લોકડાઉનમાં પણ દિશા અને ટાઈગર કારમાં ફરતા’તા, હવે પોલીસ કાર્યવાહી થતાં ડ્રાઇવિંગની મજા બની ગઈ સજા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે દ્વારા લોકડાઉનને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં લોકડાઉનના કારણે ફિલ્મનું શુટિંગ પણ બંધ છે અને મોટાભાગના અભિનેતા પણ ઘરોમાં જ બંધ છે ત્યારે બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ તથા દિશા પટનીની વિરુદ્ધ મુંબઈ પોલીસે FIR દાખલ કરી દીધી છે.

image source

કારણ કે બંને 1 જૂનના રોજ બપોરે 2 વાગ્યે મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં કારમાં ફરતાં પકડાયાં હતાં અને તેણે નિયમો તોડી નાંખ્યા હતા. જો કે હાલમાં માહિતી સામે આવી રહી છે કે તે બહાર નીકળવાનું કોઈ ચોક્કસ કારણ આપી શક્યાં નહોતા.

image source

આ કેસમાં હાલમાં વિગતો સામે આવી રહી છે કે જ્યારે પોલીસે ડોક્યુમેન્ટ્સ ચેક કરીને તેમને છોડી દીધાં હતાં. હવે પોલીસે તમામ પાસાંની તપાસ કર્યા બાદ બંને સામે FIR દાખલ કરી દીધી છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવું પણ સામે આવ્યું છે. મુંબઈ પોલીસ આ કેસ વિશે માહિતી આપી રહી છે કે બંનેની વિરુદ્ધ કલમ 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી, કારણ કે તે જામીનપાત્ર ગુનાની શ્રેણીમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

હાલમાં હાલત એવી છે કે મહારાષ્ટ્રમાં 15 જૂન સુધી કોરોના કર્ફ્યૂ છે અને બહાર જવાની માત્ર સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ છૂટ છે. કહેવામાં આવી રહ્યું છે કે જિમ સેશન બાદ દિશા અને ટાઈગર ડ્રાઈવ પર નીકળ્યાં હતાં. ટાઈગર પાછળ બેઠો હતો, જ્યારે દિશા આગળની સીટ પર જોવા મળી હતી. પોલીસે બંનેનાં આધાર કાર્ડ, લાઇસન્સ ચેક કરીને અન્ય ફોર્માલિટી પૂરી કરીને તેમને જવા દીધા હતા.

image source

જો કે આ પહેલાં પણ માહિતી સામે આવી હતી કે દિશાએ આ વર્ષે માર્ચમાં ટાઈગરની બર્થડે પર ફેમિલીની સાથે ડિનર પણ કર્યું હતું. તેની સાથે ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફ અને માતા આયેશા શ્રોફ પણ જોવા મળ્યા હતાં. ત્યારે હવે આ લવરિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે એવું લાગી રહ્યું છે.

image source

ટાઈગર શ્રોફ દિશા પટનીનો સંબંધ કોઈનાથી છુપાયેલો નથી. ત્યારે અનિલ કપૂર ધ કપિલ શર્મા શો પહોંચ્યો હતો, જ્યાં તેને કેટલાક જવાબો આપવાના હતા. આ દરમિયાન તેના મોંમાંથી ટાઈગર અને દિશા વિશે કેટલીક વાતો બહાર નીકળી ગઈ. શોમાં કપિલ અનિલ કપૂરને પૂછે છે કે એ કયા અભિનેતા અથવા અભિનેત્રી છે, જેમના કિચનમાં જઈને તમે તેમની ફૂડ રેસિપી ચોરી કરવા માંગો છો.

image source

તેના પર અનિલ જવાબ આપે છે ટાઈગર શ્રોફ. તે આગળ કહે છે કે, હું જ્યારે દિશા પટની સાથે કામ કરી રહ્યો હતો ત્યારે મૈં વિચાર્યું કે ટાઈગર સાથે તો કામ કરવાનો મોકો નથી મળ્યો, પણ હું દિશા સાથે તો કામ કરી ચૂક્યો છું. આટલું કહ્યાં બાદ અનિલ તરત પોતાની કહેલી આ વાતને કવર અપ કરતા કહે છે- ટાઈગર અને દિશા ખૂબ જ સારાં ફ્રેન્ડ્સ છે એટલે મૈં દિશાની જ ડાયટ જાણી લીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!