પીળા દાંતને ચમકાવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને મેળવો થોડા જ દિવસમાં રિઝલ્ટ

ચહેરા પરની મુસ્કાન જ આપણી પહેલી ઓળખ છે. ચમકદાર દાંત કોને નથી ગમતા,પરંતુ ખાન પાન અને સફાઈની બેદરકારીના કારણે સમય જતાં આપણા દાંત પીળા પડવા લાગે છે.સામાન્ય રીતે લોકો પૂછતા હોય છે કે પીળા પડી ગયેલા દાંત સફેદ કેવી રીતે કરી શકાય?પીળા દાંતને કેવી રીતે સાફ કરીશું? આવા જ સવાલોના જવાબ આપણાં રસોડામા જ છુપાયેલા છે. આવી સરળ રીતો દ્વારા તમે તમારા પીળા પડી ગયેલા દાંતને મોતીની જેમ ચમકાવી શકો છો.

ઇનો (ENO) અને લીંબુનો પ્રયોગ

image source

ઘરમાં ઇનો તો હોય જ છે. ઇનો એક વાટકીમાં લો પછી એમાં લીંબુનો રસ ઉમેરો પછી તરત જ એને આંગળી ઉપર લઈને પીળા પડી ગયેલા દાંત ઉપર લગાવો. પાંચ મિનિટ પછી કોગળા કરી દો. ઇનો આ નુસખાથી દાંત ઉપરની પીળાશ દૂર થશે અને દાંત મોતીની જેમ ચમકવા લાગશે.

સરસિયાનું તેલ અને મીઠું

image source

સરસિયાના તેલમાં મીઠું ભેળવીને દાંત ઉપર ઘસવાથી દાંત ઉપર રહેલી પીળાશ દૂર થાય છે. આ નુસખો પાયોરિયા થયેલા વ્યક્તિ માટે ખૂબ જ લાભદાયી છે. જો તમારા દાંતમાં કીડા પડી ગયા હોય તો આ તેલમાં બે લવિંગને ડૂબાડી કીડા પડી ગયેલા દાંતની નીચે મૂકી દો આરામ મળશે.

લીંબુના રસ દ્વારા

image source

લીંબુનો રસ કાઢી એમાં સરસિયાનું તેલ અને મીઠું ભેળવી એક બોટલમાં ભરીને મૂકી રાખો. બ્રશ કર્યા પછી આ પાણીથી કોગળા કરો અને આંગળિથી દાંત ઉપર ઘસો જેનાથી દાંત મોતીની જેમ ચમકવા લાગશે. અઠવાડિયામાં એક વાર આનાથી કોગળા કરવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા ખાતાં થઈ જાય છે.

બેકિંગ સોડા અને મીઠું

image source

બેકિંગ સોડામાં મીઠું ભેળવી આને દાંત ઉપર બ્રશ કરવાથી દાંત ઉપરની પીળાશ દૂર થશે. આનાથી મોઢામાં પાયોરિયાની તકલીફ ઓછી થશે અને દાંત ચમકવા લાગશે.

સ્ટ્રોબેરીની પેસ્ટ

image source

સ્ટ્રોબેરીમાં દાંતને સફેદ કરવાવાળું ફોલિક એસિડ હોય છે. આની પેસ્ટ બનાવીને પીળા પડી ગયેલા દાંત ઉપર લગાવો અને થોડીક મિનિટ એમ જ રહેવા દો. આવું થોડાક દિવસો સુધી કરવાથી દાંત ઉપરની પીળાશ દૂર થશે.

કોલસો

image source

તમને પહેલા એજ વિચાર આવશે કે દાંત ને સફેદ કરવા માટે કાળો કોલસો શું કામ આવશે. પરંતુ આ બિલકુલ સાચી છે કે કોલસો દાંત ચમકાવે છે એટલે જ વિદેશોમાં કોલસામાંથી બનેલું ચૂર્ણ દાંત ચમકાવા માટે ઉપયોગ થાય છે. બજાર માથી બળી ગયેલી લાકડીનો કોલસો લઈ આવો પછી એને મિક્ષ્ચરમાં પીસી લો અને પછી આને દંત મંજન તરીકે વાપરો. વાપરતા પહેલા જરૂરથી અજુગતું લાગશે પરંતુ કોગળા કર્યા પછી તમે દેખી શકશો કે તમારા દાંત કેવા સરસ ચમકી રહ્યા છે.

ચા-કોફીનુ સેવન લિમિટેડ કરો

image source

દૂધથી બનેલ ઉત્પાદનોનું સેવન વધુ કરો. કારણકે તેમાં કેલ્શિયમ હોય છે જે દાંત માટે ખૂબ જરૂરી છે. ચા કોફીનુ સેવન લિમિટેડ માત્રામાં જ કરો.

તુલસી

image source

તુલસી મોઢુ અને દાંતના રોગથી આપણને બચાવે છે. તેના પાનને તાપમાં સુકવીને પાવડર બનાવી લો પછી ટૂથપેસ્ટમાં મિક્સ કરીને રોજ બ્રશ કરો. પીળાશ આપ મેળે જ દૂર થઈ જશે.

સંતરાની છાલ

image source

સંતરાના છાલટા અને તુલસીના પાનને સુકવીને પાવડર બનાવી લો. બ્રશ કર્યા પછી આ પાવડરથી દાંત પર હળવેથી રોજ મસાજ કરો.

નારિયેળ તેલ

image source

નારિયળ, તલ કે જૈતૂનનુ તેલથી દાંત સાફ કરવા આયુર્વેદિક પદ્ધતિ છે. એક ચમચીમાં નારિયળ તેલ લઈને તેને મોઢા અને દાંતમાં લગાવો.

દાતણનો ઉપયોગ કરો

image source

એક ગ્લાસ પાણીમાં અડધુ લીંબૂ નિચોવો અને તેમાં આખી રાત દાતણ મુકી દો. સવારે આ જ દાતણનો ઉપયોગ કરો. તેનાથી દાંતની પીળાશ ખતમ થઈ જશે. જો તમે રોજ દાતણ નથી કરી શકતા તો અઠવાડિયામાં એક દિવસ જરૂર દાંતણ કરો. તેનાથી દાંત અને મસૂઢા સ્વસ્થ અને મજબૂત પણ થાય છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ