શું તમે જાણો છો લીલા મરચા તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ઉપયોગી છે ?

લીલા મરચાના સ્વાસ્થ્ય સંબંધીત ફાયદા

શા માટે જમતી વખતે સાથે કાચુ લીલુ મરચું લેવામાં આવે છે ?

લીલુ મરચું ભોજનને તીખું અને ચટાકેદાર બનાવવાની સાથે સાથે ઘણાબધા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. લીલા મરચાને જો આખું ખાવામાં આવે એટલે કે તેની રગ કે બીયાં કાઢવામાં ન આવે અને તેને ખાવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને ઘણાબધા લાભ પહોંચાડી શકે છે. તેમાં કેટલાએ પ્રકારના વિટામીન્સ હોય છે જેમ કે એ, સી, બી6, ઉપરાંત ખનીજતત્ત્વો જેવા કે આયર્ન, કોપર, પોટેશિયમની સાથે સાથે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય છે.

લીલા મરચામાં કેરોટીન-બી, કેરોટીન-ઓ, ક્રીપ્ટોક્સાન્થિન-બી એસ અને લુટેન-જેક્સનથિન વિગેરે જેવા ઘણા લાભપ્રદ તત્ત્વો હોય છે.

ઉનાળામાં લીલા મરચા ખાવાથી પરસેવો ઓછો વળે છે તેમજ શરીરનું તાપમાન પણ ઘટે છે.

લીલા મરચાના સેવનથી શરીરના અંગોમા થતી પીડા ઓછી થાય છે તેમજ બ્લડ ક્લોટ્સની સમસ્યા પણ ઠીક થઈ જાય છે.

લીલા મરચા ખાવાથી હૃદય સંબંધીત બિમારીઓમાં રાહત મળે છે અને બીમારી દૂર પણ થઈ શકે છે.

    • લીલા મરચા ખાવાથી મેટાબોલિઝમ રેટ વધી જાય છે તેમજ કેલરી પણ ઓછી થઈ જાય છે.
    • લીલા મરચાનો એક માનસિક લાભ એ છે કે તેના સેવનથી તમારી માનસિક સ્થિતિ પણ સુધરે છે.
    • તે એક આર્થરાઇટિસ પિડિત લોકો માટે દવા તરીકેનું પણ કામ કરે છે.
    • લીલા મરચાથી દ્રષ્ટિ પણ સારી થાય છે તેમજ તમારું રોગપ્રતિકારક તંત્ર પણ મજબુત બને છે.

    • લીલા મરચાથી ચહેરા પર નિખાર આવે છે અને કરચલીઓ ઓછી થાય છે.
    • તે ત્વચા માટે એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિસિનની જેમ કામ કરે છે.
    • તેમાં સી વિટામીન હોય છે જે ઘા રુઝાવામાં મદદ કરે છે.
    • તેને રોજ ખાવાથી ત્વચા નીખરે છે અને સ્વસ્થ થાય છે.

  • તેના સેવનથી નર્વ સંબંધીત સમશ્યાઓ દૂર થાય છે.
  • તે એક એન્ટિઓક્સિડન્ટ હોવાના કારણે તે શરીરને સ્વસ્થ રાખે છે.
  • વિટામીની સી હોવાના કારણે હાડકા, દાંતને તંદુરસ્ત રાખે છે.
  • તેના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નથી વધતું.

જ્યારે આપણે લીલા મરચાના સ્વાસ્થ્ય સંબંધી લાભોની વાત કરીએ છીએ ત્યારે આપણે ખાસ કરીને કેપ્સીકમની કલ્પના કરીએ છીએ. એ વાત સાચી છે કે કેપ્સીકમ એ એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપુર હોય છે. પણ સામાન્ય લીલું મરચું પણ સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર હોય છે.

મોટા ભાગના ભારતીય લોકો લીલા મરચા ખાય છે. તેમાં પણ કેટલાએ પ્રકારના ગુણો હોય છે જે આ પ્રમાણે છે.

લીલા મરચાના ફાયદાઃ

કેન્સર સામે રક્ષણ

લીલા મર્ચા એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે માટે તે શરીરની સફાઈનું કામ ખુબ સારી રીતે કરે છે. તે આપણા શરીરને ફ્રી રેડિકલની અસરથી બચાવે છે તેમજ આપણને કેન્સરના જોખમથી દૂર રાખે છે. તે શરીરની વૃદ્ધ થવાની પ્રક્રિયાને ધીમી કરે છે.

શરીરના રોગપ્રતિકારક તંત્રનો વિકાસ

લીલું મરચું વિટામીન સીનો એક સારો સ્રોત હોય છે. તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે લીલું મરચું ખાવાથી તમારું બંધ નાક ખુલી જાય છે. લીલા મરચામાં હાજર વિટામીન સી રોગો સામેની પ્રતિકારક ક્ષમતાને મજબુત બનાવવાનું કામ કરે છે.

ત્વચા માટે ઉત્તમ

લીલા મરચામાં ઘણાબધા પ્રમાણમાં વિટામીન ઈ પણ હોય છે જે ત્વચા માટે કેટલાએ પ્રકારના કુદરતી તેલોનું ઉત્પાદન કરવા માટે જાણીતું છે. એટલે કે ખુબ મસાલેદાર ભોજન કરવાથી તમારી ત્વચા સારી થઈ શકે છે.

ઝીરો કેલરી

લીલા મરચા ખાતી વખતે તમારે કેલરીની ચિંતા કરવાની રહેતી નથી અને તેમાં રહેલા બધા ગુણ તમને ઝીરો કેલરી સાથે મળે છે. માટે જો તમે વજન ઘટાડવાના ડાયેટ પર હોવ ત્યારે પણ તમે છૂટથી લીલા મરચા આરોગી શકો છો.

પુરુષો માટે લાભકારક લીલા મરચા

પુરુષોએ લીલા મર્ચા ખાવા જોઈએ કારણ કે તેમને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ રહે છે. વૈજ્ઞાનિક સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે લીલા મરચા ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરની તકલીફ દૂર થઈ જાય છે.

બ્લડ પ્રેશરમાં ઘટાડો કરે છે

ડાયાબીટીસની સ્થિતિમાં લીલા મરચા ખુબ ફાયદાકારક છે. લીલા મરચામાં બ્લડ પ્રેશરનું સ્તર નિયંત્રિત રાખવાના ગુણ હોય છે. પણ તેનો એ અર્થ નથી થતો કે તમે મરચા ખાઈને મીઠાઈઓ પણ ખાઈ શકો છો.

ખોરાક પચાવવામાં મદદરૂપ

લીલા મરચામાં સારા પ્રમાણમાં ફાયબર હોય છે. સામાન્ય ધારણાથી વિરુદ્ધ મરચા ખાવાથી ખોરાક જલદી પચી જાય છે.

મરચાંથી મૂડ સુધરે છે

લીલા મરચા ખાવાથી મજગમાં એન્ડોર્ફિનનો સંચાર થાય છે જેનાથી તમારો મૂડ પ્રસન્ન રહેવામાં મદદ મળે છે. એટલે કે તમે તીખું ભોજન ખાઈ પ્રફુલ્લીત રહેતા હોવ તો તે કંઈ કોઈ અકસ્માત નથી પણ તેની પાછળ મરચાં જવાબદાર હોય છે.

ફેફસાંના કેન્સરનું જોખમ ઘટે છે

લીલા મરચાના નિયમિત સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. તે વાતનું ધ્યાન ધૂમ્રપાન કરનારા લોકોએ વધારે રાખવું જોઈએ કારણ કે તેઓ રોજ ધૂમ્રપાન દ્વારા પોતાના ફેફસાંનો થોડો ભાગ હવામાં ઉડાવી દે છે.

બેક્ટેરિયાના સંક્રમણ સામે રક્ષણ આપે છે.

લીલા મરચામાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જે દરેક પ્રકારના સંક્રમણને દૂર કરે છે. આ વાત ત્વચાને થતાં ચેપ પર સૌથી વધારે લાગુ પડે છે.

લીલા મરચાં તે બધા માટે પણ ખુબ ફાયદાકારક છે જે આયર્નની ખોટ ધરાવતા હોય છે. લીલા મરચા એ આયર્નનો કુદરતી સ્રોત છે.

આ ઉપરાંત મરચામાંથી જે ગરમી ઉત્પન્ન થાય છે તે એક પેઇન રિલીવરનું કામ કરે છે એટલે કે પીડા શામકનું કામ કેર છે કારણ કે તેનામાં પાચક અને એન્ટી-અલ્સર એસિડ સમાયેલો હોય છે.

લંબાઈ વધારે છે

વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે જો તમારી લંબાઈ ઓછી હોય તો રોજ નિયમિત રીતે મકાઈનો ડોડો કોલસા પર શેકી તેના પર મીઠું તેમલ લીલું મરચું લગાવીને ખાવાથી ઉંચાઈ વધે છે.

લીલા મરચા ખાવાથી શરીરમાંની શર્કરાનું પ્રમાણ નિયંત્રિત રહે છે. જે ડાયાબીટીક પેશન્ટ માટે એક હેલ્ધી ડાયેટ સાબિત થઈ શકે છે.

આ ઉપરાંત લીલા મરચાની પેસ્ટને બળ્યા હોવ તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

લીલા મરચામાં વિટામીન કે ભરપુર પ્રમાણમાં હોય છે જે તમને ઓસ્ટિઓપોરોસીસના જોખમથી દૂર રાખે છે તેમજ જો તમને ક્યાંય વાગ્યું હોય અથવા ક્યાંક તીક્ષ્ણ ધારવાળી વસ્તુથી કાપો પડી ગયો હોત તો તેવે સમયે તમારું લોહી પણ ઓછું વહે છે.

Thai Red Chilli Cooking Food Dried Hot

આમ લીલા મરચાના અગણિત ફાયદા છે માટે તમારે હંમેશા લીલા મરચાનો જ આગ્રહ રાખવો જોઈએ નહીં કે લાલ સુકુ મરચું. સુકા મરચામાં લીલામરચાના ઘણા બધા ગુણો ધોવાઈ જાય છે.

લીલા મરચાને સુકવીને તેનો પાવડર બનાવી તેને કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવતા હોવાથી તે લીલામરચાની સરખામણીએ લગભગ ગુણરહિત ખોરાક છે. આ ઉપરાંત મોટે ભાગે લાલ મરચું બનાવનારી કંપનીઓ તેમાં લાલ રંગ પણ ઉમેરતા હોય છે જે શરીર માટે નુકસાનકારક હોય છે.

લીલા મરચાના ગેરફાયદા

લીલું મરચું ખાવાથી અનેક ફાયદા થાય છે પણ જો તેનું જરૂર કરતાં વધારે સેવન કરવામાં આવે તો તમને નુકસાન પણ થઈ શકે છે.

  • લીલા મરચામાં હાજર કેપ્સાઇસિન પેટની ગરમીને વધારે છે જેના કારણે કેટલાક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ ઉભી થાય છે.
  • લીલા મરચામાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે બની શકે કે તમને અતિસાર થાય.
  • લીલા મરચના વધારે પડતા સેવનથી પેટમાં બળતરા અને ચક્કર આવવાની સમસ્યા પણ થઈ શકે છે.
  • લીલા મરચામાં વધારે પ્રમાણમાં કેપ્સાઇસિન હોવાના કારણે હરસથી પિડિત વ્યક્તિ જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરે તો તેની તકલીફ વધી શકે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ