16 વર્ષ પછી લગાન ફિલમમાં કામ કરનાર એકટરો, એમાનો એક એક્ટર તો આ દુનિયાને અલવિદા કહી ચાલ્યો પણ ગયો છે…..

હાલમાં, વરસાદની સૌ કાગડોળે રાહ જુએ છે અને દરેક લોકો આખા દિવસમાં એકવાર તો આકાશ સામે જોઈને નેજવું કરી જ લે છે. કોરું આભ અને સુકી ધરતીનો એ તબક્કો ખૂબ જ કપરો હોય છે. દુકાળની વસમી પરિસ્થિતિ અને લોકોનું વલખાં મારવું. સામાન્ય લોકોથી માંડીને જમીનદાર ખેડૂતો અને મજૂરવર્ગ સુધી દરેકની સ્થિતિ ખૂબ જ દયનિય બની જતી હોય છે. ગુજરાતી ગદ્ય સાહિત્યમાં અનેક વાર્તાઓ અને નવલકથાઓમાં આવી પટ્ટકથાઓ લખાયેલી છે. અને એ દરેક કૃતિઓ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે જ્યારે આ વર્ષે તો દુકાળમાં અધિકમાસ પણ આવી ગયો. નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો રંગેચંગે પહોંચી આવ્યા છે ત્યારે ઓછા પડેલા વરસાદની અસર ભલેને આધુનિક કહેવાતી એકવીસમી સદીમાં વધારે ન વર્તાતી હોય તોય, ગરમી અને પાણીની તંગીનો તો ત્રાસ અનુભવાય જ છે. એ વખતે હિન્દી ફિલ્મ ‘લગાન’નું એ લોકોના હોઠે ચડેલું ગીત ચોક્કસથી ગાઈ લેવાનું મન થતું હોય છે. કાલે મેઘા કાલે મેઘા પાની તો બરસાઓ…

આ ફિલ્મને ૨૦૧૮માં ૧૮ વર્ષ પૂરાં થશે ! એમ પણ કહી શકાય કે એક આખી પેઢી યુવાન થઈ ગઈ આ ફિલ્મ જોઈને. માનવામાં આવે છે ખરું? હજુ તો એવું જ લાગે કે કચ્છની પૃષ્ઠભૂમિ પર કોઈ ફિલ્મ અવતરવાની છે એવા આપણે સમાચાર હાલ જ સાંભળ્યા હોય. એ દરેક પાત્રો જે સાવ જ સામાન્ય નામ અને પહેરવેશ સાથે રૂપેરી પડદે દેખાયા જેની સાથે લોક અને ગ્રામ્ય જીવને પોતાની ઝલક જોઈ હશે એવું ચોક્કસ કહી શકાય. અંગ્રેજ સરકાર સામે ઝઝૂમવાની વાત હોય કે ક્રિકેટમાં જીતી જવાની વાયકા હોય જે હોય તે, પણ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે અને મુખ્ય અભિનેતા તરીકે આમિરખાને પહેલવહેલાં મીસ્ટર પરફેક્સનીસ્ટનું બિરુદ મેળવ્યું હતું. જે એમણે વર્ષો વરસ જાળવ્યું હોય એ રીતે મક્કમ ગતિએ કાર્યરત છે અને આગામી એમની ફિલ્મોમાં પણ એમના કામમાં આટલો દમદાર અને એમના પાત્રોના આલેખનમાં ચીવટ રાખશે એવું નિશ્વિતપણે કહી જ શકાશે.

આટલા વર્ષો પછી ‘લગાન’ ફિલ્મના એ જીવંત અને યાદગાર પાત્રો શું કરે છે અને કેવા લાગે છે એ તરફ એક નજર કરી લેવું ચોક્કસ ગમશે. ફિલ્મ ‘લગાન’માં ઝળકેલા કેટલાય અભિનેતાઓ અને અભિનેત્રીઓ એ ફિલ્મ પછી ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી અને સેલિબ્રિટિ સ્ટેટસ મેળવ્યું હતું પણ તમને જાણીને નવાઈ લાગશે કે એમાંથી એક સિતારો જગતમાંથી ખરી ગયો છે. કોણ છે એ પણ જાણીએ.

આમિર ખાનઃફિન્દી ફિચર ફિલ્મ ‘લગાન’ વર્ષ ૨૦૦૧માં રીલિઝ થઈ હતી. જેમાં આમિર ખાનનું મુખ્ય પાત્ર ભૂવન ખૂબ જ પ્રચલિત થયું હતું. આ ફિલ્મ એમણે અને મંસૂર ખાને સાથે મળીને નિર્માતા હતા. જેનું નિર્દેશન આશુતોષ ગોવારીકરે કર્યું હતું. ફિલ્મની પટ્ટકથા ગોવારીકર અને અબ્બાસ તીરાવાલાએ સાથે મળીને લખી હતી. માથે બાંધેલ ફાળિયું, બાંય વગરની બંડી, બાવડે બાંધેલ માદળિયું અને ટૂંકી ધોતી પહેરેલી આ પાત્ર અને એની ગામઠી બોલી દર્શકોને પોણા બે દાયકા પછી પણ એટલાં જ યાદ રહી ગયા છે.

ગ્રેસી સિંગઃજેમને સૌથી પહેલાં આપણે ઝી ટી.વી. પર પ્રસારિત થતી લાગણીશીલ પિતા અને ચાર બહેનોવાળી સિરિયલ અમાનત અને હાલમાં સંતોષી મા સિરિયલમાં જોઈ રહ્યાં છીએ એવી અભિનેત્રી ગેસી સિંગનો ચહેરો ભારતીય સંસ્કૃતિ અને લક્ષણિકતાઓને ખૂબ મળતો આવે છે. એટલે વર્ષ ૨૦૦૧માં આવેલ આ ફિલ્મ લગાનમાં એના આ દેશી લૂકમાં તેણે ખૂબ જ સરસ કામ કર્યું હતું. તેની બોલી, ચાલ, હાવભાવ અને પહેરવેશ યાદગાર રહી ગયાં હતાં. આ અભિનેત્રીએ ગંગાજલ અને મુન્નાભાઈ એમ.બી.બી.એસ જેવી હિટ મૂવીઝમાં પણ કામ કર્યું છે જે ખૂબ જ પસંદ કરાયું છે.

રેચલ શૈલીઃ

અંગ્રેજ મેડમના રોલમાં આ બીનભારતીય અભિનેત્રીએ ઇન્ગ્લિશ એક્શન્ટ સાથે હિન્દી બોલીને સરસ પ્રતિભા ઝળકાવી હતી. એલિઝાબેથનો રોલમાં તેને ગામના છોકરા ભૂવનની સાદગી અને ભોળપણથી પ્રેમ થઈ જાય છે. ક્રિકેટ રમવા ગામના લોકોને પોતાના લોકોથી વિરુદ્ધ જઈને પણ ગામડાંના અભણ લોકોને શીખવાડ્યું હતું. જે પાત્રને પ્રેમની સંવેદના સભર બતાવાયું હતું જે દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરાયું હતું.

પોલ બ્લેકથોર્ન:

મૂળ હોલિવૂડ એક્ટર પોલ બ્લેકથોર્ન, નકારાત્મક રોલ વધારે કરે છે. અનેક ઇન્ગ્લિશ ફિલ્મમાં આ અભિનેતાને જોયો જ હશે. એના અંગ્રેજ એક્શન્ટ સાથેના શબ્દોમાં લગાન ફિલ્મમાં ખૂબ જ પસંદ કરાયું હતું. આઈ.આઈ.એફ.એ. એવોર્ડ બેસ્ટ નેગેટિવ રોલ માટે આ પાત્રને નોમિનેટ પણ કરાયું હતું.

રાજેશ વિવેકઃ

ફકિરના કિરદારમાં આ અભિનેતાએ અનેક હિન્દી ફિલ્મો અને ટી.વી સિરિયલોમાં કામ કર્યું છે. વિરાના જેવી હોરર મૂવિમાં પણ એમણે અભિનય કરે છે. વર્ષ ૨૦૧૬ની જાન્યૂઆરી ૧૪ના ચાલુ શૂટિંગે હાર્ટએટેક આવતાં આ કલાકારનું મૃત્યુ નિપજ્યું હતું. અને આ સિતારો ખરી ગયો હતો.

યશપાલ શર્માઃ

લાખા નામના પાત્રમાં આ અભિનેતાએ ખૂબ નામના મેળવી હતી. જેમણે લગાન ફિલ્મ પછી પાછું વળીને નથી જોયું. ઝી ટી.વીની નિલિ છત્રી વાલે અને હિન્દી ફિલ્મ ગંગાજલ, અબતક છપ્પન જેવી ફિલ્મોમાં સશક્ત પાત્રો ભજવ્યાં છે. હરિયાનવી ફિલ્મ ‘પગડી ધ ઓનર’ માટે ૬૨ નેશનલ એવોર્ડ પણ મેળવેલ છે. લગાન ફિલ્મ બાદ અનેક ફિટ ફિલ્મોમાં આ અભિનેતાને ઓળખાઈ શકાય એવા રોલ કર્યા છે. લગભગ બધાજ સ્પોર્ટિવ અને નેગેટિવ જ રહ્યા છે, છતાંય યાદગાર છે.

આ સિવાય તમને કયાં પાત્રો યાદ છે, લગાનનાં ચોક્કસ કોમેન્ટમાં કહેજો.

લેખ સંકલનઃ કુંજલ પ્રદીપ છાયા