આ રીતેે બર્થ યરના છેલ્લા અંક પરથી જાણી લો સામેની વ્યક્તિના સ્વભાવ વિશે

બર્થ યરના છેલ્લા અંક પરથી જાણ વ્યક્તિના સ્વભાવ વિશે

મૂળાંકની પણ કેટલીક ખાસિયતો હોય છે. તમે તમારા મૂળાંક, શુભ અંક, જન્મ તિથિ, જન્મના વર્ષ પરથી ઘણું બધું જાણી શકો છો. પરંતુ આજે તમને કોઈપણ વ્યક્તિના જન્મના વર્ષના છેલ્લા બે અંક પરથી તેના વ્યક્તિત્વ વિશે જાણવા મળશે.

જન્મનું વર્ષ વ્યક્તિત્વ વિશે ઘણુ દર્શાવે છે. તો ચાલો જાણીએ જન્મના વર્ષના છેલ્લા અંક પરથી ભવિષ્યકથન વિશે.

image source

સૌથી પહેલા તો સમજી લો કે તમારો જન્મ 07-04-1884ના રોજ થયો છે તો તમારો અંક 4 થયો. હવે સમજીએ તેને વિસ્તારથી

image source

જો જન્મ 1951,61,81,91,01,11 માં થયો હોય તો…

જેમનો અંક 1 હોય છે તે પ્રતિસ્પર્ધી હોય છે. જીતવા માટે દરેક શક્ય પ્રયત્ન કરે છે જેથી તેમને કોઈની સામે હારવું ન પડે. ખૂબ મહત્વકાંક્ષી સ્વભાવ હોય છે અને પોતાના સપનાને પૂરા કરવા કઠોર પરિશ્રમ કરતા રહે છે. કોઈ કીમત પર પીછેહટ કરતા નથી.

image source

1952, 62, 72, 82, 92, 02, 12

જો અંક 2 હોય તો વ્યક્તિ પણ બે વ્યક્તિત્વ ધરાવતો હોય છે. આવા લોકો પોતાની નજીકના લોકો માટે અલગ હોય છે અને અન્ય લોકો માટે અલગ. આ લોકો જેને પસંદ નથી કરતાં તેમના માટે સૌથી અલગ વર્તન ધરાવે છે. આવા લોકોને બરાબર પારખી અને પછી જ તેમના પર વિશ્વાસ કરવો.

image source

1953, 63, 73, 83, 93, 03, 13

જેમનો અંક 3 હોય તે અધ્યયનશીલ હોય છે તે જીવનને અલગ જ દ્રષ્ટિકોણથી જુએ છે. તે બીજાની ભાવનાઓને સમજી અને તારણ પર આવે છે. તે બધા લોકોનું સાંભળી અને નિર્ણય કરે છે. તે પોતાના દરેક સંબંધને મહ્ત્વ આપે છે. તેઓ પોતાના ભાઈ-બહેનો પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.

image source

1954, 64, 74, 84, 94, 04, 14

જો તમારો અંક 4 હોય તો તમે સમજદાર અને હોશિયાર છો. તમે બીજાની જરૂરીયાતોનું ધ્યાન રાખો છો અને જાણો પણ છો કે કઈ વસ્તુ જરૂરી છે અને કઈ જરુરી નથી. આવા લોકો વિચારશીલ હોય છે. જોકે તેઓ મનમોજી પણ હોય છે પરંતુ સમયના પાબંદ પણ હોય છે. તે અન્ય લોકો સાથે ઝડપથી હળીમળી જાય છે.

image source

1955, 65, 75, 85, 95, 05, 15

જો તમારી સંખ્યા 5 હોય તો તમે એવા લોકોમાંથી છો જેમના વ્યક્તિત્વમાં માનવતા હોય અને તે જીવનના તમામ ફેરફારોને વ્યક્ત કરે છે. તમારી પાસે જબરદસ્ત આત્મવિશ્વાસ હોય છે જે તમને આગળ વધવામાં મદદ કરે છે. તમે બધા પડકારોનો સામનો કરો છો અને સકારાત્મક વિચારોની તાકાત પર વિજય મેળવો છો.

image source

1956, 66, 76, 86, 96, 06, 16

જો તમારી સંખ્યા 6 હોય તો તમે ખૂબ પ્રભાવશાળી છો. આ અંક ધરાવતા લોકો તેમના પ્રયત્નોમાં ખૂબ સમૃદ્ધ હોય છે. તેઓ ખૂબ નીડર અને બહાદુર હોય છે. ઉપરાંત જે લોકો તેમને ડરાવવા અથવા દબાવવાનો પ્રયત્ન કરે છે તેઓ તેમના પર પણ પ્રભુત્વ મેળવી લે છે. તેઓ મિત્રતામાં ઘણા આગળ રહે છે. એકવાર તેઓ કોઈની સાથે મિત્રતા કરે તો તેમને ક્યારેય છોડતા નથી.

image source

1957, 67, 77, 87, 97, 07, 17

7 અંક હોય તેમનું વ્યક્તિત્વ ખૂબ રહસ્યમય હોય છે. એક તરફ તેઓ તમને ખૂબ જ હળવા અને શાંત દેખાશે, બીજી બાજુ તેઓ વસ્તુઓ છુપાવવામાં ખૂબ જ નિષ્ણાંત હોય છે. તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું મુશ્કેલ છે. તેઓ તેમના નિર્દોષ હાસ્યની પાછળ બધું છુપાવી શકે છે. તેમના રહસ્યમય વ્યક્તિત્વના કારણે તેઓ લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.

image source

1958, 68, 78, 88, 98, 08, 18

જો તમારી સંખ્યા 8 છે તો તમે ખૂબ જ ખુલ્લા વિચાર ધરાવતા છો. ઉપરાંત તમે હંમેશાં નવા નવા વિચારોથી ભરેલા છો. તમને અર્થપૂર્ણ વાતચીત કરવી ગમે છે. આ સિવાય તમારા માટે તમારા પ્રિયજનો કરતાં વધુ મહત્વનું કંઇ જ નથી હોતું. તમને પરિવાર સાથે સમય વિતાવવો ગમે છે તમે દરેક બાબતને ખૂબ જ ગંભીરતાથી લ્યો છો.

image source

1959, 69, 79, 89, 99, 09, 19

9 અંકવાળા લોકો ખૂબ હોશિયાર હોય છે. તેમને દરેક વસ્તુની માહિતી મેળવે છે અને પછી જ તેઓ કોઈ નિર્ણય લે છે. જે કાર્ય તેમના નિયંત્રણમાં ન હોય તે કરતી વખતે તે સતર્ક અને પ્રામાણિક રહે છે. તે દરેક કાર્ય ખંતથી અને શ્રેષ્ઠ રીતે કરે છે.

1950, 60, 70, 80, 90, 00, 2010

image source

0 અંકવાળા લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે. તેઓ જાણે છે કે તેમના બધા નિર્ણયો કુશળતાપૂર્વક કેવી રીતે લેવા. તેઓ બધું જ કરવા સક્ષમ છે, તો બીજી બાજુ તેઓ તેમના સાચા સ્વભાવને અન્યથી છુપાવે પણ છે. ખૂબ ઓછા લોકો છે જેઓ તેમને વધુ સારી રીતે ઓળખે છે. તે ખૂબ જ પ્રભાવશાળી અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ