લેમન ટી પીવાના જેટલા છે ફાયદા તેટલા જ છે નુકસાન, જાણો તમે પણ

લેમન ટી(લીંબુની ચા)ના ફાયદા અને નુકસાન:

કેટલાક લોકો પોતાના દિવસની શરૂઆત લેમન ટીની સાથે કરે છે. લેમન ટીના સ્વાસ્થ્યને ફાયદા જોતાં હવે તેની લોકપ્રિયતા પણ વધી રહી છે. એટલે જ આજે આ લેખ દ્વારા આપને લેમન ટી પીવાથી થતાં વિવિધ ફાયદાઓ વિષે જણાવીશું. આપને જણાવીશું કે લેમન ટી પીવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે, ઉપરાંત ઘણી બીમારીના લક્ષણોને પણ ઘટાડવાનું કામ કરી શકે છે. પરંતુ લેમન ટી કોઈપણ બીમારીનું સચોટ નિદાન છે તેવું ક્યાંય પ્રમાણિત નથી. પરંતુ લેમન ટીના કેટલાક ફાયદા, નુકસાન અને ખાસ તેના ઉપયોગ વિષે જાણીશું.

image source

હવે જાણીશું લેમન ટીના ફાયદા વિષે.

લેમન ટીના ફાયદાઓ વિષે નીચે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે.:

૧. વજન ઘટાડવા માટે એનસીએફબીઆઈ(નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન)ની વેબસાઇટ પર પ્રકાશિત એક મેડિકલ રિસર્ચ મુજબ, લીંબુમાં શરીરને ડિટોક્સ કરવાનો ગુણ મળી આવે છે. સાથે જ લીંબુને લો કેલેરી માનવમાં આવ્યું છે, જેના કારણે લેમન ટી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય, લીંબુ ઇન્સ્યુલીનને વધતાં રોકે છે અને હ્રદયને લગતા રોગોના જોખમકારકોને ઘટાડવામાં મદદ કરી શકે છે.

image source

૨. એંટી બેક્ટેરિયલ:

લેમન ટીના સેવન જો કોઈ કરી રહ્યું છે, તો તેમની એંટીબેક્ટેરિયલ એક્ટિવિટી તેમના માટે લાભદાયક સાબિત થઈ શકે છે. એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન)ની વેબસાઇટ પર પ્રકાશિત શોધ મુજબ, લેમન ટીમાં એંટીબેક્ટેરિયલ ગતિવિધિ મળી આવે છે અને એંટીબેક્ટેરિયલ ગતિવિધિ બેક્ટેરિયલ સંક્રમણથી બચવામાં મદદ કરી શકે છે.

૩. બ્લડ પ્રેશર:

image source

બ્લડપ્રેશરને સુચારું રીતથી સંચાલિત રાખવા માટે પણ લેમન ટી ફાયદાકારક થઈ શકે છે. આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે લેમન ટી બનાવવા માટે લીંબુનો પ્રયોગ કરવામાં આવે છે, અને લીંબુમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે, તો લેમન ટીનુ સેવન કરતાં પહેલા આપે એકવાર ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

૪. રોગ-પ્રતિરોધક ક્ષમતા:

રોગ-પ્રતિરોધક ક્ષમતા માટે પણ લેમન ટીનો ઉપયોગ ખૂબ ફાયદેમંદ થઈ શકે છે. એંસીબીઆઈની વેબસાઇટ પર પ્રકાશિત શોધ મુજબ, લેમન ટી બનાવવાના ઉપયોગ લેવાતા લીંબુમાં ઇમ્યુનિટી વધારવાનો ગુણ મળી આવે છે. આ ના ફક્ત ઇમ્યુનિટીને વધારી શકે છે, ઉપરાંત સંક્રમણથી પણ બચવામાં આપની મદદ કરી શકે છે.

૫. સ્લો એજિંગ માટે:

image source

લેમન ટીના ઉપયોગથી એજિંગની પ્રક્રિયાને ધીમી કરવા માટે પણ કામ કરી શકે છે. ખરેખર, તો લીંબુમાં એંટીઓક્સિડેંટનો ગુણ હોય છે, જેના કારણથી આ એજિંગ પ્રક્રિયાને ધીમી કરી શકે છે. જો કે આ સ્થિતિમાં એકવાર ડૉક્ટરની સલાહ પણ અચૂકપણે લેવી જરૂરી છે.

૬. કોમન કોલ્ડ અને ફ્લૂના ઉપચાર તરીકે:

કોમન કોલ્ડ અને ફ્લૂની અસરને ઓછી કરવા માટે પણ લેમન ટી ફાયદાકારક થઈ શકે છે. આવું એટલા માટે શક્ય બની શકે છે, કેમકે લેમન ટીમાં ઉપયોગમાં લેવાતા લીંબુના રસમાં એવા ગુણ મળી આવે છે, જેનું સેવન કરવાથી આ કોમન કોલ્ડ અને ફ્લૂની તકલીફને ઠીક કરવામાં મદદ કરી શકે છે. જો કે આ કોઈ પ્રકારના લાભ આપી શકે છે, એની પર હજી સુધી વધારે વૈજ્ઞાનિક પ્રમાણની જરૂરિયાત છે. એટલે જ કોમન કોલ્ડ અને ફ્લૂના ઉપચારમાં લેમન ટીનુ સેવન કરતાં પહેલા એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

૭. એંટી કેન્સર ગુણ:

image source

સૌપ્રથમ અમે આપને જણાવી દઈએ કે કેન્સરની સ્થિતિમાં ફક્ત મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા જ સુધારી શકાય છે. ઘરેલુ ઉપચાર ફક્ત તેનાથી ઉભરવા માટે અને મેડિકલ ટ્રીટમેન્ટના પ્રભાવને વધારવામાં મદદ કરી શકે છે. લેમન ટીનુ સેવન પણ કઈક આવી જ વાત પર આધાર રાખે છે.

જો કે લીંબુમાં એંટી-કેન્સર એજન્ટના રૂપમાં કાર્ય કરી શકે છે. લીંબુમાં જેવા સીટ્રસ્ ફ્રૂટમાં એનતુઓક્સિડન્ટનું પ્રમાણ પણ મળી આવે છે, જે શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરી શકે છે. સાથે જ આ કેન્સરની કોશિકાઓને ઉત્પન્ન થતી રોકવામાં મદદ કરી શકે છે.

૮. ત્વચા માટે:

હજી એકવાર ફરીથી એંટીઓક્સિડેંટના ગુણનો ઉલ્લેખ થશે, જે લેમન ટીમાં ઉપયોગ કરવામાં આવતા લીંબુમાં મળી આવે છે. તેમજ એંટીઓક્સિડેંટ ગુણ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ કરી શકે છે.

image source

હવે જાણીશું લેમન ટી માંથી કયા કયા પોષકતત્વો મળી આવે છે તેના વિષે એક ટેબલના આધારે જણાવીશું:

લેમન ટીના પોષકતત્વ:

લેમન ટીમાં રહેલ પોષકતત્વ વિષેની સંપૂર્ણ જાણકારી નીચે ટેબલ દ્વારા આપને જણાવી રહ્યા છીએ.

image source

પોષક તત્વ પ્રમાણ દર૧૦૦ ગ્રામ

ઉર્જા ૨૫ kcal

કાર્બોહાઈડ્રેટ ૬.૬૭ g

સુગર કુલ ૬.૨૫ g

સોડિયમ ૪ mg

હવે આગળના લેખમાં આપને લેમન ટીનો સમયાનુસાર ઉપયોગ વિષે જણાવીશું.

લેમન ટીના ઉપયોગ:

-લેમન ટીને આપ અન્ય ચાની જેમ ગરમ ગરમ પણ પી શકો છો.

-આ સિવાય ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે લેમન ટીને ઠંડી કરીને પણ પી શકો છો.

લેમન ટી ક્યારે પીવી જોઈએ:લેમન ટીને આપ સવારે/બપોરે/સાંજે/રાત્રે કોઈપણ સમયે પી શકાય છે. ધ્યાન રાખવું કે શિયાળામાં ઠંડી લેમન ટીનુ સેવન કરવું નહિ.

image source

કેટલા પ્રમાણમાં લેમન ટી પીવી જોઈએ?:

લેમન ટીને આખા દિવસમાં લગભગ ૨ કપ જેટલી સેવન કરી શકો છો. જો કે લેમન ટીનુ સેવન યોગ્ય પ્રમાણની જાણકારી માટે એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

લેમન ટીના સેવનથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે, જેના વિષે હવે આગળ લેખમાં જણાવીશું.

લેમન ટીના નુકસાન:

લેમન ટીમાં લીંબુ મહત્વપૂર્ણ ઘટક છે, પરંતુ તેના કેટલાક નુકસાન પણ થઈ શકે છે. જે નીચે જણાવીશું.:

image source

-સાઈટ્રિક એસિડ લીંબુનો મહત્વનો ઘટક છે, જે દાંતને નુકસાન પહોંચાડવાનું કામ કરી શકે છે. એનાથી દાંતમાં સેન્સેટીવીટી વધી શકે છે.

-લેમન ટીને એક દિવસમાં વધારે સેવન કરવાથી પેટને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો કે આ વાતની પુષ્ટિ માટે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ ઉપલબ્ધ નથી.

-લેમન ટીનુ સેવન બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

-જો આપ કોઈપણ પ્રકારની દવા લઈ રહ્યા છો તો લેમન ટીનુ સેવન કરતાં પહેલા એકવાર ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ