2020ના રજાઓના કેલેન્ડર પર કરી લો એક નજર, અને આ તારીખો નોંધીને કરો ફરવા જવાનું પ્લાનિંગ

હરવા ફરવાનું, યાત્રાઓ કરવાનું કેટલું જરૂરી છે? આપ એના વિશે શું વિચારો છો?

શુ આપને ખબર છે કે એપલ કંપનીના સીઈઓ રહી ચૂકેલા અમેરિકન બિઝનેસ ટાઈકુન સ્ટીવ જોબ્સની કામયાબી પાછળ યાત્રાઓ કરવી, દુનિયામાં ફરવાનું પણ એક મુખ્ય ભાગ રહ્યો હતો?

આપણામાંથી મોટાભાગના લોકો એવા છે જે લોકો ફરવા માટે જવાનું વિચારતા રહી જાય છે પણ સમય કાઢી શકતા નથી. આખું વર્ષ કામ, કામ અને બસ કામ.

image source

બીઝી શેડ્યુલની વચ્ચે જે કેટલીક નવરાશની પલો મળે છે તો પણ આપ ફરવા ગયા નથી અને વર્ષ ૨૦૧૯ વીતી ગયું. કઈ વાંધો નહિ, આવનાર વર્ષ ૨૦૨૦ માટે અત્યારથી જ પ્લાનિંગ કરી લો. કેવી રીતે કરી શકશો એ હવે આપને જણાવીશું.

ફરવા જવાના આમ તો ઘણા ફાયદાઓ છે, પણ અમેરિકન બિઝનેસ ટાઈકુન અને એપલ કંપનીના સીઈઓ એવા સ્ટીવ જોબ્સનો એક કિસ્સા વિશે જાણીશું. સ્ટીવ જોબ્સ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે તેઓ ભારત ફરવા આવ્યા હતા અને તેઓનો દ્રષ્ટિકોણ વિસ્તૃત થઈ ગયો.

image source

સ્ટીવ જોબ્સે પોતાના ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે પોતાનો દેશ છોડીને બીજા દેશમાં ફરવા જવાથી તેઓના વિચારો પણ બદલાઈ ગયા હતા, આત્મવિશ્વાસ મજબૂત થયો અને તેમનું દિમાગ અસિમિત સંભાવનાઓ માટે ખુલી ગયું.

ત્યારબાદ સ્ટીવ જોબ્સે એપલ કંપનીનું નામ દુનિયાની ટોપ કંપનીઓમાં નોંધાવી દીધું. તો આપ શુ વિચારી રહ્યા છો? અહીં અમે આપને જણાવીશું કે ૨૦૨૦ના વિકેન્ડને આપ કેવી રીતે હરવા ફરવા માટે ઉપયોગ કરી શકો છો?

image source

વર્ષ ૨૦૨૦માં ઘણા વિકેન્ડ છે અને વિકેન્ડને અડીને શુક્રવાર કે સોમવારની પણ રજાઓ છે. એટલે કે થોડી એડવાન્સ પ્લાનિંગ કરી લઈએ તો બીઝી શેડ્યુલમાંથી પણ ફરવા જઈ શકાય છે. આપની રજાઓ પણ બરબાદ નહિ થાય અને આપ ટૂર પર જઈને હળવા પણ થઈ જશો.

આપ પણ ખુશ અને આપની ફેમિલી પણ ખુશ. અમે અહીં આપને વર્ષ ૨૦૨૦ની રજાઓ અને વિકેન્ડ પ્લાન જણાવી રહ્યા છીએ, જેનાથી આપને ટ્રીપ પ્લાન કરવામાં પણ મદદ કરશે.

જાન્યુઆરી-ફેબ્રુઆરી , ૨૦૨૦

image source

જાન્યુઆરીની ૧૫ તારીખ એટલે કે બુધવારના મકરસંક્રાતિની રજા છે. જો આપ ગુરુવાર અને શુક્રવારના એટલે કે ૧૬ અને ૧૭ જાન્યુઆરી બે દિવસની રજા લઈને તો વિકેન્ડની સાથે મળીને પાંચ દિવસની ટ્રીપ પ્લાન કરી શકો છો.

આ જ રીતે ફેબ્રુઆરીમાં ૨૧ તારીખે મહાશિવરાત્રીની રજા છે અને ત્યારબાદ ૨૨ અને ૨૩ તારીખે વિકેન્ડની રજા છે એટલે કે આપ ત્રણ દિવસની રજાઓમાં આગ્રા, અલવર, જયપુર જેવી ટ્રીપ પ્લાન કરી શકો છો.

માર્ચ-એપ્રિલ ૨૦૨૦.

image source

આ જ રીતે માર્ચમાં પણ ૭ તારીખથી ૧૦ તારીખની વચ્ચે સરળતાથી ફરવા જઈ શકો છો. ૭ અને ૮ તારીખના વિકેન્ડની રજા છે. જ્યારે ૧૦ તારીખે હોળી છે. બસ આપને ફક્ત વચ્ચેની ૯ તારીખની રજા લેવાની જરૂર પડશે.

એપ્રિલમાં તો ઘણી બધી રજાઓ છે. ૨ એપ્રિલના દિવસે રામનવમી છે. ત્યારપછી ૩ તારીખની રજા રાખીને ૪-૫ એપ્રિલના વિકેન્ડની રજા છે. ઉપરાંત ૬ એપ્રિલના રોજ મહાવીર જયંતિ છે. એટલે કે આપ પાંચ દિવસની ટ્રીપ પ્લાન કરી શકો છો. ત્યારપછી ૧૦ એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે છે અને ૧૧-૧૨ તારીખે વિકેન્ડની રજા છે.

મે-જૂન, ૨૦૨૦

image source

૧લી મેના રોજ મજદૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિન છે. ત્યારપછી ૨-૩ મે ના રોજ વિકેન્ડ છે. પછી ૭ મેના રોજ બુદ્ધ પૂર્ણિમા અને ૯-૧૦ તારીખે વિક ઓફ છે. આની વચ્ચે એક દિવસની વર્કિંગ લિવ લઈ લો તો એક સારી ટ્રીપ પ્લાન કરી શકો છો.

જૂનમાં એવી કોઈ રજા કે વિકેન્ડ છે જ નહીં, પણ બાળકોનું સમર વેકેશન હોવાથી આપ આપની ઓફિસમાંથી રજા લઈને ટ્રીપ પ્લાન કરી શકો છો.

જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૨૦

image source

૩૧ જુલાઈ પછી વિક ઓફ આવે છે. આ વચ્ચે જ બકરી ઈદ અને રક્ષાબંધન પણ આવે છે. એટલે કે આપ એ સમયે પણ ટ્રીપ પ્લાન કરી શકો છો. આ સિવાય ૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ સુધી પણ ત્રણ રજાઓ છે. જેમાં આપ કોઈપણ નાની ટ્રીપ પ્લાન કરી શકો છો.

સપ્ટેમ્બરમાં ૧૭ તારીખે વિશ્વકર્મા જયંતિ છે તો આપ ૧૮ તારીખની એક રજા લઈને ૧૯-૨૦ના વિકઓફ સાથે એક સારી ટ્રીપ પ્લાન કરી શકો છો.

ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૨૦.

image source

૨જી તારીખે ગાંધી જયંતીની રજા છે. ત્યારપછી ૩-૪ તારીખે વિકઓફ આવે છે. આ દિવસોમાં આસપાસ ક્યાંક ફરવા જઈ શકો છો.

નવેમ્બરમાં ૧૩ તારીખના ધનતેરસ છે અને ૧૪-૧૫ના વિકઓફ, ત્યારપછી ૧૬ તારીખે ભાઈબીજની રજા રહેશે. આ જ રીતે ૨૮-૨૯ના વિકઓફ છે અને ૩૦ તારીખે ગુરુ નાનક જયંતિ છે. એટલે કે નવેમ્બરમાં આપની પાસે ટૂર કરવાની બે તકો આપને મળી શકે છે.

ડિસેમ્બર, ૨૦૨૦

image source

૨૫ ડિસેમ્બરના ક્રિસમસ પછી ૨૬-૨૭ વિકઓફ છે. સતત ત્રણ રજાઓ છે અને પછી વર્ષની રજાઓ વધી હોય તો ૨૮ ડિસેમ્બર, ૨૦૨૦ના રજા લઈને ૧ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીની પાંચ રજાઓ લઈને આઠ દિવસની કોઈ લાંબી યાત્રા પ્લાન કરી શકો છો.

સિંગલ છો તો પાટર્નર કે દોસ્તો સાથે ફરવા જઈ શકો છો અને પરણિત છો તો બાળકો સહિત પુરા પરિવાર સાથે ફરવા જશો. આપની આ ટ્રીપ જીવનભર માટે યાદગાર બની જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ