લીંબુ તમે શરબત અને ખાવામાં તો વાપરતા જ હશો પણ હવે વાપરો આ ઘરગથ્થુ ઉપાય માટે…

લીંબુનો ઉપયોગ અલગ-અલગ રીતે દરેક ઘરમાં કરવામાં આવે છે ક્યારેક શરબતનાં રૂપમાં, તો ક્યારેક સલાડ, તો ક્યારેક બિમારીઓ મટાડવામાં. તેમા વિટામીન સી અને બી ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી આ આપણા વાળથી લઈને ત્વચાની સુંદરતા વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ડેડ સ્કિન, બ્લેક હેડને સાફ કરવા સાથે આ ખુલ્લી ગયેલા પોર્સને પણ ઠીક કરવામાં મદદરૂપ થાય છે. લીંબુનાં અૌષધીય ગુણ ફક્ત અહીં જ સમાપ્ત નથી થઈ જતા તમે આને ક્યારેક પેકમાં મેળવીને કે ક્યારેક અલગ-અલગ ચીજો સાથે મિક્સ કરીને કે સીધું જ સ્કિન પર લગાવવાથી તમે તમારી બ્યૂટીને ચાર ચાંદ લગાવી શકો છો. લીંબુમાં બ્લીચિંગ ગુણ મળી આવે છે. જેનાથી આ ત્વચાનાં ડાઘ-ધાબ્બા દૂર કરી તેને પ્રાકૃતિક નિખાર આપે છે.

૧. ઈંડાની સફેદીમાં લીંબુનાં થોડા ટીપા મેળવી તેને ચહેરા પર લગાવો અને સુકાવા દો, પછી તેને પીલની માફક ચહેરા પરથી કાઢી લો અને ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો, તેનાથી તમારો ચહેરો ચમકી ઉઠશે.

૨. ઉમર વધતાની સાથે-સાથે ત્વચા પર કરચલી પડવા લાગતી હોય છે જેનાથી તેના નિશાન દેખાવા લાગે છે. લીંબુ એક સારું એંટીઓક્સિડેંટ પણ છે, જે ત્વચાની કરચલીઓ ખતમ કરે છે.

૩. આઈલી સ્કિન માટે લીંબુ ખૂબ કારગર સાબિત થાય છે. લીંબુને પાણીમાં ઉમેરી લો અને રૂની મદદથી ચહેરા પર લગાવો. તેનાથી ખીલ અને બ્લેકહેડ્સ જેવી ઘણી સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

૪. તાજા લીંબુનાં રસથી ત્વચા નરમ અને મુલાયમ થાય છે. જો ઘુંટણ અને કોણીની ત્વચા મુલાયમ અને સાફ કરવી હોય તો તેના રસને સીધો ત્વચા પર ઘસવાથી ઘણી મદદ મળે છે.

૫. સુકા અને ફાટેલા હોઠ પર લીંબુ રસ લગાડવાથી ખૂબ ફાયદો મળે છે. તમે મલાઈ અને મધમાં લીંબુનો રસ મેળવીને પ્રાકૃતિક લિપ બામ પણ બનાવી શકો છો. તેને લગાડવાથી તમારા હોઠની નમી જળવાઈ રહેશે.

૬. જો બગલ (અંડરઆર્મ) કાળી પડી ગઈ હોય અને તેમાંથી દુર્ગંધ પણ આવતી હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે રૂની મદદથી લીંબુ બગલમાં લગાવો.

૭. મજબૂત અને સુંદર નખ દરેક વ્યકિતની ચાહત હોય છે. લીંબુનાં રસમાં નખ ડૂબાડવાથી તે મજબૂત થાય છે. તેનાથી તમારા નખોનું ભદ્દાપણુ અને પીળાશ પણ દૂર થાય છે.

૮. લીંબુનો રસ ખીલ-મુંહાસા પર પણ ખૂબ અસરદાર હોય છે. લીંબુમાં વિટામીન સી મળી આવે છે, જે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. આ ખીલ-મુહાસાને જન્મ આપનાર બેક્ટેરિયાને પણ દૂર કરે છે.

૯. લીંબુની સાથે ગુલાબજળનાં થોડા ટીપાનું મિશ્રણ એક ઉત્તમ મોઈશ્ચરાઈઝર બને છે. બન્ને એક સાથે મળીને ત્વચાને સાફ અને રૂપાળો કરે છે.

૧૦. જો તમે તમારા વાળમાં ખોળાથી ચિંતિત છો તો તમે હેર ઓઈલમાં લીંબુનો રસ મેળવીને થોડીવાર માથામાં મસાજ કરો અને પછી વાળ ધોઈ લો.

૧૧. લીંબુનો રસ અને બેકિંગ સોડાનું મિશ્રણ દાંતને સફેદ કરવામાં ખૂબ કારગર છે.

તમે લીંબુને મેળવી અમુક બ્યૂટી પેક પણ બનાવી શકો છો…

૧. લેમન-પિપરમિંટ ફુટ સ્ક્રબ

લીંબુની છાલને મીઠા અને પિપરમિંટ નાં તેલ સાથે મિક્સ કરી સ્ક્રબ બનાવો અને તેનાથી તમારા પગ પર મસાજ કરો અને ધોઈ લો. તમારા પગ નરમ અને મુલાયમ બની જશે.

૨.મધ-લીંબુનું ફેસપેક

મધમાં લીંબુનો રસ મેળવી ફેસપેક બનાવો અને તેને ચહેરા પર ૧૫ મિનિટ લગાવી ઠંડા પાણીથી ધોઈ લો. ચહેરો ચમકવા લાગશે.

૩.મધ-લીંબુ બોડી બટર

મધ સાથે લીંબુ મેળવી આખા શરીર પર લગાવો. તેનાથી તમારી ત્વચા મુલાયમ થઈ જશે.

૪.લીંબુ-નાળિયેર તેલ

નાળિયેરનું તેલ વાળની મજબૂતી માટે ઓળખવામાં આવે છે. એટલે લીંબુ મેળવેલ આ તેલ વાળ માટે વરદાનથી ઓછું નથી. એક મોટી ચમચી લીંબુનો રસ નાળિયેર તેલમાં મેળવવાથી તમારા વાળની તમામ સમસ્યા ખતમ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ