શિયાળામાં લો તમારી ત્વચાની વધુ સંભાળ, મધ સાથે અજમાવી જુઓ આ વસ્તુ…

મિત્રો, આયુર્વેદ એ એક એવુ શાસ્ત્ર છે કે, જેમા આપણી સુંદરતાને નિખારવા માટેના અનેકવિધ ઉપાયોનો ખજાનો રહેલો છે. કેટલીક વાર આપણે આપણી ત્વચા પર ખીલ, કરચલીઓ, બ્લેક હેડ્સ, સ્કિન ટેનીંગ સહિતની અનેકવિધ સમસ્યાઓથી પીડાતા હોઈએ છીએ. જેને દૂર કરવા માટે આપણે અનેકવિધ પ્રકારની બજારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ, તેની આદસ્ર આપણને અનેકવિધ અન્ય સમસ્યાઓનો શિકાર બનાવે છે.

image source

આ બજારમા મળતી સ્કીન પ્રોડક્ટ્સ જેવી કે, ક્રીમ, લોશન, સીરમ સહિત તમામ વસ્તુઓમા ઘણા એવા કેમિકલ્સ સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચાને હાની પહોંચાડે છે. જો તમે પણ તમારી ત્વચામા ચમક લાવવા ઇચ્છો છો તો તમે કેટલાક આયુર્વેદિક નુસખા અજમાવી શકો છો, જે નીચે મુજબ છે.

image source

જો તમે દૂધમા નમક અને લીંબુનો રસ મિક્સ કરીને ત્યારબાદ તેની એક પેસ્ટ તૈયાર કરી લો અને તેને તમારા ચહેરા પર લગાવી લો. આ પેસ્ટ સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરાને ધોઇ લો. આ ઉપાય અજમાવવાથી તમારી ત્વચાના છિદ્ર તુરંત ખુલી જશે અને તમને ફરક પણ જોવા મળશે.

image source

આ સિવાય જો તમે કોબીજને ક્રશ કરીને તેના રસને મધમા મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો તો તમારા ચહેરા પરની કરચલીની સમસ્યામાથી તમને તુરંત મુક્તિ મળે છે અને તમારો ચહેરો ટાઇટ રહે છે. આ સિવાય મધ અને મલાઇ મિક્સ કરીને તેની પેસ્ટ કરી લો અને તેને તમારા ચહેરા પર લગાવો તો તમારી ત્વચા એકદમ મુલાયમ બની જાય છે અને તમારો ચહેરો પણ તાજગીથી ભરપૂર રહે છે. ઠંડીની ઋતુમા આ ઉપાય કારગર સાબિત થશે.

image source

આ સિવાય ઘી અને ગ્લિસરીન બંને તમારી ત્વચા માટે એકદમ શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર સાબિત થઇ શકે છે. તે તમારી ત્વચા પર મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. તેનાથી ત્વચાને અઢળક લાભ થાય છે. તે સિવાય તમે ટામેટાનો રસ લો અને તેમા થોડોક લીંબુનો રસ મિક્સ કરીને તેને તમારી ત્વચા પર લગાવો જેથી, તમારી ત્વચા એકદમ સોફ્ટ બની જશે અને તમારી ત્વચા આકર્ષક બનશે.

image source

આ ઉપરાંત થોડા લીમડાના પાંદડા લઇને તેને ઉકાળી અને ત્યારબાદ આ પાણીથી તમે નિયમિત સ્નાન કરો. આમ, જો તમે આ પ્રોસેસ સતત ૧૫ દિવસ સુધી અજમાવશો તો તમારી સ્કિન સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થઇ જશે. આ ઉપરાંત ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે તુલસીના પાંદડાની પેસ્ટ તૈયાર કરો અને તેને તમારી સ્કીન પર લગાવો. ત્યારબાદ ૨૦ મિનિટ સુધી સૂકાવવા દો. આ પેસ્ટ સૂકાઇ જાય એટલે સાદા પાણીથી મોઢા ને બરાબર ધોઇ લો તો તમારી ત્વચા સાથે સંકળાયેલ સમસ્યા દૂર થઇ જશે.

image source

આ સિવાય કાકડી અને લીંબુનો રસ તથા દૂધ ત્રણેયને બે-બે ચમચી જેટલુ મિક્સ કરવુ. તેમા રૂ નુ કપડુ બોળીને એનાથી સ્કિન પર લગાવવાથી આ સમસ્યામાથી મુક્તિ મળી જાય છે. આ ઉપરાંત જો તમે ચોખાના પાવડર અને દહીને મિક્સ કરી સ્કીન સાથે હળવા હાથે મસાજ કરવી જોઇએ અને ત્યારબાદ પાણીથી ચહેરાને બરાબર ધોઇ લો તો તમારી ત્વચા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત