ જેટલી કેલેરી ખર્ચ કરતા હોવ તેનાથી ૫૦૦ કેલેરી વધુ લેવી. એનાથી દર અઠવાડિયે અડધો કિલો વજન વધી શકે છે. જેટલી કેલેરી વધારે લેશો તેટલું વજન વધારે વધશે.
  • -પ્રોટીનનું પ્રમાણ ભોજનમાં વધારી દેવુ. જેથી માંસપેશીઓ મજબૂત થઈને તેનાથી વજન વધી શકે છે. એના માટે દૂધ, ઈંડા, અનાજ, દાળ વગેરેનો ભોજનમાં સમાવેશ કરવો.

    image source
  • -કાર્બોહાઇડ્રેટ વધારવા માટે ખાંડ, મધ, અનાજ, સ્ટાર્ચ યુક્ત શાક અને ફળ, બટાકા, મકાઈ, કીનોવા, બીન્સ, શક્કરિયા વગેરે લેવું.
  • -ફળ, શાક, સુકામેવા, દાળ, ફણગાવેલા અનાજ વગેરે માંથી પર્યાપ્ત પ્રમાણમાં વિટામિન અને ખનીજ પ્રાપ્ત થઈ શકે છે. એને આહારમાં જરૂરથી સમાવેશ કરવો. જો કોઈ ખાસ વિટામીન કે ખનિજની ઉણપ હોય તો ડોકટરની સલાહથી વિટામિન કેપસ્યુલ લઈ શકાય છે.
  • -પાચન સંબંધિત તકલીફો માટે આંતરડા, લીવર, પિત્તાશયની લગતી પુરી તપાસ કરાવીને યોગ્ય ઉપચાર કરાવવો. પેટમાં કીડા હોય તો ડોકટરની સલાહથી દવા લેવી.
  • -થાઇરોઇડ વગેરેમાં હોર્મોનની તપાસ કરાવવી. જરૂર હોય તો ઉપચાર પણ કરાવવો.
  • -કોઈ વિશેષ બીમારી હોય તો તેનું પૂરું નિદાન જરૂરથી કરાવવું.
  • -નશીલી વસ્તુઓનું સેવન બંધ કરવું જોઈએ. નશીલી વસ્તુઓ પાચન તંત્ર પર ખૂબ ખરાબ પ્રભાવ પાડે છે.
image source

-જાડા થવાના ઘરેલુ ઉપાયો:

  • -રાતે સુતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂર્ણ અને એક ચમચી ઘી ભેળવીને થોડાક દિવસ પીવાથી વજન વધે છે.
  • -સૂકી દ્રાક્ષ, ચ્યવનપ્રાશ, બદામ પાક, અશ્વગંધા પાક જેવા પાકનું સેવન કરવાથી શરીર સ્વસ્થ બને છે. વિશેષજ્ઞની સલાહથી તેનો ઉપયોગ કરવો.
  • -દહીં, દૂધ, ઘી વગેરેનું પાચન ક્ષમતા અનુસાર વધારે લેવાનો પ્રયત્ન કરી શકાય છે. દૂધમાં ફેટ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનું સારું મિશ્રણ હોય છે. આ સાથે જ દૂધમાં વિટામિન અને મિનરલ્સ પણ હોય છે.
  • -માનસિક તણાવ, ચિંતાથી મુક્ત રહેવા માટે પ્રાણાયમ, યોગાસન વગેરે શીખીને તેનો અભ્યાસ કરવો જોઈએ. એનાથી ઊંઘ સારી આવી છે. રોજ ઓછામાં ઓછું ૭ કલાક જરૂરથી સૂવું જોઈએ.
  • -રોજ દિવસે જમી લીધા પછી એક-બે કલાક સુઈ જવાથી જાડાપણું જલ્દી આવે છે.

    image source
  • -ફળ અને શાકભાજી વધારે ખાવા. સુકામેવા જેમકે અંજીર, અખરોટ, બદામ, કાજુ, કિશમિશ વગેરે રોજ ખાવું જોઈએ.
  • -એક જ વારમાં વધારે ખાવું નહિ. થોડું થોડું કરીને ૬ થી ૮ વાર ખાવું. જેથી વધારે ખાઈ શકાય.
  • -તાજી હવામાં ઉઘાડા પગે ચાલવાથી પણ પાચન ક્રિયા સારી રહે છે. ભૂખ વધુ લાગે છે અને ખાવાનું જલ્દી પચી જાય છે.

જાડા થવા માટે શું ખાવું જોઈએ?

– પ્રોટીન: ચીઝ, ઈંડા, દાળ, અનાજ, ઘઉં, ચોખા, જવ, બાજરો વગેરે. , સુકામેવા: બદામ, કાજુ, પિસ્તા, મગફળી, અખરોટ, બિયા.

ફળ: કેળા, સફરજન, સંતરા, કેરી, દ્રાક્ષ, સીતાફળ, સોયાબીન.

image source

-કાર્બોહાઇડ્રેટ: ચોખા, કીનોવા, ઘઉં, ચોખા, દાળ, શક્કરિયા, બટાકા, બ્રેડ વગેરે.

-ફેટ: બદામ, અખરોટ, ઘી , તેલ, બટર, દૂધ, નારિયેળનું તેલ વગેરે.

એક્સરસાઈઝ:

image source

આમાં રોજ સવારે મોર્નિંગ વૉક કરી શકો છો. જિમ જોઈન કરી શકો છો. જિમ ટ્રેનર પાસેથી વજન વધારવાને લગતી કસરતો શીખીને તેનો નિયમિત અભ્યાસ કરી શકાય છે. કેટલીક કસરતો જેવી કે પુશ અપ, બેંચ પ્રેસ, સકવેટ્સ, ડેડ લિફ્ટ, ઓવર હેડ પ્રેસ, ડીપ્સ, ચીન અપ્સ વગેરેની સાથે જ સારો ડાયત પણ વજન વધારવામાં મદદ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ