આવા કામના છે આ નાના અમથા લીંબુ, જાણો તેના લાભ

મિત્રો, આપણું રસોઈઘર એ એક આયુર્વેદિક ઔષધ શાળા છે. આપણા રસોઈઘરમા સમાવિષ્ટ મસાલાઓ અને અનેકવિધ વસ્તુઓ આયુર્વેદમા વિશેષ મહત્વ ધરાવે છે. આજે રસોઈઘરની આવી જ એક વિશેષ વસ્તુ વિશે આપણે માહિતી મેળવીશુ. આ છે લીંબુ. આ વસ્તુ તમને દરેક વ્યક્તિના રસોઈઘરમા ખુબ જ સરળતાથી મળી રહે છે.

image source

લીંબુનો ઉપયોગ મુખ્યત્વે આપણે સલાડ અથવા દાળ-શાકમા સ્વાદ વધારવા માટે તો કરીએ જ છીએ પરંતુ, શું તમને ખ્યાલ છે કે, લીંબુમા સમાવિષ્ટ અનેકવિધ ગુણધર્મો આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આજે આ લેખમા અમે તમને કાચા લીંબુના સેવનથી થતા લાભ વિશે જણાવીશું.

image source

જો તમે લીંબુના રસનુ નિયમિત સેવન કરો તો તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આ ઉપરાંત તે તમારી મોટાપાની સમસ્યાને દૂર કરવા માટે પણ લાભદાયી સાબિત થઇ શકે છે.જો તમે લીંબુમા સાકર મિક્સ કરીને નિયમિત તેનુ સેવન કરો તો તે તમારા વજનને નિયંત્રિત કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ ઉપરાંત તે વાળ માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે, જો તમે લીંબુના રસને વાળ પર લાગાવો તો વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થઇ જશે. આ ઉપરાંત તેમા વિટામીન-સી પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે તમારા હાડકાને મજબુત બનાવવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

જો તમે તમારા સૌદર્યમા નિખાર લાવવા ઈચ્છતા હોવ તો તમારા ચહેરા પર કાચા દૂધમા લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી તમારા ચહેરાના કાળા દાગ-ધબ્બા તુરંત દૂર થાય છે. મોટેભાગે દરેક વ્યક્તિની કોણીમા બ્લેકનેસ જોવા મળે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમારી ત્વચા પર લીંબુના છીલકા ઘસો તો તમારી ત્વચા એકદમ આકર્ષક બને છે.

image source

આ સિવાય જો તમે લીંબુના રસ સાથે ફેસપેક મિક્સ કરીને તેને તમારા ચહેરા પર લગાવો તો તમારા કાળા ડાઘ-ધબ્બા દૂર થાય છે. આ ઉપરાંત હૂફાળા પાણીમા લીંબુનો રસ મિક્સ કરીને પેડીકયોર કરવાથી તમારી ત્વચા વધુ પડતી સુંદર અને આકર્ષક બને છે. આ સિવાય જો તમે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર કરવા ઈચ્છતા હોવ તો મધ સાથે લીંબુનો રસ મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ ઉપરાંત જો કોઈને વધારે સમય સુધી હેડકી આવતી હોય તો લીંબુના રસમાં એક ચમચી નમક અથવા અને મધની એક નાની ચમચી ભેળવીને પીવાથી લાભથાય છે. જે લોકોની તૈલીય ત્વચા હોય તેઓ લીંબુના રસમાં બરાબર માત્રામાં પાણી ભેળવીને ચહેરો સાફ કરે તો, સમસ્યા દૂર થાય છે. અને ચહેરો કાંતિમય બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત