અમેરિકામાં વસવાટની લાલચે અમદાવાદી યુવાન કંઈક આવું કરી બેઠો ! અને એયરપોર્ટ પર જ પકડાઈ ગયો…

અમેરિકાનું એટલું ગાંડપણ કે ખોટા વિઝા પર અમેરિકા જવા આ 32 વર્ષનો યુવાન બન્યો 81 વર્ષનો વૃદ્ધ

લોકોને વિદેશ વસવાનું એટલું ઘેલુ હોય છે કે તેઓ કોઈ પણ ભોગે ગમે તેટલા વિઘ્નોને પાર કરીને આડી અવળી રીતે પણ વિદેશ અને ખાસ કરીને અમેરિકા વસવાના પ્રયાસ કરતાં હોય છે. તાજેતરમાં જ દિલ્લીના આંતરરાષ્ટ્રિય હવાઈ મથક ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક આવો જ અજબ-ગજબ કિસ્સો બની ગયો.

એક 32 વર્ષિય યુવાને અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે એક 81 વર્ષના વૃદ્ધનો વેશ ધારણ કર્યો. કારણ કે તેની પાસે અમેરિકા જવા માટે વિઝા નહોતા પણ જે વૃદ્ધનો તેની પાસે વિઝાના સિક્કા મારેલો પાસપોર્ટ હતો તેનો વેશ ધારણ કરીને તે અમેરિકા જવા માગતો હતો. જો કે તેની યુવાન ચામડીના કારણે તે પકડાઈ ગયો અને ત્યાર બાદ તેની ધરપકડ કરીને તેની પુછપરછ કરવામા આવી રહી છે.

આ બીજું કોઈ નહીં પણ અમેરિકા પાછળ ઘેલો એવો એક ગુજરાતી યુવાન જ છે અને અમદાવાદમા રહે છે, તેનું નામ છે જયેશ પટેલ. ઇંદિરા ગાંધી હવાઈ મથક પર ફરજ બજાવતા સીઆઈએફએસના મહાનિરિક્ષક હેમેન્દ્ર સિંહે આ વિષે જાણકારી આપતા જણાવ્યું, ‘ઇંદિરા ગાંધી હવાઈ મથકના ટર્મિનલ 3 પર રવિવારે રાત્રે વૃદ્ધની વેષભુષામાં આવેલો આ બહુરુપિયો વ્હિલચેર પર આવ્યો હતો. તેણે એરપોર્ટની તપાસ સંસ્થાને છેતરીને ઇમીગ્રેશન પણ ક્લિયર કરી લીધું હતું.’

વાહ, ઇમિગ્રેશન પણ ક્લિયર કરી લીધું ! પણ જ્યારે આ મુસાફર સીઆઈએસએફના ગાર્ડને મળ્યો ત્યારે તેની વાત કરવાની સ્ટાઈલથી તેમને તેના પર શંકા ઉપજી. તેણે એક વૃદ્ધનો અવાજ તો સરસ કાઢ્યો હતો પણ તેના અવાજ સાથે તેની ચામડી મેચ નહોતી થતી. કારણ કે એક 80 વર્ષના વૃદ્ધની ચામડીમાં જે કરચલીઓ હોવી જોઈએ તે તેના ચહેરા પર જરા પણ નહોતી દેખાતી. તેની ત્વચા અને તેના અવાજના કમેળે તેનો ભાંડો ફોડી નાખ્યો.

32 વર્ષનો જયેશ પટેલ કે જે અમદાવાદનો રહેવાસી છે તેણે પોતાની જાતને 81 વર્ષના વૃદ્ધ અમરીક સિંહ સાબિત કરવાનો લૂલો પ્રયાસ કર્યો હતો. આગળ તપાસ માટે તેને દિલ્લી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જયેશ પટેલ યેન કેન પ્રકારેણ અમેરિકામાં સ્થાયી થવા માગતો હતો અને તે માટે તે કોઈ પણ હદે જવા તૈયાર હતો. તેણે એક દલાલ પાસેથી 81 વર્ષના અમરિક સિંહનો અસલી પાસપોર્ટ આપવામાં આવ્યો હતો. અન તેના પર પાક્કા વિઝાના સિક્કા પણ મારેલા હતા. પાસપોર્ટમાંના ફોટામાંના વૃદ્ધ જેવો વેશ ધારણ કરવા જયેશ લગભગ સફળ રહ્યો હતો પણ ઉમર પ્રમાણેની કરચલીવાળી ચામડીએ તેના આ પ્રયાસને નિષ્ફળ બનાવી મુક્યો હતો.

થોડા સમય પહેલાં કોઈ આફ્રિકને કેનિયા એરવેઝ દ્વારા લંડન સુધી પહોંચવા માટે પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છૂપાઈને બેસી ગયો હતો અને તેમ કરીને તેણે લંડનમાં ગેરકાનૂની રીતે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પણ તે લંડન પહોંચે તે પહેલાં જ 22-25 હજાર ફુટની ઉંચાઈએથી પ્લેનમાંથી પટકાઈને જમીન પર પડ્યો હતો જેનાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આમ લોકો અમેરિકામાં પ્રવેશ કરવા માટે વિવિધ પ્રકારના ગેરકાનૂની માર્ગો અપનાવે છે જેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ થાય છે. આજે પણ અમેરિકામાં એવા હજારો લોકો છે જેઓ ગેરકાયદેસર રીતે ત્યાં પ્રવેશ્યા હોય અને વર્ષોથી ત્યાં રહેતા હોય. તેમાના કેટલાક તો એવા છે જેમનું આખું જીવન આમ જ પસાર થઈ ગયું હોય અને ત્યાં મૃત્યુ પણ પામ્યા હોય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ