લાલચ બુરી બલા હે, આ યુવાને ડાબે કે જમણે જોયા વગર જે કર્યુ તે માન્યામાં નહીં આવે

એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે ના હોય! આપણે 21મી સદીમાં હોવાનો ખાલી દેખાડો જ કરીએ છે પણ લોકો હજુ ટોણા-ટોડકા અને તંત્ર-મંત્ર જેવી અંધશ્રદ્ધાના જાળાઓમાં ફસાયેલા છે. તે જોઈને આશ્ચર્ય થાય છે કે જ્યાં લોકો આજે ચંદ્ર અને તારાઓ પર જઇ રહ્યા છે, ત્યાં કેટલાક લોકો તાંત્રિક બાબાઓના શબ્દોનું પાલન કરીને શું કરવું તે જાણતા નથી. તેમને ખબર નથી હોતી કે શું સાચું છે અને શું ખોટું. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. અહીં એક તાંત્રિકના કહેવા પર એક યુવકે પોતાનું આખું મકાન ખોદી નાંખ્યું હોવાની ઘટના સામે આવી છે.

તાંત્રિકે કહ્યું કે ઘરમાં દાટેલો છે ખજાનો

image source

તાંત્રિકે યુવક સાથે પરિચય કેળવીને અંધશ્રદ્ધાની એવી જાળ ફેલાવી કે લોભમાં યુવકેને ખરાખોટાનું ભાન જ ન રહ્યું. તાંત્રીકે યુવકને કહ્યું કે તારા ઘરમાં ખજાનો દટાયેલો છે. અને તે તારે ખોદીને કાઢવો જોઈએ. બસ પછી શું? યુવકે રાત દિવસ જોયા વગર ઘરને 50 ફૂટ સુધી ખોદી કાઢ્યું.

ક્યાંની છે ઘટના

image source

આ ઘટના છે હિમાચલ પ્રદેશના હમીરપુરની. સંદિપ તેની માતા અને ભાઈ સાથે હમીરપુર જિલ્લાના સુભાષ બજારમાં રહે છે. 6 મહિના પહેલા તેની મુલાકાત એક તાંત્રીક સાથે થઈ હતી અને તેણે કોઈ ખજાનો સંદીપના ઘરની નીચે દાટ્યો હોવાની વાત કરી હતી.

પડોશીઓ રાત્રે સૂઈ ગયા પછી ખોદતા હતા

સંદિપે સતત 6 મહિના સુધી જ્યારે રાત્રે તેના પડોશીઓ સૂઈ જાય તે પછી દરરોજ રાત્રે ઘરમાં ખોદકામ કર્યુ હતું. સંદિપના ના 3 ભાઈઓએ આ કરી વાતની પુષ્ટી કરીને કબૂલાત કરી હતી. અને તેના ભાઈઓએ તેને રોકવાની પણ કોશિશ કરી હતી. પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહીં અને ઘર ખોદતો જ રહ્યો.

મા-દીકરાએ સાથે મળીને કર્યુ ન કરવાનું કામ

આ કામમાં તેની માતા લક્ષ્મી પણ તેને સાથ આપ્યો હતો. તે છેલ્લા 6 મહિનાથી સતત ખોદકામ કરતો હતો અને તેણે લગભગ 50 ફૂટ ઊંડો ખોદકામ કર્યું હતું. એક દિવસ સંદીપ રાત્રે ખાડો ખોદતો હતો, તે બહાર આવવા લાગ્યો ત્યારે તે તેમાં અટવાઇ પડ્યો હતો. અને તે ઉપર પરત નહોતો આવી શકતો.

ફાયર વિભાગે ક્રેનની મદદથી ખાડામાંથી બહાર કાઢી

50 ફૂટ ઉંડા ખાડામાં ફસાઈ પડેલ સંદિપ ચીસો પાડવા લાગ્યો અને આખરે આસપાસના લોકો એકઠા થઈ ગયા. પરંતુ જ્યારે લોકોએ ખાડાની ઊંડાઈ જોઇ તો લોકોના હોશ ઉડી ગયા હતા. લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકવો ન લાગ્યો અને આખરે આ વાત ફાયર બ્રિગેડ સુધી પહોંચી.

4 કલાકની જહેમતે ફાયરબ્રિગેડે યુવકને બહાર કાઢ્યો

50 ફૂટ ઉંડા ખાડામાં પડેલ સંદિપની મદદે આખરે ફાયર બ્રિગેડ આવી હતી. બાતમી મળતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 4 કલાકની મહેનત બાદ તેને ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.પણ ખાડામાં રહેવાથી તેની તબિયત લથડી હતી. તેની હાલત ગંભીર જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ