લગ્ન સમયે ત્રણ દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોયલેટ ન જવુ પડે તે માટે કરવામાં આવે છે આ વ્યવસ્થા

આપણે જાણીએ છીએ વિશ્વના દરેક દેશમાં લગ્નને લઈને વિવિધ માન્યતાઓ અને રિત રિવાજો જોવા મળે છે. લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાનું પાલન કરતા હોય છે. ઘણા રીત રીવાજો એવા હોય છે કે આપણને જાણીને પણ આશ્ચર્ય થાય. પરંતુ જો તમને કહેવામાં આવે કે લગ્ન દરમિયાન વર વધુને ટોયલેટ જવાની મનાઈ હોય છે એને પણ એક દિવસ નહીં પરંતુ પુરા ત્રણ દિવસ. જાણીને ચોંકી ગયાને. તમે કહેશો કે આવો રિવાજ તે વળી ક્યાં દેશમાં છે. તો તમને જણાવી દઈએ કે આ રિવાજ ઈન્ડોનેશિયામાં છે અને પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

image source

ત્રણ દિવસ વર-વધૂ શૌચાલયમાં જઈ શકતા નથી

નોંધનિય છે કે શૌચાલય ન જવાની આ અનોખી વિધિ ઇન્ડોનેશિયામાં કરવામાં આવે છે. આ વિધિ ટડોંગ સમુદાયમાં કરવામાં આવે છે. આ સમુદાયના લોકો આ નિયમને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે, તેથી તેઓ તેને સંપૂર્ણ આસ્થાથી પાલન કરે છે. રિવાજ મુજબ, લગ્ન પછી ત્રણ દિવસ માટે વર-વધૂ શૌચાલયમાં જઈ શકતા નથી.

image source

આમ કરવું ખરાબ માનવામાં આવે છે. સ્થાનિક સમુદાય મુજબ લગ્ન એક પવિત્ર સમારોહ છે. શૌચાલયમાં જવાથી અપવિત્ર થઈ જવાય તેવી માન્યતા આ સમુદાયમાં જોવા મળે છે.આ નવી દુલ્હન અને દુલ્હાને અશુદ્ધ બનાવે છે. જેથી ત્રણ દિવસ સુધી વર કે વહુ ટોયલેટ જતા નથી.

નવા પરણિત યુગલના સંબંધોને જોખમમાં મુકી શકે છે

image source

તો બીજી એક માન્યતા પ્રમાણે આ રિવાજ પાછળ એક બીજુ પણ કારણ એ છે કે ખરાબ નજરથી બચાવવાનો પણ છે. તેમના મતે વોશરૂમનો ઉપયોગ ઘણા લોકો કરશે અને ત્યાં પોતાની ગંદકી કાઢે છે જેના કારણે ત્યાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે. લગ્ન પછી તુરંત જ શૌચાલયમાં જવાથી વરરાજા અને વહુમાં આ નકારાત્મકતા પ્રવેશી શકે છે આ ડરને કારણે લોકો વોશરૂમ જતા નથી. આ ઉપરાંત લગ્ન તુટી જવાનું પણ જોખમ રહે છે. સમુદાયના જણાવ્યા અનુસાર લગ્ન પછી તરત જ શૌચાલયનો ઉપયોગ કરવાથી નવા પરણિત યુગલના સંબંધોને જોખમમાં મુકી શકે છે.

ત્રણ દિવસ સુધી ઓછુ ખાવાનું આપવામાં આવે છે

image source

એની સાથે જ આ સમુદાય ના લોકો નું માનવું એમ છે કે લગ્ન પછી તરત ટોયલેટ માં જવાથી દુલ્હા-દુલ્હન ની જાન ને પણ ખતરો થઈ શકે છે. ટોયલેટ જવાથી બન્ને માથી કોઈ એક ની જાન પણ ખતરામાં પડી શકે છે. જો કોઈ વ્યક્તિ આ વાતોનું ધ્યાન ના રાખે તો એનો નવો સંસાર વિનાશ પામી શકે છે.

image source

તમે વિચારતા હશો કે આખરે કોઈ ત્રણ દિવસ સુધી ટોયલેટ ગયા વિના કેમના રહી શકે? નવ દંપત્તીને શૌચાલયમાં ન જવું પડે તે માટે તેને ત્રણ દિવસ માટે ઓછો ખોરાક અને પીણું આપવામાં આવે છે. સમુદાયના લોકો આ ધાર્મિક વિધિનું કડક પાલન કરે છે. તેઓ કાળજી લે છે કે આ ધાર્મિક વિધિને કારણે દુલ્હા-દુલ્હનને કોઈ મુશ્કેલી ન થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ