ચેતી જાઓ ! વાળ ગમે ત્યાં ન ફેંકો, ઘરમાં પનોતી આવી શકે છે !

વાળ ઓળ્યા બાદ જ્યાં ત્યાં વાળ ફેંકવાથી વાસ્તુ દોષ થઈ શકે છે

સ્વચ્છતા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ આપણા જીવન માટે પણ ખુબ જ મહત્ત્વની છે. આ સ્વસ્છતા પછી શરીરને લગતી હોય કે તમારા ઘરને લગતી હોય તે સીધી તેમજ આડકતરી રીતે તમારા જીવનને અસર કરે જ છે.

આપણા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ સ્વચ્છતાને આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે.

આપણે જાણીએ જ છીએ તેમ વાળ વ્યક્તિના સૌંદર્યને વધારે છે, તેમજ તમારા વાળ તમારી એક ઓળખ પણ છે. પણ શું તમે જાણો છો વાળ માણસના જીવનના સુખ અને દુઃખનું કારણ પણ હોઈ શકે છે ? હા, તમારા વાળ તમારા જીવનમાં સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે.

તો ચાલો જાણીએ તે પાછળનું કારણ.

રોજિંદી ટેવ પ્રમાણે સ્ત્રી- કે પુરુષ પોતાના વાળ કાંસકાથી ઓળે છે ત્યારે તેમાંથી ઘણાબધા વાળ ખરે છે અને કેટલાક કાંસકામાં ભરાઈ રહે છે. આ વાળ આખા ઘરમાં ગમે ત્યાં પડેલા જોવા મળે છે.

પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં આ રીતે ગમે ત્યાં વાળ પડ્યા રહે તો તે ઘરની તેમજ તમારી પોઝિટિવ એનર્જીનો નાશ કરે છે અને તે તમને નિષ્ફળતા તરફ ખેંચી જાય છે.

માથામાંથી ખરેલા વાળ તેમજ હાથ પગના કાપેલા નખ આમ તો સાવ નિર્જિવ હોય છે પણ તે તમારું અંગ હોય છે અને તેમાં શરીરની ઉર્જા સમાયેલી હોય છે, માટે માથામાંથી ખરેલા વાળ અને નખ ઘરમાં ગમે ત્યાં રખડતાં હોય તો તેનાથી તમારી એનર્જી વેસ્ટ થાય છે.

ઘણા લોકોને વાળ ઓળી કાંસકામાં ભરાયેલા વાળને ગમે ત્યાં ફેંકવાની આદત હોય છે પણ તેમ ન કરવું જોઈએ તેનાથી તમારી ઉર્જાનો વ્યય થાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ