નાનકડી બાળકીને લોહી પહોંચાડવા લગાવાઇ ગાયની નસો, જાણો કેટલા કલાક ચાલી આ સર્જરી

ગાયની નસોથી મળ્યું બાળકીને જીવનદાન – લીવરનું સફળ રીતે કરવામાં આવ્યું પ્રત્યારોપણ

image source

ભારતની અત્યાધુનિક તબિબિ સેવાઓનો વિદેશમાં ડંકો છે. ભલે આપણા સ્ટાર્સ તેમજ રાજકારણીઓ પોતાની સારવાર માટે અમેરિકા અને ઇંગ્લેન્ડ તરફ રુખ કરતાં હોય પણ. ભારતમાં વિદેશમાંથી ઘણા લોકો પોતાની સારવાર કરાવવા આવે છે અને સ્વસ્થ અને સંતુષ્ટ થઈને પાછા જાય છે.

image source

તાજેતરમાં સાઉદી અરબની એક દીકરીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. પણ આ લીવર ટ્રાન્સ્પ્લાન્ટમાં આપણા દેશનું પુજનિય પ્રાણી એવી ગૌમાતાનું યોગદાન નોંધનીય છે. આ લીવર ટ્રાન્સપ્લાન્ટ ગાયની નસોની મદદથી કરવામાં આવ્યું છે.

image source

વાસ્તવમાં સાઉદી અરબમાં રહેતી એક વર્ષની નાનકડી બાળકી હૂર જન્મથી જ લીવરની બીમારીથી પીડાતી હતી, સાઉદીમાં તેણીના માતાપિતાને ત્યાંના ડોક્ટરોએ ભારતમાં સારવાર લેવાની સલાહ આપી હતી. અને તેણીના માતાપિતા પૂરી આશાથી દીકરીને ભારત સારવાર માટે લઈ આવ્યા હતા.

image source

આમ તો લીવર ટ્રાન્સ્પ્લાન્ટ હવે આધુનિક ટેક્નોલોજી તેમજ ડોક્ટરની કૂનેહના કારણે ઘણું સરળ થઈ ગયું છે પણ આટલી નાની બાળકીમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું એ ડોક્ટર્સ માટે પણ પડકારજનક બાબત હતી. હૂરની ગુરુગ્રામની આર્ટેમિસ હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી.

image source

ડોક્ટરે હૂરના કેસ વિષે વાત કરતા જણાવ્યું કે હૂરના ટ્રાન્સપ્લાન્ટમાં તેમણે ગાયની નસોની મદદ લીધી છે અને સફળ રીતે હૂરમાં લીવરનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે અને હવે હૂર સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે આ એક જટીલ ઓપરેશન હતું જેમાં ડોક્ટરોની એક ટીમે સતત 14 કલાક સુધી ઓપરેશન કર્યું હતું.

ગાયની નસો વાપરીને કરવામાં આવેલું આ લિવર ટ્રાન્સપ્લાન્ટ બીલકુલ અનોખુ છે. હૂરના માતાપિતાએ પોતાની બાળકીને નવજીવન આપનાર ડોક્ટર્સનો ખુબ આભાર માન્યો છે.

image source

માતાપિતાએ જણાવ્યું હતું. કે તેમની નાનકડી બાળકીને જન્મથી જ લીવરની તકલીફ હતી અને તેની સારવાર સાઉદી અરબમાં થઈ શકે તેમ નહોતી અને માટે તેમણે ભારતમાં સારવાર માટે આવવું પડ્યું. હાલ તેઓ પોતાની દીકરીને સ્વસ્થ જોઈને ખુશ છે અને ડોક્ટર્સનો ખુબ આભાર માની રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ