વર્ક ફ્રોમ હોમ દરમિયાન તમારું લેપટોપ પણ થાય છે ગરમ, તો જાણો તેને કઈ રીતે બચાવી શકાય…

મિત્રો, કોરોના મહામારીને કારણે મોટાભાગના કર્મચારીઓ હાલ ઘરેથી કામ કરી રહ્યા છે. હાલ, ઘરેબેઠા જ કામ કરવાનુ હોવાથી ઈલેક્ટ્રોનિક સંસાધનો જેમકે, મોબાઈલ અને લેપટોપનો વપરાશ પણ ખુબ જ વધી ગયો છે અને તેના કારણે આ સંસાધનો પણ એકધારો વપરાશ થવાથી ઝડપથી બગડી શકે છે પરંતુ, જો તમે આ સમયે અમુક બાબતોનુ ધ્યાન રાખો છો, તો તમે તમારા લેપટોપને ઓવરહિટીંગની સમસ્યાથી બચાવી શકો છો. તો ચાલો આજે આ લેખમા અમે તમને કેટલીક રીતો વિશે જણાવીએ.

image source

આ સમયે ભૂલથી પણ ના કરવો લેપટોપનો ઉપયોગ :

જો તમારા લેપટોપનો સી.પી.યુ. નો પંખો યોગ્ય રીતે કામ નથી કરી રહ્યો તો આ સમયે લેપટોપનો ઉપયોગ ના કરવો કારણકે, આવી પરિસ્થિતિમાં લેપટોપ વધુ પડતુ ગરમ થઇ શકે છે. આ ઉપરાંત, તમારે તમારા લેપટોપનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પણ કાળજી રાખવી પડશે. ક્યારેય પણ લેપટોપ અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણને ભીના કપડાથી સાફ ના કરવુ. હંમેશા સૂકા કપડાથી જ સાફ કરવુ, જેથી તેના પર રહેલી ધૂળ ઉડી જાય છે.

image source

કૂલિંગ કિટ છે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ :

જો તમારું લેપટોપ વધારે પડતુ જૂનુ થઈ ગયુ હોય તો તેમા ઓવરહિટીંગની સમસ્યા અવશ્યપણે થઈ શકે છે એટલા માટે જો શક્ય બને તો જૂના લેપટોપનો વધારે પડતો ઉપયોગ ના કરવો કારણકે, તે ખુબ જ ઝડપથી ગરમ થઈ જાય છે. આ ઉપરાંત વધારાની કૂલિંગ કિટ એ પણ એક ખુબ જ સારો વિકલ્પ છે. એ વાતની વિશેષ કાળજી રાખવી કે, લેપટોપના ફેનને હંમેશા લેપટોપના ટેક્સ્ચર મુજબ ખરીદવુ જોઈએ. જો તેમછતા પણ લેપટોપ ગરમ થઇ રહ્યું છે તો પછી બેટરીમા સમસ્યા હોય શકે છે અને તમારે તુરંત બેટરી બદલાવી પડશે.

image source

લેપટોપને હમેંશા એકદમ ફ્લેટ સર્ફેસ પર રાખવુ :

તમારા લેપટોપને હમેંશા એકદમ ફ્લેટ સપાટી પર મૂકીને કામ કરો કારણકે, મોટાભાગના લેપટોપ કૂલિંગ માટે તળિયેથી હવા લે છે. જો તેમને ધાબળા અથવા ઓશીકા પર મૂકવામાં આવે તો એર વેન્ટિલેશનમાં સમસ્યા થશે. લેપટોપને સપાટ સપાટી પર મુકીને કામ કરવામા આવે તો ઓવરહિટીંગ ની સમસ્યામા ઘટાડો થઇ શકે છે.

image source

લેપટોપની નિયમિત કરવી યોગ્ય રીતે સાફ-સફાઈ :

લેપટોપની યોગ્ય રીતે સાફ-સફાઈ ના કરવાથી તેના એરફ્લોના માર્ગમા પણ ધૂળ ભેગી થઇ જાય છે અને તેના કારણે તે ખુબ જ હિટીંગ પકડી લ્યે છે. તેથી તમારે દર બે-ત્રણ દિવસે લેપટોપને નિયમિતપણે સાફ કરવુ જોઈએ. જેથી, તમારુ લેપટોપ તુરંત હિટીંગ ના પકડે અને તમે તેનો લાંબા સમય માટે ઉપયોગ કરી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ