કરીનાની આ લેટેસ્ટ તસવીરમાં નથી દેખાતા તેના ઘૂંટણ, ફેન્સે કરી એવી કોમેન્ટ કે ના પૂછો વાત

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની સ્ટાઇલ સેન્સ અને પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જાણીતી છે.

કરીના કપૂર ખાન એક એવી સ્ટાર ડીવા છે જે વેસ્ટર્ન આઉટફિટ હોય કે ઇન્ડિયન આઉટફિટ. બંનેમાં ખૂબ જ સુંદર લાગે છે.

ફેશન મેગેઝીન ગ્રાઝિયા ઇન્ડિયાની તાજેતર પોસ્ટમાં કરીના કપૂર કેમેરા સામે પોઝ કરતી દેખાઈ રહી છે. જો કે આ ફોટો ખૂબ જ સુંદર છે પરંતુ આ ફોટોને સોશિયલ મીડિયા આવતા જ આ ફોટામાં કરાયેલ ભારે એડિટિંગ ફેન્સની નજરોથી છુપાવી શક્યા નથી.

image source

ફોટામાં કરીના કપૂર ખાનના પગને એવી રીતે એડિટિંગ કરાયા હતા કે તેમાં તેના ઘૂંટણ પણ જોવા મળી રહ્યા નથી. લોકોએ તરત જ મેગેઝીનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

 

View this post on Instagram

 

A post shared by GRAZIA India (@graziaindia) on

એક યુઝર લખે છે કે “ઘૂંટણ ક્યાં ગયા?” . જ્યારે અન્ય એક યુઝર મેગેઝીનને જવાબદાર ગણતા લખે છે કે “ફોટોશોપ કરવાની પણ એક હદ હોય છે. કરીનાના પગ અને કાફ મસલ્સ ક્યારેય પણ આટલા પાતળા હોઈ શકે નહીં.”

ત્યાંજ અન્ય એક મહિલાએ પ્રસિધ્ધ ફિલ્મ ‘અમર, અકબર,એન્થની’ ના ગીતનો ઉલ્લેખ કરતા લખે છે કે ” ho knee ko unho knee karde unho knee ko ho knee ek jagah jab jama ho tino photoshop, illustrator aur lightrooooom!”

image source

કરીના કપૂર ખાન હાલમાં જ કોમેડી-ડ્રામા ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં જોવા મળી હતી. આ સિવાય ‘જબ વી મેટ’ની આ એક્ટ્રેસ પોતાના પોપ્યુલર શો ‘વોટ વિમેન વોન્ટ’માં પણ જોવા મળી શકે છે. આ શો FM ઇશ્ક ૧૦૪.૮ પર બ્રોડકાસ્ટ થાય છે.

image source

વીરે દી વેડિંગની આ એક્ટ્રેસ હવે જલ્દી જ હોમી અડજાનીયાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૧૭ માં આવેલી કોમેડી-ડ્રામા ફિલ્મ હિન્દી મીડીયમની ફ્રેન્ચાઈજી છે.

image source

આ ફિલ્મમાં એકટર ઈરફાન ખાન અને ટીવી સ્ટાર રાધિકા મદાન પણ જોવા મળશે. આ ફિલ્મ માર્ચ, ૨૦૨૦માં થિયેટરમાં રિલીઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ