કોરોનાનો અસલી પ્રકોપ, મહારાષ્ટ્રમાં એવો પહેલો કેસ સામે આવ્યો કે બધા ડોક્ટર અને નિષ્ણાંતો પણ હચમચી ગયા

કોરોનાને લઈ કોઈને કોઈ નવા સમાચાર સામે આવતા રહે છે. ક્યારેક સારા તો ક્યારેક ખરાબ. પરંતુ હાલમાં મહારાષ્ટ્રથી જે સમાચાર આવ્યા એ ખરેખર ભયાવહ છે. આમ તો મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતાં રાજ્યની તમામ હોસ્પિટલોમાં બાળકો માટે વિશેષ રીતે કોરોના વોર્ડની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાંગલી શહેરની હોસ્પિટલમાં બાળકો માટે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યા છે. કારણ કે દેશના જુદા જુદા વિસ્તારોમાં એવા અનેક કેસ સામે આવ્યા છે, જેમાં કોરોનાથી બાળકોનાં માતા-પિતાનાં મોત નીપજ્યાં હોય કે પછી કોઈ એકનું મોત થયું હોય. NCPCRના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 29 મે 2021 સુધીમાં 80 બાળકોએ માતા-પિતા છત્રછાયા ગુમાવી છે. તો 716 બાળકો એવાં છે જેમણે માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા હોય. ત્યારે હવે કિસ્સો સામે આવ્યો છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જન્મના માત્ર 15 કલાકમાં જ નવજાત કોરોનાથી સંક્રમિત થયું છે.

image source

બાળકને કોરોના થયો એ નવી વાત નથી પણ આ કેસમાં આશ્ચર્યની વાત એ છે કે નવજાતની માતામાં સંક્રમણનાં કોઈ જ લક્ષણો નથી, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે આ ઘટના જોઈને ડોક્ટર પણ પરેશાન છે કે આવું કઈ રીતે થઈ શકે છે. આ અનોખા કેસ વિશે વાત કરતા પાઘરના જિલ્લા ચિકિત્સા અધિકારી ડૉ. દયાનંદ એમ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે દર્શેઠ ગામમાં રહેતી મહિલાએ રવિવારે પાલઘરના એક ખાનગી નર્સિંગ હોમમાં બાળકીને જન્મ આપ્યો હતો.

image source

ડોક્ટર આગળ વાત કરે છે કે જન્મના 15 કલાક બાદ જ તે કોરોના સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ છે. અધિકારીએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં નવજાત કોરોનાવાયરસથી સંક્રમિત થયું હોય એવો તો આ પહેલો જ કેસ છે. આ માસૂમ બાળકી જન્મતાંની સાથે જ કોરોના સામે જંગ લડી રહી હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. ડોકટર્સની એક ટીમ સતત તેની દેખરેખ રાખે છે અને તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે બાળકીને જવાહર તાલુકાની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તમામ જરૂરી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે સત્તાવાર આંકડા મુજબ, પાલઘર જિલ્લામાં સોમવાર સુધીમાં કોવિડ-19ના 1,09,874 કેસ સામે આવ્યા છે અને સંક્રમણથી 2,066 લોકોનાં મોત થયાં છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાંથી બાળકો કોરોનાથી સંક્રમિત થયાં હોવાના જે આંકડાઓ સામે આવ્યા છે એ ડરાવનારા છે. અહીં મે મહિનામાં લગભગ 9,900 બાળક કોરોનાથી સંક્રમિત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!