બોલિવૂડની આ 5 અભિનેત્રીઓની આંખ રિયલ લાઈફમાં પણ છે અતિસુંદર

બોલિવૂડની આ 5 અભિનેત્રીઓની આંખ રિયલ લાઈફમાં પણ છે અતિસુંદર

image source

બોલિવૂડ અભિનેત્રીઓની સુંદરતા મોટાભાગે મેકઅપને આભારી હોય છે. પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમની સુંદરતા કુદરતની દેન છે. કહેવાય છે ને કે સુંદરતા વ્યક્તિની આંખમાં હોય છે.

image source

તો આજે તમને અહીં એવી જ 5 અભિનેત્રીઓ વિશે જાણકારી આપીએ છીએ જેની આંખ રીયલ લાઈફમાં પણ અતિ સુંદર છે. એટલે કે તેમની આંખ કોઈપણ વ્યક્તિને મેકઅપ વિના પણ પોતાની તરફ આકર્ષે છે.

1. ઐશ્વર્યા રાય બચ્ચન

image source

પૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન પોતે તો સુંદર છે જ પરંતુ તેમની આંખ સૌથી વધારે સુંદર છે. તેમની આંખ બ્લૂ-ગ્રે-ગ્રીન છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. લોકો તેની સુંદરતા ઉપરાંત તેની આંખના પણ દિવાના છે.

2. દીપિકા પાદુકોણ

image source

વર્તમાન સમયમાં બોલિવૂડની સૌથી હીટ અને ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણની આંખ પણ અતિસુંદર છે. તેમની અદાકારીમાં તેની કાળી કજરારી આંખ જીવ પુરી દે છે.

3. કરિશ્મા કપૂર

image source

90ના દાયકાની આ અભિનેત્રી કપૂર ખાનદાનની દીકરી છે અને તેની આંખ બ્લૂ રંગની છે જે તેની સુંદરતાને વધારે છે. કરિશ્માની આંખ તેની સુંદરતા સાથે માસૂમિયત પણ દર્શાવે છે.

4. કરીના કપૂર ખાન

image source

બોલ્ડ અને બિંદાસ્ત બેબો એટલે કે કરીના કપૂર ખાન પોતાના પરફેક્ટ ફિગર, એટીટ્યૂટના કારણે જ નહીં તેની આંખના કારણે પણ લોકોના દિલમાં રાજ કરે છે. કરીનાની આંખ પણ જાણે બોલતી હોય તેમ લોકોને આકર્ષિ લે છે. તેની આંખમાં મસ્તી જોવા મળે છે જે તેની સુંદરતાને નિખારે છે.

5. બિપાશા બાસુ સિંહ ગ્રોવર

image source

બોલ્ડ, બ્યૂટીફૂલ આ બંગાળી અભિનેત્રી આજે બોલિવૂડમાં સક્રીય નથી પરંતુ તેની સુંદરતાના લાખો ચાહકો છે. બિપાશાની સુંદરતામાં ચાર ચાંદ તેની મોટી મોટી કાળી આંખ લગાવે છે. તેની આંખ અનેકને ઘાયલ કરી દે તેવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ