બોરિંગ લગ્ન જીવનને રોમાન્સથી ભરપૂર બનાવવા આ બેસ્ટ ફોર્મુલાને કરો ફોલો…

લગ્ન પછી ન્યૂ મેરિડ કપલ ઘણા ખુશ રહેતા હોય છે. જો કે દરેક લોકો ઇચ્છે છે કે, હંમેશા તેના પાર્ટનરની સાથે ખુશ રહે પરંતુ લગ્નના થોડા સમય પછી ક્યાંકને ક્યાંક ગમે તે કારણોસર સંબંધોમાં ખટાશ આવવા લાગે છે અને પછી ઝઘડાઓનો દોર શરૂ થઇ જાય છે. આમ, લગ્ન જીવનને સુખીથી જીવવા માટે એકબીજા પર વિશ્વાસ, પ્રેમ અને રોમાન્સનું ઘણું મહત્વ હોય છે.

આજકાલની આ ભાગદોડભરી જીંદગીમાં અનેક લોકો પાર્ટનરને પૂરતો ટાઇમ આપી શકતા નથી જે કારણોસર સંબંધો ધીરે-ધીરે બગડતા જાય છે. જો કે આજકાલ કપલ એકબીજાને પૂરતો સમય ના આપી શકવાને કારણે ઘણા લોકોની વાત ડાઇવોર્સ સુધી પણ પહોંચી જતી હોય છે. આમ, તમારી વચ્ચે કોઇ પણ અણબનાવ ના બને તે વાતને ધ્યાનમાં રાખીને અમે તમારી માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેની મદદથી તમે તમારી બોરિંગ લાઇફમાંથી બહાર આવી જશો. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી લાઇફ રોમેન્ટિક બની જશે અને તમારી વચ્ચે ક્યારે ઝઘડો પણ નહિં થાય.

ડેટ પ્લાન કરો

તમે એકબીજા માટે ડેટ પ્લાન કરો. મહિનામાં એક વાર જરૂર ડેટ પર તમારા પાર્ટનરને લઇ જાઓ. તમારા પાર્ટનરને તમે પહેલાની જેમ સરપ્રાઇઝ આપો. આમ, કરવાથી પાર્ટનર એકદમ જ ખુશ થઇ જશે અને સાથે-સાથે જૂની વાતોને ભૂલીને નવી લાઇફ એન્જોય કરશે.

રોમેન્ટિક બનો

મોટાભાગના કપલ લગ્ન પછી એકદમ જ બોરિંગ લાઇફ જીવવાનુ શરૂ કરી દે છે. ક્યાંય બહાર ફરવા નહિં જવાનું, ફ્રેન્ડસ સાથે ફરવાનું તેમજ તેઓ પોતાની લાઇફ તેમની રીતે એન્જોય કરવા ઇચ્છતા હોય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે, લગ્ન પછી તમારે આ બધી બાબતોને ઓછી કરીને તમારે તમારી વાઇફ સાથે લાઇફ એન્જોય કરવાની હોય છે. જો તમે તેની સાથે તમારા મુડને રોમેન્ટિક બનાવીને વાતો કરશો તો તેને ખૂબ જ ગમશે. રોમેન્ટિક બનવાથી તમારા બંન્ને વચ્ચેનો પ્રેમ અને રોમાન્સમાં પણ વધારો થાય છે.

વિકએન્ડ પ્લાન કરો

કામના ચક્કરમાં તમે તમારા પાર્ટનરની સાથે વિકેન્ડ પણ સરખી રીતે એન્જોય કરી શકતા નથી જેને લીધે પાર્ટનરને તમારા પર ગુસ્સો આવી જાય છે અને પછી ઝઘડાઓ થવાના શરૂ થઇ જાય છે. માટે જો તમે તમારા પાર્ટનરને વિકએન્ડમાં અથવા તો થોડા દિવસ ઓફિસમાંથી રજાઓ લઇને ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરો. આમ કરવાથી લાઇફ એકદમ ચેન્જ થશે અને તમે બંન્ને રિફ્રેશ ફિલ પણ કરશો.

રસોઇની સાથે રોમાન્સની મજા માણો

રજાઓના દિવસોમાં કે પછી ઓફિસથી વહેલા ઘરે આવો ત્યારે તમારી પાર્ટનરને કિચનમાં હેલ્પ કરો. રસોઇના બહાને તમે રોમાન્સની મજા પણ માણી શકશો અને તેને મદદરૂપ પણ બનશો. તમને જણાવી દઇએ કે, કિચનમાં રોમાન્સ કરવાની મજા કંઇક અલગ જ આવે છે.

સ્પેશયલ ટચ પણ જરૂરી છે

તમે રોમાન્સની શરૂઆત ગાલથી પણ કરી શકો છો. આમ, કરવાથી તમારા પાર્ટનરે કંઇક અલગ જ ફીલ થશે અને આ સ્પેશયલ ટચ તેના માટે એક ખાસ બાબત બનીને રહી જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ