કોઈ સંજીવની બુટીથી ઓછું નથી બીટ, દૂર થાય છે આ ૫ સમસ્યાઓ…

કોઈ સંજીવની બુટીથી ઓછું નથી બીટ, દૂર થાય છે આ ૫ સમસ્યાઓ, રોજ બીટનું સેવન કરવાથી દૂર થઈ જાય છે હેલ્થથી જોડાયેલી આ સમસ્યાઓ.

દરેક વ્યકિતને પોતાને સ્વસ્થ રાખવા માટે વિટામીન, સોડિયમ, પોટેશિયમ, આયરન અને કેલ્શિયમ જેવી ચીજોની સખ્ત જરૂરત હોઈ છે. આ તત્વોની ઉણપ કે વધારો થવાને કારણે જ મામલો ગડબડી શકે છે. શરીરમાં આ ચીજોની કમી દૂર કરવા માટે તમે ઘણા પ્રકારની ચીજોનું સેવન કરો છો, પરંતુ બીટમાં આ બધા તત્વો એક સાથે મળી આવે છે. જી હા, બીટમાં આ તમામ તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જેનાથી તમે ઘણીબધી બિમારીઓ પોતાનાથી દૂર રાખી શકો છો. એટલું જ નહિ, બીટ ખાવાથી તમે પોતાને સરળતાથી ફીટ રાખી શકો છો. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

કબજિયાતથી રાહત

જો તમને અવારનવાર કબજિયાતની તકલીફ રહે છે, તો તમારા માટે બીટ અને ગાજરનો રસ પીવાથી તેનાથી રાહત મળી શકે છે. બીટ અને ગાજરનું જ્યૂસ દિવસમાં બે વાર પીવું જોઈએ, તેનાથી જલ્દી જ તમને ફરક દેખાવા લાગશે. એટલું જ નહિ, આ જ્યૂસ તમે પૂરા એક મહિના સુધી સતત પીઓ, તેનાથી તમારી આ સમસ્યા જડમૂળથી ખતમ થઈ શકે છે.

એનીમિયાની છૂટકારો

અવારનવાર લોકોમાં એનીમિયાની સમસ્યા જોવા મળતી હોઈ છે, જેના માટે તે જાત જાતની દવાઓ ખાઈ છે, પરંતુ જો તમે દવાઓથી બચવા માંગો છો, તો બીટનું સેવન કરવાનું શરૂ કરી દો. આ સમસ્યાથી બચવા માટે તમારે દરરોજ એક ગ્લાસ બીટનો રસ પીવો જોઈએ, તેનાથી તમારી આ સમસ્યા જલ્દી જ ખતમ થઈ જશે.

હાડકાને મજબૂત બનાવે

જો તમને અવારનવાર નબળાઈ અનુભવાતી રહે છે કે પછી તમારા હાડકામાં દુ:ખાવો થતો રહે છે, તો તમારા માટે બીટ ખૂબ ફાયદાકારક છે. તેબા માટે તમે ઈચ્છો તો બીટ સલાડનાં રૂપમાં ખાઈ શકો છો કે પછી તેનો રસ પી શકો છો. એટલું જ નહિ, બીટનું સતત સેવન કરવાથી તમારા શરીરમાં કેલ્શિયમની કમી નહિ રહે, કારણ કે બીટમાં કેલ્શિયમ વધારે માત્રામાં મળી આવે છે, જેનાથી તમારા હાડકા પણ મજબૂત થઈ જાય છે.

તણાવથી રાહત

આજકાલ દરેક વ્યકિત તણાવમાં રહે છે, જેનાથી તેના શરીર પર નકારાત્મક અસર પડે છે. આ અસરથી બચવા માટે તમારે રોજ બીટનું સેવન કરવું જોઈએ, એવું કરવાથી તમને તણાવ મહેસુસ નહિ થાય, કારણ કે આમા રહેલા પોષક તત્વ તમારા મગજને એકદમ ચૂસ્ત રાખે છે. ખરેખર, તેનાથી માથામાં ઓક્સિજનનો પ્રવાહ વધી જાય છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક

જો તમે ગર્ભવતી છો, તો તમારા માટે બીટ રામબાણથી ઓછું નથી. ગર્ભવતી મહિલાઓને બીટનો જ્યૂસ પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેમનું હિમોગ્લોબિન બરાબર રહે, કારણ કે આયરનની કમીથી મહિલાઓમાં લોહીની કમી થઈ જાય છે, જેનાથી આવનાર શિશુ પર પણ ખરાબ અસર પડે છે. એટલે ગર્ભવતી મહિલાઓએ પોતાના ડાઈટમાં બીટનું જ્યૂસ શામેલ કરવું જોઈએ.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ