સુંદર વીરાની બહેને લીધી છે ચાર બંગડીવાળી નવીનકોર, ગાડી… સોશિયલ મીડિયામાં દિશા વકાણીની નવી સફેદ ઓડી છે ચર્ચામાં…

સુંદર વીરાની બહેને લીધી છે ચાર બંગડીવાળી નવીનકોર, ગાડી… સોશિયલ મીડિયામાં દિશા વકાણીની નવી સફેદ ઓડી છે ચર્ચામાં…

 

View this post on Instagram

 

A post shared by Disha vakani ⭐️ (@official_disha_vakani) on


છેલ્લા કેટલાય સમયથી દયાભાભી સિરિયલમાં પરત ફરશે કે કેમ એ સમાચારોએ અનેક અટકળો ચાલી છે. લગભગ દર અઠવાડિએ એક તો હેડલાઈન હોય જ છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેમની વાપસી થશે. તો ક્યારેક એવી પણ વાતો ચાલે છે કે તેમને છેલ્લું અલ્ટીમેટમ અપાઈ ગયું છે. વધુમાં, તેમની બદલે કઈ અભિનેત્રીને લેવી એ પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Disha vakani ⭐️ (@official_disha_vakani) on


આજે અમે આપને એક સરસ મજાની વાત એ કરવા આવ્યા છીએ જેમાં દયાબેનની ચર્ચા નહીં બલ્કે દિશા વકાણી પડિયાના અંગત જીવન સાથે જોડાયેલી છે.

દિશા વકાણીએ શેર કર્યો છે ઓડી કારનો ફોટોઃ

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani & Dilip Joshi (@disha_vakani) on


ત્રણ દિવસ પહેલાં દિશા વકાણીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર #mycaraudi હેશ ટેગ સાથે સફેદ કલરની ઓડી કારનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર થતાં જ તેમના કેટલાય ફેન્સ લોકોએ તેમને અભિનંદન પણ આપ્યાં સાથે અમુક લોકોએ તેમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ક્યારે પાછાં આવો છો તેવું પણ પૂછી લીધું. એક કોમેન્ટ તો એવી હતી જેમાં લખ્યું હતું ફેક આઈ.ડી…

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani & Dilip Joshi (@disha_vakani) on


ઓડીના ફોટો સાથે દિશા વકાણીના પ્રસંશકોની પ્રતિક્રિયા કેવી રહી જાણવી પણ રસ્પ્રદ છે.

તેમના એક ફેને એવું લખી મૂક્યું કે હવે તો તમારી દીકરી મોટી થઈ ગઈ છે. હવે તો સિરિયલમાં પાછા આવી જાવ. એક કોમેન્ટમાં એવુંપણ લખ્યું હતું કે અમારા માટે થઈને પણ સિરિયલમાં પાછા આવો… આપ નહીં તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દેખને મેં મઝા નહીં આ રહા… તો અમુક લોકોએ તો ગુજરાતીમાં જ તેમને પાછા ક્યારે આવો છો? એવું પૂછ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani & Dilip Joshi (@disha_vakani) on


આ બધી કોમેન્ટ્સને જોઈને આપણને ચોક્કસ સમજી શકાય તેવું છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેમની કેટલી જબરદસ્ત લોકપ્રિયતા હતી અને આજે પણ એ યથાવત છે.

ઓડી ગાડી સાથે દયાબેન કરે છે મજા…

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani & Dilip Joshi (@disha_vakani) on


સોશિયલ મીડિયામાં આવેલી આ પોસ્ટમાં જે કાર છે. તેની કિંમત આશરે ૭૦ લાખ જેટલી આંકવામાં આવી છે. થોડા સમય પહેલાં જ દિશા વકાણી તેમના પ્રિય ભાઈ સુંદર વીરા જેમનું સાચું નામ મયુર વકાણી છે તેમના લગ્નમાં પણ ખૂબ આનંદથી મહાલ્યાં હતાં. એક એવા સમાચારોએ પણ જોર પકડ્યું હતું કે બહેને ભાઈને લગ્ન પ્રસંગે આપી હતી આ મોંઘેરી ચાર બંગડીવાળી ગાડી.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani & Dilip Joshi (@disha_vakani) on


દિશાના પતિ મુંબઈ સ્થિત એક સફળ સી.એ. છે. તેમનું નામ પણ ભાઈના નામ સાથે મેચ કરે છે. ૭૦ લાખની ગાડી ભેંટમાં તેઓ સાળા સાહેબને જરૂર આપી શકે છે. કદાચ એજ કારણ હોઈ શકે કે હવે તેઓ સિરિયલમાં કે અભિનય ક્ષેત્રે ફરી પરત ન આવવા ઇચ્છ્તાં હોય.

શરૂઆતનો સંઘર્ષ થયો ખત્મ, હવે કરે છે લાઈફ એન્જોય…

 

View this post on Instagram

 

A post shared by Disha vakani ⭐️ (@official_disha_vakani) on


દયાભાભીનું પાત્ર ૧૦ વર્ષ જૂનું છે. ભવિષ્યમાં આ પાત્રને યાદગાર પાત્ર તરીકે નોંધ લેવાશે. તેના બાદ દિશા વકાણી અને ભાઈ મયુર વકાણી બંનેનું જીવન બદલાઈ ગયું. અમદાવાદના સામાન્ય પરિવારમાંથી તેઓ આવે છે. અગાઉ ગુજરાતી નાટકો અને ટી.વી. પ્રોગ્રામથી તેમણે શરૂઆત કરી હતી આજે ભારતનું નાનામાં નાનું બાળક પણ તેમને ઓળખે છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani & Dilip Joshi (@disha_vakani) on


વળી, તેમના લગ્ન પણ એક ધનાઢય પરિવારમાં થયાં છે જેથી તેમનો હવે સંઘર્ષ કરીને સતત કામ કરવાનો તબક્કો પૂરો થયો છે. તેમની નાનકડી દીકરી સ્તુતિ સાથે સમય વિતાવે છે અને જીવનને માણે છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં આવશે પાછા?

 

View this post on Instagram

 

A post shared by Disha vakani ⭐️ (@official_disha_vakani) on


આ પ્રશ્ન તેમના દરેક પ્રસંશકોનો છે પરંતુ હજી સત્તાવાર કોઈજ જાહેરાત નથી થઈ. યોગ્ય સમાચાર સિરિયલના નિર્માતા અસિત મોદીજી અને નીલા ટેલિફિલ્મસની ટીમ જ આપી શકશે. ત્યાં સુધી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અને ફોટોઝ / વીડિયોઝ જ જોઈ શકાશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ