આંખો નીચે થયેલા ડાર્ક સર્કલને આ રીતે કરો દુર, અપનાવો આ ટીપ્સ

મિત્રો, પ્રવર્તમાન સમયની આધુનિક જીવનશૈલીમા મોડી રાત સુધી જાગવુ, કોમ્પ્યુટર પર વધારે પડતુ કામ કરવુ અને વધતુ જતુ પ્રદૂષણ વગેરે કારણોના લીધે આંખ અને ત્વચા પર અનેકગણો દુષપ્રભાવ પડે છે. આપણા રોજિંદા જીવનના અમુક સામાન્ય કારણોને લીધે આંખ થાકી જતી હોવાથી આંખની નીચે કાળા રંગના દાગ ધબ્બા થઇ જાય છે. આ કાળા દાગ-ધબ્બા મેકઅપથી પણ છુપાવી શકાતા નથી પરંતુ, તેના અસરકારક નિદાન માટે આજે અમે તમને અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશુ.

રોઝ વોટર :

image source

આ વસ્તુમા સમાવિષ્ટ ગુણતત્વોને કારણે તે ત્વચા માટે એક પ્રાકૃતિક બ્લીચનુ કાર્ય કરે છે. જો તમે બ્લેકનેસની સમસ્યાથી દૂર કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવો. રૂ ના પૂમડાને રોઝવોટરમા ભીંજવી હળવે હાથે નીચોવી થોડીવાર રેફ્રિજરેટરમા રાખવુ અને રાતે સૂતા પહેલા ફ્રિજમાથી બહાર કાઢી આંખ પર મુકવુ. આ ઉપાય અજમાવવાથી તમારી આંખો નીચેના કાળા દાગ-ધબ્બા તુરંત દૂર થઇ જાય છે.

કાકડી :

image source

જો તમે તમારી આંખ પર કાકડીના ખીરાની સ્લાઇસ લગાવો તો તમને ઠંડક અને તાજગી પ્રાપ્ત થાય છે. તમે તમારી આંખ પર ખીરા અને બટાકાની સ્લાઇસને ૧૦ મિનીટ સુધી લગાવી રાખો. થોડા દિવસો સુધી નિયમિત આ વસ્તુને તમારી આંખો પર લગાવવાથી તમને અનેકવિધ લાભ પ્રાપ્ત થઇ શકે છે.

દહી :

image source

આ સિવાય સનટેનિંગની સમસ્યાના કારણે આંખની નીચેની ત્વચા પર બ્લેકનેસ છવાઇ જતી હોય છે તો તેને દૂર કરવા માટે દહીંમા એલોવેરા જેલ મિક્સ કરી અને આંખ પર લગાવો જેથી, આંખ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.

ગ્રીન ટી બેગ :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ સમાવિષ્ટ હોય છે. તેના ઉપયોગથી આંખ પર રહેલો સોજો દૂર થાય છે. આ ઉપરાંત ગ્રીન ટી બેગ્સને બરફના ઠંડા પાણીમા ૨૫ મિનીટ માટે ડુબાડી રાખો અને ત્યારબાદ આ બેગ્સને ૨૦ મીનિટ સુધી આંખ પર રાખવી. આ ઉપાય ૧૦-૧૫ દિવસ સુધી નિયમિત કરવાથી સોજા અને કાળા કુંડાળામાં લાભકારી સાબિત થાય છે.

ઇંડા :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા પ્રોટીન સમાવિષ્ટ હોય છે. તેથી જ ઇંડાના ઉપયોગથી શરીરને પૂરતુ પોષણ મળે છે તેમજ ત્વચાને સ્વસ્થ રાખે છે. આ વસ્તુમા સમાવિષ્ટ પ્રોટીન આંખની નીચેની ત્વચાને પણ પોષણ પ્રદાન કરે છે. નિયમિત રીતે ઉપયોગ કરવાથી આંખના નીચેના કાળા કુંડાળા દૂર થાય છે.

એલોવેરા જેલ :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટીસેપ્ટિક ગુણ સમાવિષ્ટ છે. તે એન્ટી ઓક્સીડન્ટ હોવાને કારણે ત્વચાને પુનર્જીવિત કરવાનો તેમા ગુણતત્વ સમાવિષ્ટ હોય છે. ઝીણી પાતળી રેખાઓ અને કાળા કુંડાળાને કારણે આંખની ખૂબસૂરતી ખુબ જ ઝાંખી પડી જાય છે. એલોવેરા એ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને આ એલોવેરાનો તાજો પલ્પ લઇ તેમા થોડું ગુલાબજળ મિક્સ કરીને આંખ નીચે લગાડવુ અને તે સુકાઇ જાય ત્યારબાદ ઠંડા પાણીથી ધોઇ નાખવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત