એક બદલાવ અને તમે બની જશો ધનવાન કરો ફક્ત આટલું…

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે દરેક વ્યક્તિએ ભોજન કરવું આવશ્યક હોય છે. આહાર માત્ર શરીરને શક્તિ આપવા માટે જરૂરી હોય છે તેવું નથી આહાર ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ રાખે છે. ઉપનિષદોમાં તો એમ પણ કહેવાયું છે કે ‘જેવું અન્ન તેવું મન’ એટલે કે વ્યક્તિ જેવું ભોજન કરે છે તેવું તેનું મન થઈ જાય છે.


શુદ્ધ તેમજ ઉચિત આહાર ભગવાનની ઉપાસનાનું એક અંગ છે. એટલા માટે જ ભોજનમાં અપવિત્ર અને તામસિક વસ્તુઓનો સમાવેશ કરવાની મનાઈ કરવામાં આવે છે. ભોજન કરતાં પહેલા ભગવાનને ભોગ લગાવવાનું પણ વિધાન છે, ભગવાનને ભોજન કરાવ્યા બાદ જે ભોજન ગ્રહણ કરવામાં આવે છે તેનાથી તે આહાર પ્રસાદ અને પવિત્ર બની જાય છે. શ્રીમદ્ ભગવત ગીતામાં તો એમ પણ કહેવાયું છે કે સાત્વિક આહારથી શરીરને લાભ થાય છે.


જો કે ગીતાજીમાં રાજસિક અને તામસિક ભોજનનો ઉલ્લેખ પણ મળે છે. સાત્વિક આહાર શરીર માટે લાભકારી હોય છે અને આયુષ્ય, ગુણ, આરોગ્ય તેમજ સુખમાં વૃદ્ધિ કરે છે. આ પ્રકારના ભોજનમાં ગાયનું ઘી, દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. રાજસિક ભોજનમાં કડવા, ખટ્ટા, ચટપટા, ગરમ તેમજ તીખા ખોરાકનો સમાવેશ થાય છે. જો કે આ પ્રકારના ભોજનથી શરીરમાં દુ:ખ, શોક, રોગ વગેરે ઉત્પન્ન થાય છે.


તામસિક ભોજન કોઈપણ રીતે યોગ્ય માનવામાં આવતું નથી. આ પ્રકારનું ભોજન શરીર માટે લાભકારી નથી. તામસિક ભોજનમાં અપવિત્ર, દુર્ગંધ યુક્ત, એઠાં અને વાસી ખોરાકનો સમાવેશ થાય છે. આ પ્રકારનો ખોરાક ખાવાથી વ્યક્તિની બુદ્ધિ પર નકારાત્મક અસર પડે છે. સાત્વિક ભોજન કરવાથી વ્યક્તિ દૈવી સંપત્તિના માલિક બને છે. રાજસિક ભોજન કરનાર આસુરી સંપત્તિના માલિક બને છે. આ પ્રકારના લોકો મનથી શાંત પણ રહી શકતાં નથી.


વાસ્તુ શાસ્ત્રમાં પણ ખોરાકનું મહત્વ દર્શાવ્યું છે. વાસ્તુ અનુસાર વ્યક્તિએ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરીને ભોજન કરવું જોઈએ. આ સિવાય દક્ષિણ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી દોષપૂર્ણ ગણાય છે. આ પ્રકારે ભોજન કરનારની શક્તિનો ક્ષય થાય છે. ભોજન કરતાં પહેલા હંમેશા ગૌ ગ્રાસ કાઢવો અને અન્નનું દાન પણ કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ દોષનું શમન થાય છે.


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને જીવનમાં સરળતા લાવતી ટીપ્સ વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ